________________
૨૫૪-સમ્યક્તદ્વાર ૨૫૪-લ્સમ
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કેવો જીવ ગ્રંથિને ભેદે [અનિવૃત્તિકરણમાં રહેલ જીવ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત પછી અંતર્મુહૂર્ત જેટલા કાળમાં દર્શનમોહનીયકર્મનાં જેટલાં દલિકો ઉદયમાં આવવાના હોય તેટલા દલિકોને ત્યાંથી લઇને ઉપરની સ્થિતિમાં અને નીચેની સ્થિતિમાં નાખીને અંતર્મુહૂર્ત સુધીની સ્થિતિને દર્શનમોહનીયકર્મના દલિકોથી રહિત કરે છે. અહીં મિથ્યાત્વની સળંગ સ્થિતિના બે વિભાગ થઈને વચ્ચે આંતરું પડતું હોવાથી આને અંતરકરણ કહેવામાં આવે છે.
અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થતાં જ જીવ અંતરકરણમાં પ્રવેશ કરે છે. જેમ ઊખરભૂમિમાં આવતાં અગ્નિ શાંત બની જાય છે તેમ અંતરકરણમાં પ્રવેશ થતાં જ દર્શનમોહનીયનાં કર્મોનો ઉદય સ્થગિત બની જાય છે. આથી જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. અહીં યંત્ર આ પ્રમાણે છે –].
ક્રમશઃ દલિક રચના •••••••••••••
વચ્ચે કર્મોના અભાવરૂપ ઉપશમ
આનો તાત્પર્યાર્થ એ છે કે અંતર્મુહૂર્ત કાલ સુધી જીવ સર્વથા જ મિથ્યાત્વને વેદતો નથી. અંતરકરણના પ્રવેશના પ્રથમ સમયથી પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અંતરકરણમાં રહેલો જીવ સત્તામાં રહેલા મિથ્યાત્વને વિશુદ્ધ કરીને ત્રણ પુંજ કરે છે. જેવી રીતે માદક કોદરાને ઔષધિથી શુદ્ધ કરે છે. શુદ્ધ કરાતા કોદરામાંથી કેટલાક કોદરા શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે, તેમાં પણ કેટલાક બિલકુલ શુદ્ધ થતા નથી. એ પ્રમાણે જીવ પણ અધ્યવસાય વિશેષથી જિનવચન ઉપર રુચિ થવામાં બાધક દુષ્ટરસનો ઉચ્છેદ કરવા દ્વારા મિથ્યાત્વને શુદ્ધ કરે છે. શુદ્ધ કરાતું મિથ્યાત્વ પણ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે થાય છે. તેમાં શુદ્ધપુંજ સર્વજ્ઞ ધર્મના સમ્યક્ સ્વીકારમાં પ્રતિબંધક ન હોવાથી ઉપચારથી સમ્યકત્વપુંજ કહેવાય છે. બીજો અર્ધશુદ્ધપુંજ મિશ્રપુંજ કહેવાય છે. તેના ઉદયમાં જિનધર્મમાં મધ્યસ્થભાવ જ થાય છે. અશુદ્ધપુંજ અરિહંત આદિનો ખોટી રીતે સ્વીકાર કરાવનાર હોવાથી મિથ્યાત્વપુંજ કહેવાય છે.
આ પ્રમાણે અંતરકરણમાં અંતર્મુહૂર્તકાળ સુધી પથમિક સમ્યકત્વનો અનુભવ કર્યા પછી કોઈ જીવને સમ્યકત્વપુંજ ઉદયમાં આવે છે. સમ્યકત્વપુંજને વેદતા જીવનું ૧. અહીં કાઉસવાળું લખાણ ટીકા સિવાયનું વધારાનું છે.