________________
શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા-૩૬૭ (કુરંગે કહ્યું:) અમારી સાથે સમાન ક્રીડા કરવાની યોગ્યતા તમારામાં જ છે એમ વિચારીને અમે અહીં આવ્યા છીએ. સાગરે કહ્યું: સારું. તો ક્રીડા કરીએ. સાગરની બાળકોની સાથે મૈત્રી વધી, બાલિકાની સાથે નહિ. કુરંગની તો ત્રણેની સાથે મૈત્રી વધી. વળી બીજું– સાગરે બાલિકાનો તિરસ્કાર કર્યો, એથી કુરંગે ક્રૂરતાને ઘણી જ સારી રીતે બહેન તરીકે સ્વીકારી. પછી સારંગ અને કુરંગ કળાઓ ભણ્યા. યૌવનને પામેલા તે બે પરણ્યા. મિત્રના પ્રભાવથી તે બે અન્ય સઘળી વસ્તુઓના લોભનો ત્યાગ કરીને કેવળ ધનને જ તત્ત્વદષ્ટિથી જુએ છે. તે બે બંધુવર્ગથી ક્ષણવાર પણ મૂકાતા નથી. તે બે ધનના ઉત્કૃષ્ટ અને સતત મનોરથવાળા થયા. તે મનોરથથી ઘણા વ્યાકુલ મનવાળા તે બે ધન મેળવવા માટે માતાપિતાની પણ અવગણના કરીને ઘણા કરિયાણારૂપ સંપિત્ત લઈને બંધુઓની જ સાથે અન્યદેશ તરફ ગયા. ક્રમથી જતા એ બે વિવક્ષિત પ્રદેશની નજીકમાં આવ્યા ત્યારે ચોરોની ધાડથી ચોરાયા= લૂંટાયા. તેથી અતિશય કરુણ પ્રલાપ કરતા તે બે ઉપર ચોરોના નાયકોને કરુણા ઉત્પન્ન થઈ. આથી પાછા વળીને હજાર સોનામહોરનું કરિયાણું તેમને આપ્યું, બાકીનું બધું લઈ ગયા. તેથી તેને પણ ઘણું માનતા તે બે ધવલપુર નામના નગરમાં ગયા. ત્યાં એક દુકાન લીધી. મિત્રોથી અતિશય પ્રેરાયેલા તે બેએ વેપાર શરૂ કર્યો. વેપાર કરતા તે બેને મહાકષ્ટથી ક્રમે કરીને કોઇપણ રીતે બે હજાર સોનામહોર થઈ. મિત્રોએ કહ્યું અમારી પ્રેરણાની ખાતરી તમોએ જોઈ, અર્થાત્ અમારી પ્રેરણાની તમને ખાતરી થઈ ગઈ. જો આગળ પણ અમારું કહેલું કરશો તો તમે પણ પોતાના અભ્યદયને જોશો. ઇત્યાદિ મિત્રના કહેવાથી પ્રેરાયેલા તે બેની ઇચ્છા વધી. તેથી દુકાનમાં કપાસ અને તલ આદિનો સંગ્રહ કરે છે, લાક્ષાને લે છે, સુગંધિ દ્રવ્યનો વેપાર કરે છે, તલ આદિથી સંસક્ત ધાન્યના યંત્રોને ચલાવે છે. દસ-અગિયાર આદિની વૃદ્ધિથી( ટકાથી) વ્યાજે નાણાં આપે છે, ખેતીનું કામ કરાવે છે, શેરડીના ખેતરો કરાવે છે. આ પ્રમાણે કરતા તે બેને કોઈપણ રીતે કષ્ટથી ત્રણ હજાર સોનામહોરો મળી. પછી ફરી પણ મિત્રોથી પ્રોત્સાહિત કરાયેલા તે બેને ચાર હજાર સોનામહોરની ઇચ્છા થઈ. પછી કષ્ટની પરંપરાથી કાળે કરીને ચાર હજાર સોનામહોર પણ મળી. પછી પાંચ હજાર સોનામહોરની ઈચ્છા થઈ અને તે પણ તે જ પ્રમાણે મળી. પછી છ હજારની, પછી સાત હજારની, પછી આઠ હજારની, એ પ્રમાણે દશ હજારની, અગિયાર હજારની, ચાલીસ હજારની ઇચ્છા થઇ. એમ યાવત્ અંશી લાખ સોનામહોરો પૂર્ણ કરી. પછી મિત્રોથી અતિશય પ્રેરાયેલા તે બેની કોડ સોનામહોરો પૂર્ણ કરવાની ઇચ્છા વધી. એ ઇચ્છા કોઈપણ રીતે પૂરાતી નથી. તેથી મિત્રના ઉપદેશથી ક્રોડ સોનામહોર પૂર્ણ કરવાની ઇચ્છાથી ઘણા ઉપાયો કર્યા. તે આ પ્રમાણે- દેશાંતરોમાં મોટી ગાડીઓની શ્રેણિ મોકલી. મોટા ઊંટોની શ્રેણીઓ મોકલી. અનેક વહાણો પ્રવર્તાવ્યા. અનેક ગધેડાના સમૂહો કર્યા. ઘણા