Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 374
________________ બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૫૯ સાથળયુગલના મૂળને (= નીચેના પ્રદેશને) ક્ષણવાર પ્રગટ કરે છે તે પણ નરકનો મુખ્ય દરવાજો છે. હે જીવ! ઢીલા કંદોરાના છિદ્રથી સ્ત્રીની કમરને (=મધ્યપ્રદેશને) જે જુએ છે, તેનાથી પણ બંધાયેલો તું ભયંકર ભવરૂપ કેદખાનામાં લઇ જવાશે. હે જીવ! લાવણ્યરૂપ જલથી પૂર્ણ અને ગંભીર આના નાભિરૂપ જલાશયમાં પડેલો તું ઇચ્છિત સિદ્ધિપુરને કેવી રીતે પ્રાપ્ત કરીશ? હે જીવ! આના પુષ્ટસ્તનોથી વિષમ એવા વક્ષ:સ્થળમાં સ્ખલના પામેલો હું આગળ નરકરૂપ મોટા ખાડામાં પડીશ. હે જીવ! જો તું પરવાળાના જેવી લાલ કાંતિવાળા આ હોઠરૂપ પાંદડાને જોવાને ઇચ્છે છે તો નરકમાં વજ્ર જેવી ચાંચવાળા પક્ષીઓથી ભક્ષણ કરાશે. આના ઉત્તમ, ચંચલ, સરળ, કાજળસહિત લાંબી પાંપણવાળા અને શ્વેત ચક્ષુયુગલને ભવદુઃખરૂપ દોરડા માટે વિચાર. અર્થાત્ તેનાથી ભવદુઃખનું બંધન થાય છે એમ વિચાર, હે જીવ! પુષ્પોના સમૂહથી વ્યાપ્ત તથા ભ્રમર અને કાજળ જેવા કૃષ્ણ કેશકલાપને વિચારતો તું નરકમાં વજ્ર જેવા ભાલાઓથી ભેદાશે. હે જીવ! તેથી આનાથી પ્રવર્તાયેલી માત્ર હીનજનના હૃદયનું હરણ કરનારી આ વિકારી ચેષ્ટાઓમાં તું રાગ ન કર. ક્ષુદ્રજનની ચેષ્ટાઓ જેવી રીતે હીનજનોમાં પ્રસરે છે= અસર કરે છે તેવી રીતે ધી૨પુરુષોમાં કેવી રીતે પ્રસરે? કઠોર પવનથી રૂની જેમ મેરુપર્વત પણ ચલિત થતો નથી. હે હૃદય! ભવદુઃખનું કારણ હોવાથી શ્રીભરત વગેરે ધીરપુરુષોએ જે યુવતિઓનો ત્યાગ કર્યો છે તે યુવતિઓમાં રાગ શો? આ પ્રમાણે ભાવના ભાવતા તે મહાત્મા દરરોજ વેશ્યા વડે તર્જના કરાતા હોવા છતાં સજ્જને સ્વીકારેલાની જેમ ક્ષણવાર પણ ધ્યાનથી ચલિત ન થયા. હવે તે મુનિના નિર્મલગુણોરૂપ અમૃતરસથી સ્વસ્થ કરાયેલા મનવાળી અને ઉપશાંત થયેલી તે વેશ્યા ઉત્તમ શ્રી સ્થૂલભદ્રમુનિના ગુણગણની પ્રશંસા કરે છે. હે ધી૨! તમારું આ વ્રત શોભે છે. તમારો જન્મ પણ પ્રશંસા કરાય છે. તમે જ મનુષ્ય-વિદ્યાધર-દેવોને વંદનીય છો. હે ધીર! અગ્નિની જ્વાળાઓમાં રહેવા છતાં જરાપણ બળ્યા નથી. ભૂખી થયેલી રાક્ષસીના મુખમાં ગયા હોવા છતાં બહાર નીકળી ગયા. તેથી હે ઉત્તમમુનિ! હમણાં મેં અજ્ઞાનતાથી આપનો જે અપરાધ કર્યો તેની મને ક્ષમા કરો. કારણ કે મહાપુરુષો હીનજન ઉપર `અનુકંપા જ કરે છે. (૫૦) આ પ્રમાણે વેશ્યા ઉપશાંત થઇ ત્યારે સંવેગ ઉત્પન્ન કરીને તે મુનિ પણ દેશના આપે છે. રૂપ અને યૌવન ગુણથી રહિત છે એનું અને ભવસ્વરૂપનું વર્ણન કરે છે. તે સાંભળીને તે શ્રાવિકા થઇ. વ્રતસહિત સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. રાજાભિયોગને છોડીને બધાય પુરુષોનું પચ્ચક્ખાણ કરે છે. ૧. હીનજન અનુકંપાના વિષયને ઉચિત હોય છે એમ શબ્દાર્થ થાય.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394