Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 355
________________ ૩૪૦- અસત્ય બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વસુરાજાની કથા આ તરફ વિંધ્ય પર્વતની મેખલામાં એક શિકારીએ હરણ ઉપર બાણ છોડ્યું. તે બાણ વચ્ચે અથડાયું. વિસ્મય પામેલા શિકારીએ વિચાર્યું આ શું આશ્ચર્ય છે? ત્યારે ત્યાં હાથના સ્પર્શથી તેણે આ સ્ફટિકની શિલા છે એમ જાણ્યું. આકાશમાં અને આ સ્ફટિક શિલામાં કોઈ ભેદ જણાતો નથી. કારણ કે સ્ફટિક શિલાના આંતરે રહેલી પણ હરણ વગેરે વસ્તુ દેખાય છે. (રપ) હાથના સ્પર્શ વિના માંસના ચક્ષુથી આ ન જણાય. તેથી આ સ્ફટિક મહારત્ન છે અને રાજાઓને યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે વસુરાજાને આ વાત કહી. વસુરાજાએ પણ તે સ્ફટિકશિલા લીધી. તેને ઘણું ધન આપ્યું. રાજાએ ગુપ્તપણે જ તે સ્ફટિકનું સિંહાસન કરાવ્યું. તેને ઘડનારા માણસોને મારી નાખ્યા. પછી તે સિંહાસન રાજસભામાં મૂક્યું અને રાજા પોતે તેના ઉપર બેઠો. કોઈ બધી તરફ આસનની નજીક જવા પામતો નથી. આ રાજા સત્ય વગેરે ગુણોથી પૂર્ણ છે, અને નીતિમાં તત્પર છે, એથી આકાશમાં રહે છે એવો લોકમાં પ્રવાદ થયો. ચોક્કસ ગુણોથી તુષ્ટ થયેલા દેવતાઓ એનું સાંનિધ્ય કરે છે. આ પ્રમાણે ભય પામેલા ઘણા રાજાઓ તેને પ્રણામ કરનારા થયા. હવે એકવાર કયારેક ઉપાધ્યાયના પુત્રના દર્શન કરવા માટે શિષ્યોથી પરિવરેલો નારદ ત્યાં આવ્યો. આ દરમિયાન પર્વતક “બૈર્થવ્યમ્' એ ઋગ્વદપદનું નારદની સમક્ષ શિષ્યો આગળ વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે– અજ એટલે પશુઓ. પશુઓથી યજ્ઞ કરવો. આ સાંભળીને બે કાન બંધ કરીને નારદે કહ્યું: આ..હા...! પાપ શાંત થાઓ. કારણ કે જો પશુઓથી યજ્ઞ થતો હોય તો બૃહદારણ્યકમાં વાજપેય યજ્ઞમાં “દાન, દમન અને દયા આ ત્રણ શીખે” ઇત્યાદિ વેદવાક્ય જે કહ્યું છે તે વિરોધવાળું થાય. તથા ચતુષ્ટય લક્ષણને કરતા વ્યાસે પણ કહ્યું છે કે-“ જે ધર્માત્મા છે તેને પંડિત જાણવો, નાસ્તિક મૂર્ખ કહેવાય છે, જે સર્વ જીવોનું હિત કરે છે તેને સાધુ કહ્યો છે, જે નિર્દય છે તેને અસાધુ(દુષ્ટ) કહ્યો છે. ચાલતો હોય કે બેઠો હોય, જાગતો હોય કે સૂતો હોય, જે જીવોનું હિત કરતો નથી તેનું જીવન નિરર્થક છે. મારે મરવાનું છે એમ જાણીને પુરુષને જે દુઃખ થાય છે તે અનુમાનથી બીજો જીવ પણ રક્ષણ કરવાને યોગ્ય છે. એકજીવને આપેલી અભયની દક્ષિણા શ્રેષ્ઠ છે, હજારો બ્રાહ્મણોને વિભૂષિત કરેલી હજાર ગાયોનું દાન શ્રેષ્ઠ નથી. હાથ ઊંચો કરીને કહેવાય છે કે સાચું છે, સાચું છે, સાચું જ છે કે જે જીવોની રક્ષા કરતો નથી તેનો સ્વાર્થ સિદ્ધ થતો નથી નથી જ.” ઇત્યાદિ આ બધું વિરોધવાળું થાય. ઉપાધ્યાયે પણ કયારેય આ પ્રમાણે વ્યાખ્યાન કર્યું નથી. કિંતુ “વાવેલા જે ન ઉગે તે અજ, તેનાથી યજ્ઞ કરવો,” એવું ગુરુએ વ્યાખ્યાન કર્યું છે. તેથી સ્વમતિથી કલ્પેલું આ મહાપાપની પ્રરૂપણા કેમ કરે છે? આ પ્રમાણે નારદ ૧. મેખલા= પર્વતનો મધ્યપ્રદેશ.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394