Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 369
________________ ૩૫૪-બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા છે. ઓ સુખદ! મારાં અંગો તીવ્ર કામરૂપ અગ્નિથી સળગેલાં છે. પોતાના સંગરૂપ પાણીથી શાંત કર. મને પ્રત્યુત્તર આપ. આ પ્રમાણે કામરૂપ અગ્નિને પ્રજ્વલિત કરનારી ચેષ્ટાઓ અને વચનોથી જેમ જેમ રાણી ક્ષોભ પમાડે છે તેમ તેમ તે મહાત્મા આ પ્રમાણે વિચારે છે– હે જીવ! જિનધર્મરૂપ રત્નનિધિને ગ્રહણ કરવાના અવસરે આ કોઈક પિશાચણી ઉપસ્થિત થઈ છે. તેથી આ (=એનું) નામ પણ ન લે. હે જીવ! સ્વાભિગ્રહપાલનરૂપ શિવમંદિરની શ્રેણિ ઉપર ચઢતા એવા પણ તને વ્યાકુલ કરીને આ નરકરૂપ અંધારા કૂવામાં નાખે છે. તેથી અશુચિરસનો કોઠાર એવી આની અવગણના કર. નિર્મલ શિવસુખનું કારણ એવા અને નિંદ્રોએ કહેલા ધ્યાનમાં સ્થિર થા. આવી ભાવનાથી નિશ્ચલ હૃદયવાળા તેને ક્ષોભ પમાડવા માટે સમર્થ ન થતી તેણે જાતે જ નખોથી પોતાના શરીરને ઉઝરડીને પોકારવાનું શરૂ કર્યું. પરિજનસહિત રાજા ત્યાં આવ્યો. રાણીને તેવી બીભત્સ જોઈને ગુસ્સે થયેલા રાજાએ વીરપુરુષોને કહ્યું. પોતાના ધન, યૌવન, લાવણ્ય અને રૂપથી ગર્વિષ્ઠ થયેલા આ મહાદુષ્ટને શીધ્ર વધ્યસ્થાનમાં લઈ જાઓ અને દુઃખપૂર્વક મારી નાખો. વધ કરવા યોગ્ય પુરુષની વિભૂષાથી યુક્ત તે આરક્ષક પુરુષો વડે વધ્યસ્થાનમાં લઈ જવાયો. હાહારવથી મુખર (=વાચાળ) નગરી કરુણ રુદન કરી રહી હતી ત્યારે સુદર્શન આ પ્રમાણે ભાવના ભાવે છે. જો કે મેં અકાર્ય કર્યું નથી, એમ જ તેણે મને ખોટું આળ આપ્યું છે, તો પણ હું સત્ય વિગત ન કહું. કારણ કે કહેલી સત્ય વિગત બીજાનો વિનાશ કરે. અનાદિકાળમાં મેં પૂર્વે અનંતમરણોને પ્રાપ્ત કર્યા છે. મરણનો અંત કરનાર હમણાં આ મરણ પણ ઉત્સવરૂપ છે. આ પ્રમાણે ભાવના ભાવતા સુદર્શનના અતિ ઘણા સત્ત્વથી તુષ્ટ થયેલા ભવનપતિ વગેરે ઘણા દેવો ત્યાં આવ્યા. તેના માટે શૂળી કમળરૂપ થઈ ગઈ, અને તલવાર વગેરે શસ્ત્રો પુષ્પમાળાઓ થઈ ગઈ. દેવોએ સુગંધી પુષ્પોની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. આ પ્રમાણે સાંભળીને સંભ્રાન્ત થયેલો રાજા નગરજનોની સાથે ત્યાં આવ્યો. ભય પામેલો તે વારંવાર તેના ચરણોમાં નમીને ખમાવે છે. હે મહાશય! દોષોનું ઘર એવી યુવતિઓનું ચરિત્ર નહિ જાણતા મેં તારો જે અપરાધ કર્યો તેની પ્રસન્ન થઈને મને ક્ષમા આપ. આ પ્રમાણે સંભ્રમથી વારંવાર ખમાવતા રાજાને સુદર્શને કહ્યું: હે રાજન! તમે કે તમારી પત્નીઓએ અહીં અપરાધ કર્યો નથી. પૂર્વે સંચિત કરેલાં કર્મોએ જ મારો અપરાધ કર્યો છે. તેથી મેં જે વિચાર્યું છે તે તમને કહીશ. પણ તમે સ્થિર થાઓ. (૭૫) વિશ્વાસ પામેલા રાજાએ સુદર્શનને ગજસ્કંધ ઉપર બેસાડીને અતિશય મહાન આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યો. મહાદાન આપીને, જિનેશ્વરોની પૂજા કરીને, રાજા, નગરલોક, પિતા અને

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394