________________
૩૪૬-ત્રીજાવ્રતમાં દઢતા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા એ પ્રમાણે પણ કુંડલ ન મળ્યું. એકવાર આઠમના દિવસે પ્રતિમાનો સ્વીકાર કરવા માટે બહાર ઉદ્યાનમાં સંધ્યા સમયે જતો નાગદત્ત નગરની પાસેના સ્થાનમાં કોઇપણ રીતે ધૂળના છિદ્રોમાંથી નીકળેલા કિરણોના પ્રકાશથી કાળાસર્પની જેમ કુંડલને જોઇને જલદી બીજા માર્ગે ગયો. નજીકમાં રહેલા વસુદત્તે કોઈપણ રીતે આ જોયું. બરોબર જોતાં જણાયું કે આ નાગદત્ત છે. આ જલદી કેમ પાછો ફર્યો એમ શંકાવાળો તે જેટલામાં ત્યાં આવ્યો તેટલામાં કુંડલને જોઈને ખુશ થઈને ગ્રહણ કરે છે. વિચારે છે કે-ખોટું પણ આ છિદ્ર એને થાય. આ સાચા અપરાધથી અમારે યોગ્ય નહિ થાય. ઇત્યાદિ વિચારીને (આગળ) જઇને તેણે પ્રતિમામાં રહેલા નાગદત્તને જોયો. તેની પાસે કુંડલ મૂકીને રાજાને કહેવડાવ્યું કે હે દેવ! આપનું કુંડલ નાગદત્ત ચોર્યું છે. કુંડલિની સાથે તે અમને મળ્યો છે. આપ જે કહો તે કરીએ. આ પ્રમાણે સાંભળીને જાણે વજથી હણાયો હોય તેવો રાજા વિચારે છે કે આ શું? મારા પ્રિય મિત્રના પુત્રમાં આ યુગાન્ત પણ આ કેવી રીતે હોય? નાગદત્ત ચોરીના માલસહિત છે એમ આ કહે છે. તેથી અહીં વિચાર કરવો એ યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને નાગદત્તને પોતાની પાસે લઈ આવવાનું કહે છે. પોતાની આગળ લવાયેલા નાગદત્તને રાજાએ ગળામાં રહેલા કુંડલથી જાણે તે પરાભવરૂપ તાપને દૂર કરવા માટે ચંદ્ર સાંનિધ્ય કર્યું હોય તેવો જોયો. બહુમાનપૂર્વક ઘણા પ્રકારોથી તેને આ વૃત્તાંત પૂક્યો. પ્રતિમામાં પર્વતની જેમ સ્થિર રહેલો તે કંઈપણ બોલતો નથી. તેથી વૃદ્ધ પુરુષોએ રાજાને કહ્યું છે દેવ! હજી સુધી તેનો નિયમ પૂરો થયો નથી. તેથી સૂર્યોદય સુધી રહો. તેથી રાજાએ વિલંબ કર્યો. રાત્રિ પૂર્ણ થતાં ક્રમે કરીને સૂર્યોદય થતાં નાગદત્તે વિચાર્યું. આણે નિરપરાધી મને ખોટું આળ આપ્યું છે. તેથી જો સાચું કહું તો આ ચોક્કસ અનર્થ પામે. ઉત્તમ પુરુષોનો આ માર્ગ નથી. અથવા આ ભવ પરભવનાં દુઃખોનું કારણ એવા પરદોષ કથનમાં ઉત્તમ પુરુષોની જીભ ઉદાસીન રહે છે. આણે મારું કશું કર્યું નથી. પૂર્વકર્મો અપરાધ કરે છે, તેથી ભલે શિરછેદ થાઓ, તો પણ હું પરદોષને ન કહું. આ પ્રમાણે તેણે નિર્ણય કર્યો. રાજાએ તેને ફરી પણ અતિશય ઘણું પૂછ્યું. નાગદત્ત કોઇપણ રીતે ઉત્તર આપતો નથી.
હવે ગુસ્સે થયેલા રાજાએ તેનો વધ કરવાની આજ્ઞા કરી. આથી તેના શરીરે જલદીથી રક્તચંદનનું વિલેપન કર્યું. જીર્ણવસ્ત્રના ટુકડા તેને પહેરાવ્યા. ઘાસની શાહીથી તેના શરીરે ઘણાં તિલક કર્યા. તેના ઉપર સૂપડાનું છત્ર ધરવામાં આવ્યું. ગળામાં કોડિયાઓની માળા લટકાવવામાં આવી. તેને ગધેડા ઉપર બેસાડ્યો. તેના આગળના ભાગમાં વિરસ નગારું વગાડવામાં આવે છે. આવી સ્થિતિવાળા તેને હર્ષ પામેલો આરક્ષક
૧. જેમ કાળા સર્પને જોઈને બીજા માર્ગે જાય તેમ કુંડલને જોઈને બીજા માર્ગે ગયો.