________________
૩૪૮- ત્રીજાવ્રતમાં દૃઢતા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા
તૂટી ગયો. હવે ક્ષોભ પામેલા તેણે તલવારથી ડોકમાં હણ્યો તો તીક્ષ્ણ તલવાર પણ પુષ્પમાળા થઇને તેના ગળામાં રહી. હવે સકલ લોકે તેની પ્રશંસાની ઘોષણા કરી. રાજાના અધિકારી પુરુષો પણ ગભરાઇને રાજાને કહે છે. અતિશય ભય પામેલા રાજાની આજ્ઞાથી સેવકો તેને ત્યાં લઇ આવ્યા. રાજાએ અતિશય ઘણા આદરપૂર્વક ઘણા આગ્રહથી પૂછ્યું: હે મહાયશસ્વી! આ વૃત્તાંત શો છે? નાગદત્તે કહ્યું: હે રાજન! જો વસુદત્તને અભય આપો તો કહું. રાજાએ સ્વીકાર્યું એટલે તેણે કુંડલનું અવલોકન વગેરે સઘળોય વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ અતિ ઘણા હર્ષથી નાગદત્તની પૂજા કરી. પછી હાથણીની પીઠ ઉપર પોતાની પાસે તેને બેસાડ્યો. ઘણી વિભૂતિથી નગરમાં બધા સ્થળે તેને ફેરવીને તેના ઘરે માતા-પિતાને અર્પણ કર્યો. વસુદત્તને તેનું ધન લઇને દેશમાંથી બહાર કાઢી મૂક્યો. નાગદત્તના ઘરે લોક વધામણી આપવા માટે આવે છે. પ્રિય પૂછવા માટે ત્યાં આવેલા પ્રિયમિત્રે કહ્યું: હે નાગદત્ત! નાગવસુ જિનેશ્વરોની આગળ કાઉસ્સગ્ગમાં રહી, તેથી તું મુક્ત થયો અને તેં યશને પ્રાપ્ત કર્યું. ઇત્યાદિ પ્રિયમિત્રે કહેલું સાંભળીને અને પૂર્વે સ્વયં (તેની સ્થિતિ) જોઇને તેનું હૃદય નાગવસુ પ્રત્યે સદ્ભાવથી આકર્ષાયું. આથી તેણે તેને પરણવા માટે સ્વીકાર કર્યો. અંદર અને બહાર નિર્મલ માણસોથી સારા પણ માણસો આકર્ષાય છે. અથવા સજ્જનોથી લોકગુરુ પણ આકર્ષાય છે. જો, મહાદેવ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરે છે. (૧૦૦) (ચંદ્ર નાનો હોવા છતાં નિર્મલ હોવાના કારણે તેણે મોટા એવા મહાદેવને આકર્ષિત કર્યો. આથી મહાદેવ ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કરે છે.)
ઘણા આડંબરથી સારા દિવસે નાગદત્ત નાગવસુને પરણ્યો. અને તેની સાથે પાંચ પ્રકારના ભોગોને ભોગવે છે. સમય જતાં એકવાર નાગદત્ત ભવનની ઉપર ઝરુખામાં પ્રિયતમાની સાથે રહેલો છે. નજીકના ઘરમાં યમરૂપી સિંહે વણિક શ્રેષ્ઠીના પુત્રનું સહસા હરણની જેમ હરણ કર્યું. તેથી રૂદનનો અવાજ થયો. હવે નાગવસુએ કહ્યું: હે નાથ! અતિવિરસ આ શું દેખાય છે? તેથી નાગદત્તે કહ્યું: હે સુતનુ! કહું છું. તું સાંભળ. જેના ભયથી તે આવે એ પહેલાં જ યત્ન કરીને મૂઢ મેં ઇચ્છિત પણ ન કર્યું તે યમરૂપ સિંહનો આ પ્રયત્ન છે. આ સુખીને કે દુ:ખીને, શ્રીમંતને કે દરિદ્રને, પંડિતને કે મૂર્ખને ગણકારતો નથી. જેવી રીતે દાવાનલ વૃક્ષસમૂહને બાળે તેમ આ જીવસમૂહને બાળે છે. આ વિદ્યમાન હોય ત્યારે વિષયોનું સેવન મહામોહ છે. મસ્તક ઉપર અગ્નિ સળગી રહ્યો હોય ત્યારે કોણ નિશ્ચિંત સુવે? જો આજે પણ કોઇપણ રીતે તે સમર્થ નથી થતો તો પણ તેની જરારૂપી રાક્ષસી અને વ્યાધિરૂપ પિશાચ એ પ્રચંડ પરિજન લોકને પીડે છે. તેથી હે સુતનુ! આ સંસારમાં મૃત્યુરૂપી સિંહ જેવી રીતે વિષયોમાં આસક્ત બનેલાઓની