________________
ત્રીજાવ્રતમાં દઢતા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નાગદત્તની કથા-૩૪૭ રાજમાર્ગમાં લઈ આવ્યો. આણે રાજાનું કુંડલ ચોરવાનો અપરાધ કર્યો છે એવી ઘોષણા કરવામાં આવે છે. ઘર, કિલ્લો, દેવગૃહ, દુકાન અને દેવમંદિરની ઉપર ચઢેલો નગરલોક વિલાપ કરતો આ પ્રમાણે બોલવા લાગ્યોઅહીં! જો, વિચારમાં મૂઢ રાજાનું આ કેવું અકાર્ય? જુઓ, મંત્રીઓને અને નગરરક્ષકને પણ મતિભ્રમ કેવી રીતે થયો? (૭૫) નાગદત્ત પણ આ પ્રમાણે “ચોર” એવી કદર્થના જ્યાં પામે છે ત્યાં હું માનું છું કે ભવિતવ્યતા આ દેશ ઉપર પણ કુપિત થઇ છે કે શું? કદાચ અમૃત પણ વિષ થાય, ચંદ્ર પણ અગ્નિકણોને છોડે, તો પણ કોઇપણ રીતે નાગદત્ત આવું અકાર્ય ન કરે. દુર્જનો કોઈપણ રીતે સજ્જન ઉપર ખોટો પણ દોષ મૂકે તો પણ બુદ્ધિરૂપ વૈભવવાળા લોકો તેને સાચું ગણતા નથી. લોકમાં બધા સ્થળે શત્રુ, મિત્ર અને મધ્યસ્થ હોય છે. કર્મો જેણે દોષ કર્યો છે તેને ઢાંકે છે, અને જેણે દોષ કર્યો નથી તેને દોષ આપે છે. જો આવા પણ સપુરુષો આવી અવસ્થાને પામે છે તો હજી પણ ઘરવાસમાં આસક્તિ કરવી એ ચોક્કસ મહામોહ છે. આ પ્રમાણે લોક વિલાપ કરી રહ્યો છે એવી અવસ્થામાં નાગદત્ત જેટલામાં જાય છે ત્યારે તેણે પોતાના પિતાના ઘરની ઉપર રહેલી નાગવસુને જોઈ. હાર અને કંદોરો વગેરે સર્વ આભૂષણોને તોડી રહી છે. નિષ્ફર હાથના પ્રહારોથી વક્ષસ્થળમાં તાડન કરી રહી છે. સુખને આપનારો ક્યારેક દેખાય તો ક્યાંક કોઇપણ રીતે શાંતિ કરશે. હું આટલાથી સંતુષ્ટ છું. તો પણ લુચ્ચા વિધિએ મારું તે પણ સહન ન કર્યું. મારા જીવનથી આ લાંબા કાળ સુધી જીવે, હું જ મરી જઉં. ઇત્યાદિ વિલાપ કરતી તે મૂર્શિત થાય છે, ભૂમિ ઉપર પડે છે, અને ઉઠે છે. વધારે કહેવાથી શું? તેણે તે રીતે વિલાપ કર્યો કે જેથી સમાન દુઃખવાળી પણ સંપૂર્ણ નગરી તેને તે રીતે જોઇને લાખ ગુણા દુઃખવાળી થઈ. તેની તે રીતની સ્નેહપૂર્ણ ચેષ્ટા જોઇને જેનું હૃદય આકર્ષાયું છે એવો નાગદત્ત મનમાં આવો વિચાર કરે છે. જો કોઈ પણ રીતે હું આવી અવસ્થાને ઓળંગી જઈશ તો હું આ બાલિકાને પરણ્યા પછી જિનોઃ વ્રતને આચરીશ. હવે જો મારી આ અવસ્થા પસાર ન થાય તો હું સિદ્ધોની સાક્ષીએ આગાર સહિત ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરું છું. આ પ્રમાણે પચ્ચકખાણ કરીને તે ક્રમથી વધ્યસ્થાને પહોંચ્યો.
નાગવસુ પણ વેગથી કોઈપણ રીતે પોતાને જીવતી રાખીને ભક્તિપૂર્વક અતિવિસ્તારથી જિનપ્રતિમાઓની પૂજા કરીને શાસનદેવની આરાધના માટે કાયોત્સર્ગ કરે છે. આ તરફ નગરરેક્ષકે નાગદત્તને જલદી શૂળી ઉપર ચડાવ્યો. તેથી દેવે શૂળીને તડતડ એમ ભાંગી નાખી. બીજીવાર શૂળી ઉપર ચડાવ્યો તો બીજીવાર પણ દેવે ભાંગી નાખી. એ પ્રમાણે ત્રીજીવાર પણ થયું. તેથી મોટા વૃક્ષની ડાળમાં ફાંસો બાંધીને લટકાવેલા તેનો ફાંસો