________________
બ્રહ્મચર્ય વિષે].
ઉપદેશમલા (પુષ્પમાલા) સુદર્શનમહર્ષિની કથા-૩૫૧ સ્વયં વરનારા કૃષ્ણ જેવો પરાક્રમી દધિવાહન નામનો રાજા તે નગરીનું પાલન કરે છે. તેમાં ધનથી કુબેર જેવો ઋષભદત્ત નામનો શ્રેષ્ઠી ત્યાં રહે છે. તેની અદાસી નામની પત્ની છે. તથા ભેંસોને સંભાળનારો સુભગ નામનો નોકર છે.
આ પ્રમાણે કાલ પ્રવર્તી રહ્યો હતો ત્યારે ત્યાં એકવાર પરાક્રમી રાજાની તલવાર સમાન, શ્રેષ્ઠ પુંડરીક ( શ્વેત)કમળોનો જેણે નાશ કર્યો છે તેવો, પક્ષીઓના જીવનને હરનાર, દુષ્ટ રાજાની જેમ 'જડનો આશ્રય, જેમાં પથારી, ધાબળો, અગ્નિ, અને સુંદર સ્ત્રીના પુષ્ટ સ્તનપટ્ટ પ્રિય બન્યા છે તેવો, જેમાં તીવ્ર પવનથી હણાયેલાં વૃક્ષોમાંથી ધણાં જીર્ણ પત્રો પડી રહ્યાં છે તેવો, ઠંડીના કારણે સૂર્યનો પ્રતાપ પણ જેણે ખંડિત કરી નાખ્યો છે તેવો, જેણે ઘણા જીવોને મારી નાખ્યા છે તેવો, અને અતિભંયકર એવો શિયાળો પ્રવર્યો.
ત્યાં આ પ્રમાણે શિયાળો પ્રવર્તી રહ્યો છે ત્યારે સુભગ ભેંસોને લઇને કેટલામાં જંગલમાં ગયો તેટલામાં એકસ્થળે એકાંત પ્રદેશમાં કંઇક પરમ પદાર્થના સારનું ધ્યાન કરતા, સુમેરુપર્વતની જેમ નિશ્ચલ, કાયોત્સર્ગમાં રહેલા, શ્રેષ્ઠ એક ચારણમુનિને જુએ છે. આવા મુનિને જોઈને ઉત્પન્ન થયેલી ઘણી ભક્તિથી ભેંસોને ચરતી મૂકીને આખો દિવસ મુનિની પÚપાસના કરે છે. સાંજે અતિઠંડીના કારણે જેનાં સર્વ અંગો કંપી રહ્યાં છે તેવો સુભગ સાધુને નમીને ભેંસોની સાથે ઘરે ગયો. સુભગ તે સાધુના ગુણોને ચિંતવે છે અને પોતાના મનમાં ભાવિત કરે છે. તે મુનિ આખી રાત આવી ઠંડીને કેવી રીતે સહન કરશે? આ પ્રમાણે વિચારતો તે નિદ્રાને પામતો નથી. પ્રભાત થતાં ફરી પણ તે જ પ્રમાણે તે મુનિને વંદન કરે છે અને સેવા કરે છે. તેના જોતાં જ તે મુનિ “નમો અરિહંતાણં” એમ બોલીને કાયોત્સર્ગ પારીને આકાશમાં ઉડી ગયા. પછી આ આકાશગામિની વિદ્યા છે એમ માનતો સુભગ “નમો અરિહંતાણં” એ પદને બોલતો ફરે છે. બધી ક્રિયાઓ પ્રાયઃ “નમો અરિહંતાણં” એ પ્રમાણે બોલતો કરે છે. (સુભગને આ રીતે નમો અરિહંતાણ પદને બોલતો જાણીને ઋષભદત્ત શેઠે તેની પ્રશંસા કરી.) ઋષભદત્ત વડે પ્રશંસા કરાયેલા તેને (નમસ્કાર પ્રત્યે) ભક્તિ થઈ. હવે એકવાર ભેંસોને નદીના સામે કિનારે જતી રોકવા માટે સુભગ નદીમાં કુદકો મારે છે. તેમાં ખુંપેલા તીણ
૧. અહીં નડે શબ્દ કયર્થક છે. રાજાના પક્ષમાં ન એટલે જડ માણસો. શિયાળાના પક્ષમાં નડે એટલે ઠંડી. ૨. તત્ત= પથારી. રસ્તય શબ્દ પ્રાકૃતકોશમાં જોવામાં આવ્યો નથી. સંસ્કૃત શબ્દકોશમાં 7 શબ્દ છે.
તેના અનેક અર્થોમાં કામળો-ધાબળો એવો પણ એક અર્થ છે. આથી અહીં રસ્તય શબ્દનો ધાબળો અર્થ લખ્યો છે. ૩. ડું તીવ્ર. ૪. ધન = ઘણાં.