________________
૩૬૪- શરીરમમતાના ત્યાગ વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા
ઉત્તમપુરુષો પરિગ્રહને બહુ વૈર અને કલહનું કારણ જાણીને ચંપાપુરીના રાજાની જેમ પોતાના શરીરમાં પણ મમતાનો ત્યાગ કરે છે. વિશેષાર્થ– ગાથાનો અર્થ બોલવા માત્રથી સમજાઈ જાય તેવો છે. કથાનક તો કહેવાય છે
ચંપાપુરીના કીર્તિચંદ્રરાજાની કથા ચંપા નામની નગરી છે, કે જેમાં શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરરૂપી દીપક બૂઝાઇ ગયો હોવા છતાં પણ પોતાના કીર્તિરૂપી તેજથી પ્રકાશી રહ્યો છે. તેમાં કીર્તિચંદ્ર નામનો રાજા હતો કે જેની શ્રેષ્ઠ કીર્તિ જાણે ત્રણ ભુવનમાં ભ્રમણ કરીને થાકી ગઈ હોય તેમ લોકાંતમાં બેસી ગઈ. તેનો સમરવિજય નામનો લઘુબંધુ યુવરાજ હતો. તે બે અતિશય ઘણા સુખથી રાજ્યનું પાલન કરી રહ્યા હતા ત્યારે કુરાજાની જેમ ગ્રીષ્મઋતુએ પૃથ્વીતળને સંતાપિત કર્યું. જાણે તપેલી પૃથ્વીને શાંત કરવા માટે હોય તેમ ક્રમથી વર્ષાઋતુરૂપ રાજા આવ્યો, કે જેણે ઇદ્રધનુષ્યમાંથી નીકળેલા ધારા બદ્ધ બાણોથી વિરહીજનોના હૃદયો ભેદયા ન ભેદાયા તેટલામાં હૃદયોને વિદ્યુ–કાશથી જોડી દીધા.
જ્યાં ગ્રીષ્મઋતુને ભેદીને મેઘરૂપી સુભટો ગાજી રહ્યા છે, મેઘરૂપ સુભટોથી પર્વતો અને વૃક્ષોનો સમૂહ પ્રતિધ્વનિ કરતો તૂટી રહ્યો છે, (એથી) મેઘરૂપ સુભટોએ સર્વત્ર યશ પ્રાપ્ત કર્યો, ત્યાં વર્ષારૂપ રાજાથી વર્ષાદની મનોહર અને સરલ ધારારૂપ હાથો વડે જાણે સર્વ અંગોમાં આલિંગન કરાઈ હોય તેમ પૃથ્વીરૂપી કામિની રોમાંચિત દેહવાળી થઇ. વર્ષાઋતુરૂપી લક્ષ્મીની છાતીમાં ઊંચા અને વિશાળ સ્તનોના મધ્યભાગમાં ડોલતા બગલાઓની શ્રેણિ મોતીની માળાની જેમ શોભે છે. મેઘોએ ઉપકારની અપેક્ષા વિના પૃથ્વીતળને સંપૂર્ણ જલથી ભરી દીધું. આનાથી મેઘો એ કહે છે કે નિષ્કારણ પરોપકાર કરનારની મહત્તા છે. કામથી ઉન્મત્ત સ્ત્રીઓની જેમ ઉન્માર્ગમાં ચાલેલી, કિનારાની બંને બાજુ પાણીથી પૂર્ણ, મધ્યભાગમાં ડહોળી એવી નદીઓએ જનમાર્ગોને રોકી દીધા. ભૂમિ ઘણા અંકુરાઓવાળી થઈ. લોક ઉન્માર્ગે ચાલ્યો. કુરાજાઓના રાજ્યની જેમ મલિન પદાર્થોનો અભ્યદય (કાદવ વગેરે મલીન પદાર્થોની ઉત્પત્તિ) થાય છે.
આ પ્રમાણે વર્ષાદનો સમય પૂર્ણ થયો ત્યારે મહેલની ઉપરના ભાગમાં ગયેલા રાજાએ વિસ્તારથી વહેતી નદી જોઈ. અને કુતૂહલથી સામંતો, મંત્રીઓ અને સ્વબંધુઓથી
૧. આ ત્રણ વિશેષણો દ્વિ-અર્થક હોવાથી કામથી ઉન્મત્ત સ્ત્રીઓમાં પણ ઘટાડવા. તે આ પ્રમાણે-કામથી ઉન્મત્ત
સ્ત્રીઓ ઉન્માર્ગે જતી હોય છે, શ્વસુરપક્ષ અને પિતૃપક્ષ એ ઉભયપક્ષની અપેક્ષાએ જડ વિવેકશૂન્ય બને છે, મધ્યમાં=હૃદયમાં મલિન હોય છે. ૨. લોક ઉન્માર્ગે ચાલેલો ચાલે છે એવો શબ્દાર્થ થાય.