Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 375
________________ ૩૬૦-બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા આ તરફ ચારમાસ સુધી સર્વથા આહારના ત્યાગરૂપ તપ કરીને સિંહગુફાથી સાધુ આવ્યા. બીજા સપંબિલથી આવ્યા. ત્રીજા કૂવાની પાળથી આવ્યા. તેમણે મહાતપ વિશેષનું સેવન કર્યું હોવાથી તેમની પ્રશંસા કરવા માટે દરેકને ગુરુએ “દુષ્કરકારકનું સ્વાગત થાઓ” એમ કહ્યું. આમ કહ્યા પછી ત્રણેયનું કંઈક અભુત્થાન કર્યું. ત્યારબાદ શ્રી સ્થૂલભદ્ર સ્વામી આવ્યા. ગુરુ તેમનું અતિશય સંભ્રમથી અભુત્થાન કરે છે, અને આદરપૂર્વક કહે છે કે, દુષ્કરદુષ્કરકારકનું સ્વાગત થાઓ.” તેથી ઇર્ષારૂપ અગ્નિથી બળેલા બીજા ત્રણેય વિચારે છે કે, અહો! અહીં પણ લૌકિક જ ધર્મ છે, કારણ કે વેશ્યાના ઘરમાં સુખથી રહ્યો હોવા છતાં, ત્યાં જ સ્નિગ્ધ ભિક્ષા લેતો હોવા છતાં, નિત્ય ભોજન કરતો હોવા છતાં, સર્વ અંગોમાં પુષ્ટ થયો હોવા છતાં, અન્યલોકની જેમ સ્વાર્થપ્રિય હોવાના કારણે ગુરુએ પણ આ મંત્રીનો પુત્ર છે એ પ્રમાણે કરીને સ્થૂલભદ્રને જેવી રીતે અધિક આદરથી જોયો તેવી રીતે તેવા પ્રકારનું કષ્ટ અનુષ્ઠાન કર્યું હોવા છતાં અમને ન જોયા. બીજા ચોમાસાનો કાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી મુનિ ભવિષ્યના અનર્થને જાણનારા ગુરુએ રોકવા છતાં સ્થૂલભદ્રની ઇર્ષાથી સર્વથા શાસ્ત્રવિરુદ્ધ અભિગ્રહને લઈને કોશાવેશ્યાના ઘરે ગયા. સાધુએ વસતિ માગી એટલે કોશાવેશ્યાએ તે સાધુને પણ તે જ ઉપવન ઘરમાં વસતિ આપી. વિભૂષિત બનેલી તે પ્રસન્નચિત્તથી દરરોજ તે સાધુને ભક્તિથી વંદન કરે છે. તે અતિશય અદ્ભુત રૂપવાળી હોવાથી તે મુનિ તેનામાં અત્યંત આસક્ત થયા. એક દિવસ સહસા તેને પ્રાર્થના કરે છે. તેથી કોશાએ વિચાર્યું. અહો! મહાનુભાવની કર્મ પરતંત્રતા! તેથી ઉપાયથી તેમને પ્રતિબોધ પમાડું. આ પ્રમાણે વિચારીને નિપુણ તેણીએ કહ્યું: ભો! અમે વેશ્યાઓ છીએ. અહીં ધર્મલાભની કિંમત નથી, કિંતુ અર્થલાભની કિંમત છે. તેથી જો અમારું કામ હોય તો કંઈક ધનસમૂહને લાવો. મુનિએ પૂછ્યું: કેટલું? કોશાએ કહ્યું: એકલાખ. સાધુએ કહ્યું કે ભિક્ષાચરોની પાસે આટલું ધન ક્યાંથી હોય? કોશાએ કહ્યું: નેપાળદેશમાં રાજા શ્રાવક છે. દીક્ષિત થયેલા સાધુને લાખમૂલ્યવાળું રત્નકંબલ આપે છે. તેને લાવો. કામરૂપ તિમિરથી વિવેકરૂપ ચક્ષુ બિડાઈ જવાના કારણે તે સાધુ ભરચોમાસામાં ત્યાં ગયા. અને રત્નકંબલ લઈ આવ્યા. કોશાને રત્નકંબલ આપ્યું. 'કોશાએ તેના દેખતાં જ રત્નકંબલ જલદી ખાળમાં નાખી દીધું. રત્નકંબલને ખાળમાં નાખવા માટે રોકતા સાધુએ ખેદપૂર્વક કહ્યું અહો! આવું રત્નકંબલ મહાદુઃખથી હું લાવ્યો છું. આ પ્રમાણે એનો વિનાશ કેમ કરે છે? અવસર પામીને કોશાએ સાધુને પ્રેરણા કરી. તે આ પ્રમાણે– જો એમ છે તો તે મુનિવર! તમે દુઃખથી પ્રાપ્ત થયેલા સંયમરત્નને અશુચિઘરથી પણ અધિક અશુચિ એવી સ્ત્રીઓમાં ન નાખી દો. કારણ કે હે મુનિવર! ક્ષણમાં રાગિણી અને ક્ષણમાં વિરાગિણી ૧. ના તદ્ શબ્દનું સ્ત્રીલિંગમાં તૃતીયા એકવચનનું રૂપ છે. ૨. હ€=જલદી. અથવા હસ્થ=હાથ ધોવાની.

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394