________________
૩૫૨- બ્રહ્મચર્ય વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા ખીલાથી તે છાતીમાં વીંધાયો અને નમો અરિહંતાણં બોલતો કાળધર્મને પામ્યો. તેના પ્રભાવથી તે ઋષભદાસના ઘરે અાસીનો પુત્ર થયો. તેનું સુદર્શન એવું નામ કર્યું. તે માત્ર નામથી સુદર્શન ન હતો, કિંતુ ગુણથી પણ ખરેખર સુદર્શન હતો. જેને જોઈને આ વિશ્વ પણ રૂપ આદિથી આશ્ચર્ય પામ્યું. ગર્ભમાં જ પાંચમો મહિનો પસાર થઈ જતાં માતાને ગર્ભના પ્રભાવથી જિન મહોત્સવનો દોહલો થયો. પિતાએ પણ આઠ દિવસ વિસ્તારથી જિનમહોત્સવ કરાવીને આ દોહલો પૂર્ણ કર્યો. ગર્ભમાં વાસ થયો ત્યારથી તેના જ પ્રભાવથી શેઠના ઘરમાં, પરિજનમાં અને કુળમાં બીજાઓને પણ ઋદ્ધિની વૃદ્ધિ અને આરોગ્ય વગેરે થયું. શુકલપક્ષના ચંદ્રની જેમ ક્રમે કરીને વધતો તે સઘળીય કળાઓને પામે છે અને શ્રેષ્ઠ યૌવનને પામે છે. તેના રૂપ-યૌવન-વિલાસ વગેરે સુંદર કળાઓથી આકર્ષાયેલ નગરલોક અન્ય કાર્યોમાં શિથિલ થયો. તેના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રો સંપૂર્ણ વિશ્વમાં સુંદરીઓ વડે ગવાય છે અને દેવાંગનાઓથી પણ તૃષ્ણા સહિત ખવાય છે. (રપ) જાણે તેના ગુણોના અંશોથી નિર્માણ કરાયેલી હોય તેવી, તથા નામથી અને ગુણથી મનોરમા એવી સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રીને તે પરણે છે. હવે તે મનોરમાની સાથે ત્રિવર્ગના સારભૂત સુખ અનુભવે છે. સમય જતાં તેના પિતાએ તેને ઘરમાં (વડિલ તરીકે) સ્થાપીને દીક્ષા લીધી. હવે મણિઓમાં ચિંતામણિની જેમ અને વૃક્ષોમાં કલ્પવૃક્ષની જેમ તે શ્રેષ્ઠનગરીમાં સુદર્શન અતિશય ઉત્તમ થયો. તેને કોઈપણ રીતે કપિલ પુરોહિતની સાથે મૈત્રી થઈ. પુરોહિતની કપિલા નામની પત્ની છે. હર્ષથી પૂર્ણ પુરોહિત સુદર્શનના દેવીઓના પણ મનને હરનારા અને જગતમાં શ્રેષ્ઠ એવા ગુણો કપિલાને સદાય કહે છે. સુદર્શનને પ્રત્યક્ષ ન જોયો હોવા છતાં તેના માત્ર ગુણોના શ્રવણથી જ તેનો કામ તે રીતે કુપિત થયો કે જેથી તે અરતિથી પણ ભેટાઈ. હવે ક્ષણવાર પણ સુખને ન પામતી તે સંગના ઉપાયોને વિચારે છે. પછી ઘણા દિવસોના અંતે નિશ્ચય કરીને દાસીને સુદર્શનની પાસે મોકલી. તેણે જઈને કહ્યું કપિલ પુરોહિત શરીરથી કંઈક ગ્લાન છે. તેથી તમે ત્યાં આવો. આ પ્રમાણે સાંભળીને સુદર્શન ત્યાં ગયો. કપિલાએ તેને કહ્યું: અંદર પ્રવેશ કરો, કપિલને જુવો. તેથી તે જેટલામાં અંદર પ્રવેશ્યો તેટલામાં કપિલા તેની પાછળ પેઠી. વિકારસહિત નિરીક્ષણ કરીને અને વિકારી વચનપૂર્વક તેની પાસે (વિષયસુખની) પ્રાર્થના કરી. તેથી તેણે વિચાર્યું. અહહ! જો, અહીં કેવી રીતે સંકટમાં પડ્યો! અપમાનિત કરાયેલી આ ચોક્કસ મારશે અથવા પોતે મરશે. હું છલથી કેવી રીતે અહીં લવાયો? અથવા સ્ત્રીચરિત્રોને બૃહસ્પતિ પણ જાણતો નથી. તેથી આનાથી શું? પછી તેણે કહ્યું છે ભદ્રા! આ કરું, પણ હું નપુંસક છું, તારા માટે અયોગ્ય છું. લોકમાં હું પોતાને છુપાવીને