________________
૩૪૨-અસત્ય બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વસુરાજાની કથા પક્ષ કહ્યો. વૃદ્ધ બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે- હે દેવ! જેવી રીતે ગ્રહોને ચંદ્ર, દેવોને ઇંદ્ર, સર્પોને શેષનાગ અને પક્ષીઓને ગરુડપક્ષી પ્રમાણ છે, તેવી રીતે પ્રજાઓને આપ જ પ્રમાણ છો. વળી આ વિવાદ આપના જ આશ્રયે રહેલો છે. જીવલોકમાં સત્યવચન જ વખણાય છે. કારણ કે વેતાલ, શાકિની, યક્ષ, પિશાચ, રાક્ષસ, સર્પ, પાણી, અગ્નિ, શસ્ત્ર અને સિંહ સત્યપ્રતિજ્ઞાવાળા આગળ સમર્થ થતા નથી. સત્યના પ્રભાવથી પૃથ્વી હાલતી નથી–સ્થિર રહે છે, સમુદ્રો મર્યાદાથી ચલિત થતા નથી, શિશિરઋતુ, ગ્રીષ્મઋતુ અને વર્ષાઋતુ પોતાના સ્વરૂપને મૂકતી નથી. લોકમાં પણ સત્યવાદીઓનું ઘટ વગેરે દિવ્ય સ્કૂરે છે. તેથી સત્ય સિવાય બીજા કોની અમે પ્રશંસા કરીએ? તેથી આ બેના આ વિવાદમાં જે સત્ય હોય તે મહેરબાની કરીને મધ્યસ્થબુદ્ધિથી અને રાગ-દ્વેષરહિત અંતઃકરણથી જણાવો. આ પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણોએ અતિનિપુણ કહ્યું હોવા છતાં અવિવેકરૂપ તિમિર રોગથી ચંચલ થયેલી તત્ત્વદૃષ્ટિવાળા રાજાએ સહસા જ પર્વતકના ખોટા પણ પક્ષનું સમર્થન કર્યું. તેથી સમર્થન કર્યા બાદ તુરત જ ગુસ્સે થયેલા કુલદેવતાએ રાજાને પગની પેનીથી પ્રહાર કરીને સિંહાસનથી નીચે પાડ્યો અને પાતાલમાં ફેંક્યો. તેથી આ..હા...! આ શું? એમ લોક ભય પામ્યો. પર્વતકનો અને રાજાનો સર્વત્ર ધિક્કાર પ્રવર્યો. નારદની ઘણી પ્રશંસા ફેલાણી. પછી વિવિધ પ્રકારની વિડંબના પૂર્વક પર્વતકને નગરમાંથી બહાર કાઢ્યો. અને વસુરાજાના પુત્રનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. પિતાના પ્રસંગથી ગુસ્સે થયેલા દેવતાએ તેને પણ પાડી નાખ્યો. એ પ્રમાણે બીજા પણ ક્રમશઃ સાત વસુપુત્રોને તેની દુનીતિથી જ તે જ દેવતાએ પાડી નાખ્યા. અભિનિવેશવાળા બનેલા પર્વતને ત્યારથી અતિશય સારી રીતે યજ્ઞોમાં જીવહિંસાની પ્રરૂપણા કરી. આ પ્રમાણે વસુરાજાનું અસત્ય વચન અધોગતિનું શ્રેષ્ઠ કારણ અને આ જ જન્મમાં અપકીર્તિનું કારણ સાંભળીને ગુણપાલનમાં ઉઘુક્ત પુરુષો સાચું બોલો. [૧૫૦]
આ પ્રમાણે વસુરાજાનું કથાનક પૂર્ણ થયું. હવે ત્રીજાવ્રતના પાલનના ઉપદેશને કહે છેअयि दंतसोहणंपि हु, परदव्वमदिन्नयं न गिण्हिज्जा । इहपरलोयगयाणं, मूलं बहुदुक्खलक्खाणं ॥ १५१॥
બીજાએ નહિ આપેલું દાંતખોતરણી જેટલું પણ પરદ્રવ્ય ગ્રહણ ન કરવું. નહિ આપેલું પરદ્રવ્યનું ગ્રહણ આ લોક-પરલોકસંબંધી ઘણા લાખો દુઃખોનું મૂળ છે. [૧૫૧]
આ જ વ્રતનું દૃષ્ટાંત દ્વારા સમર્થન કરતા ગ્રંથકાર કહે છેतइयव्वए दढत्तं, सोउं गिहिणोऽवि नागदत्तस्स । कह तत्थ हुंति सिढिला, साहू कयसव्वपरिचाया? ॥ १५२॥