________________
અસત્યવાદીને થતા દોષો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સત્યવાદીને થતા ગુણો-૩૩૫ વગેરેના ભવો કરીને બીજી પણ સાતમી વગેરે નરકોમાં ક્રમશઃ અનેકવાર ઉત્પન્ન થઈ. (૫૦) પછી વિવિધ તિર્યચોમાં ઉત્પન્ન થઈ. આ પ્રમાણે ઘોર સંસારસાગરમાં ઘણું ભમીને ચંપાનગરીમાં સાર્થવાહ સાગરદત્તની પત્ની ભદ્રાની પુત્રી થઇ. સુંદરરૂપવાળી હોવા છતાં પૂર્વે કરેલા દુષ્કૃતથી અતિશય દુર્ભગ (=અપ્રિય) થઈ. તેથી પતિ વગેરેએ તેનો ત્યાગ કર્યો. પછી દીક્ષા લઈને નિદાન સહિત મૃત્યુ પામીને ઇશાનદેવલોકમાં દેવવેશ્યા થઈ. ત્યાંથી Aવીને કાંપિલ્યપુરમાં દ્રુપદરાજાની દ્રૌપદી નામની જિનવચનથી ભાવિત પુત્રી થઇ. પૂર્વે કરેલા નિદાનના કારણે પાંચ પાંડવોની સ્વયંવરા પત્ની થઈ. હવે કયારેક કુપિત થયેલા નારદે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં અપરકંકા નગરીના પદ્મનાભરાજાની આગળ રૂપાદિગુણો કહીને દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. ત્યાં સદાય છઠ્ઠના પારણે આયંબિલ તપ કરતી તે મહાસતીએ પોતાના શીલનું ખંડન ન કર્યું. છ મહિનાની અંદર કૃષ્ણ પદ્મનાભને જીતીને દ્રૌપદીને પાછી લઈ આવ્યા. પછી તે (પાંડવોની સાથે) પાંડુમથુરા નગરીમાં રહી. સમય જતાં તેણે ગુણોથી ઉત્તમ પંડુસેન નામના પુત્રને જન્મ આપ્યો. તેને રાજ્ય ઉપર બેસાડીને પાંડવોની સાથે તેણે દીક્ષા લીધી. નિષ્કલંક ચારિત્ર પાળીને બ્રહ્મલોક દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધ થશે.
ધર્મચિ અણગારનું ચરિત્ર કહેવાના પ્રસંગથી દ્રૌપદીનું પણ ચરિત્ર સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો જ્ઞાતાધર્મકથા સૂત્રમાંથી જાણી લેવું. [૧૪૫] • ઉદાહરણસહિત પહેલા વ્રતના પાલનનો ઉપદેશ આપ્યો. હવે બીજા વ્રતના પાલનનો ઉપદેશ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
कोहेण व लोभेण व, भएण हासेण वावि तिविहेण । सुहमेयरंपि अलियं, वजसु सावज्जसयमूलं ॥ १४६॥
ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી સેંકડો પાપોનું મૂલ એવા સૂક્ષ્મ-બાદર અસત્યનો ત્રિવિધ-ત્રિવિધથી ત્યાગ કર. [૧૪૬]
અસત્ય બોલનારને કયો દોષ થાય તે કહે છેलोएऽवि अलियवाई वीससणिजो ण होइ भुयगोव्व । पावइ अवण्णवायं, पियराणं देइ उव्वेयं ॥ १४७॥
અસત્યવાદી લોકમાં પણ સર્ષની જેમ વિશ્વસનીય થતો નથી, નિંદાને પામે છે, અને માતા-પિતાને ઉદ્વેગ પમાડે છે. [૧૪૭]