Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 370
________________ બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૫૫ સ્વજનવર્ગના રોકવા છતાં સંસારની તેવી અસારતા જાણીને સુગુરુના ચરણોમાં સુદર્શને ઘણા આડંબરથી દીક્ષા લીધી. અભયા પોતાના દુશ્ચરિત્રના ભયથી પાટલિપુત્રના શમશાનમાં ગળે ફાંસો બાંધીને કાયાને લટકાવીને મરીને વ્યંતરી થઈ. પંડિતા ધાવમાતા પણ રાજાના ભયથી પલાયન થઈને જતી રહી અને ત્યાં જ પાટલીપુત્રમાં દેવદત્તા ગણિકાના ઘરે રહી. ત્યાં પ્રત્યેક અવસરે દેવદત્તા વેશ્યાની આગળ સુદર્શન મુનિની શ્રેષ્ઠરૂપ, મનોહરયૌવન, ગુરુએ આપેલા દઢ વ્રતો વગેરે નિર્મલ કથાઓને કરતી રહે છે. ગણિકા જેટલામાં આ પ્રમાણે તેના ગુણોના શ્રવણથી આકર્ષાયેલી અને પોતાના ગુણગણથી અતિ ગર્વિષ્ઠ બનેલી રહે છે તેટલામાં શરીરમાં ચામડી અને હાડકાં જ બાકી રહ્યા છે તેવા સુદર્શન મુનિ કોઇપણ રીતે તે જ નગરમાં આવ્યા. ગોચરી માટે ગયેલા તે મુનિને જોઇને ધાવમાતાએ ગણિકાને કહ્યું. ગણિકાએ પણ દાસીને મોકલીને ભિક્ષા માટે મુનિને બોલાવ્યા. પ્રસંગથી અજ્ઞાત તે મુનિ આ શ્રાવકકુલ છે એમ સમજીને ત્યાં ગયા. તપથી સુકાયેલી કાયાવાળા પણ મુનિને ગણિકાએ વિસ્તૃત તેજવાળા જોયા. કૃષ્ણપક્ષથી ગ્રસ્ત કરાયેલા પણ ચંદ્રને તેજલક્ષ્મી છોડતી નથી. પછી ઘરનો દરવાજો બંધ કરીને ગણિકાએ વિવિધ પ્રકારના યુવતિભાવોથી ઉપસર્ગ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ગણિકા ઉપસર્ગ કરી રહી હતી ત્યારે જાણે સૂર્ય પણ શરમિંદો બન્યો હોય તેમ અસ્તને પામ્યો. તો પણ પવનથી મેરુપર્વતની જેમ મુનિ ચલિત ન થયા. તેથી તેના ગુણોથી તુષ્ટ થયેલી તેણે પોતાની ઘણી રીતે નિંદા કરીને મુનિને બહાર રમશાનમાં લઈ જઈને મૂકાવી દીધા. હવે તે ઉત્તમ મુનિ ત્યાં જ કાઉસ્સગ્નમાં રહ્યા. ભવિતવ્યતાના કારણે વ્યંતરી અભયાએ તેમને જોયા. પૂર્વના પ્રસંગને વિચારીને પાપિણી તેણે વિવિધ પ્રકારોથી અનુકૂળપ્રતિકૂળ ઉપસર્ગો શરૂ કર્યા. સાત દિવસ સુધી નિરંતર ઉપસર્ગો કર્યા. આ દરમિયાન મુનિએ આ પ્રમાણે ભાવના ભાવી- તે સત્પરુષો ધન્ય છે કે જેઓ પરમપદે ગયા છે. કારણ કે તેઓ જીવોના કર્મબંધનું કારણ બનતા નથી. પણ અમને પામીને જીવો જે રીતે કલેશને પામે છે તે રીતે તું જો. મારું આ રૂપ પણ ડગલે ને પગલે અનર્થનું કારણ થયું. મસ્તકે રહેલા મણિનું તેજ પણ સર્પોના ભયનું કારણ બને છે. તેથી હે જીવ! કર્મના કારણે તને જે જે કંઈપણ (દુઃખ) આવે તેને સમ્યક્ સહન કર. તીર્થકરોનું પણ કર્મ ભોગવ્યા વિના ક્યારેય નાશ પામતું નથી. તે ઘણું સહન કર્યું છે. હમણાં કિનારાને પામ્યો છે. તેથી સમુદ્રને તરીને ખાબોચિયામાં ડૂબ નહિ. આ પ્રમાણે ભાવના ભાવતા તેને ક્રમે કરીને સાતમા દિવસે ઉત્કૃષ્ટ શુભધ્યાનરૂપ અગ્નિ તે રીતે પ્રજ્વલિત થયો કે જેથી ઘાતિકર્મરૂપ વન બળી ગયું. તેથી લોકાલોકને જોવા માટે પ્રદીપ સમાન કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે ઇંદ્ર વગેરે દેવોએ ઉ. ૨૪ ભા.૧

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394