Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 364
________________ ચોથા વ્રતમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મચર્યની નવ ગુક્તિઓ-૩૪૯ પાસે આવી પહોંચ્યો છે તેવી રીતે આપણી પણ પાસે જેટલામાં ન આવી પહોંચે તેટલામાં આના ભયથી જ પલાયન થઇ ગયેલા મુનિરૂપ મુસાફરોથી આચરાયેલા માર્ગથી મોક્ષનગરમાં જઈએ. ત્યાં પરિજનસહિત તે હોતો નથી. હવે પ્રિયાએ કહ્યું: ‘તમારી પત્ની એવા માત્ર શબ્દને ઇચ્છતી એવી મારું સઘળું ય લૌકિક સુખ આ પ્રમાણે સિદ્ધ થયું છે. હવે પછી અહીં પ્રસંગ( કામક્રીડા) શો? દેવો પણ સાગરોપમોથી પણ વિષયસંબંધી તૃષ્ણાથી રહિત થતા નથી. તેથી સંતોષ જ વિષયતૃષ્ણાનું નિયંત્રણ કરે છે. હે નાથ! તેથી ઇચ્છિત કરો. તમારા અભિપ્રેત માર્ગમાં હું પણ તૈયાર છું. કારણ કે કુલવધૂઓને પતિથી પ્રતિકૂલ પ્રવૃત્તિનો નિષેધ છે. પછી નાગદત્તે કહ્યું: હે પ્રિયે! તે ઘણું સારું કહ્યું. પછી ઘણું દાન આપીને, જિનોની પૂજા કરીને, ચારિત્ર લઈને તથા વિધિથી ચારિત્ર પાળીને, બંનેય વૈમાનિક દેવામાં ગયા. ક્રમે કરીને મોક્ષમાં જશે. [૧૫૨] આ પ્રમાણે નાગદત્તની કથા પૂર્ણ થઈ. હવે ચોથા વ્રતના પાલનનો ઉપદેશ કહે છેनवगुत्तीहिं विसुद्धं, धरिज बंभं विसुद्धपरिणामो । सव्ववयाणवि पवरं, सुदुद्धरं विसयलुद्धाणं ॥ १५३॥ વિશુદ્ધ પરિણામવાળા બનીને નવગુપ્તિથી વિશુદ્ધ બ્રહ્મચર્ય ધારણ કરવું. સર્વવ્રતોમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્યવ્રતને વિષયલુબ્ધ જીવો અતિશય દુઃખપૂર્વક ધારણ કરી શકે છે. વિશેષાર્થ-નવગુપ્તિઓ આ પ્રમાણે છે-(૧) સ્ત્રી-પશુ- નપુંસકથી રહિત ઉપાશ્રયમાં રહેવું. (૨) સ્ત્રીકથાનો ત્યાગ કરવો. (૩) સ્ત્રીલોક જે આસન ઉપર બેઠો હોય તે આસનનો (બે ઘડી સુધી) ત્યાગ કરવો. (૪) સ્ત્રીના અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું. (૫) ગૃહસ્થોની સાથે ભીંતના આંતરે રહેવાનો ત્યાગ કરવો. (૬) પૂર્વે કરેલી કામક્રીડાઓનું સ્મરણ ન કરવું. (૭) અતિસ્નિગ્ધ આહાર ન વાપરવો. (૮) અધિક આહાર ન વાપરવો. (૯) વિભૂષા ન કરવી. આવું બ્રહ્મચર્યવ્રત વિષયલુબ્ધ જીવો માટે દુર્ધર છે, મહાસત્ત્વવંત જીવો માટે નહિ. કહ્યું છે કે- “શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ વિષયો કાયર પુરુષને પોતાને વશ કરે છે, સત્પષને નહિ. કરોળિયાની જાળ મચ્છરને બાંધે છે, હાથીને નહિ.” [૧૫૩] . देवेसु वीतरायो, चारित्ती उत्तमो सुपत्तेसु । दाणाणमभयदाणं, वयाण बंभव्वयं पवरं ॥ १५४॥

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394