________________
૩૩૪-જીવદયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મચિમુનિની કથા છે. પછી તેના ઉપર પીંક આસને બેસીને અંજલિ કરીને અરિહંત આદિની સ્તુતિ કરે છે. જેમણે કરુણાથી મને ભવરૂપ કેદખાનામાંથી છોડાવ્યો તે સ્થવિર ધર્મઘોષ સુગુરુને મેં 'તે રીતે સાક્ષાત્ પ્રણામ કર્યા છે. પૂર્વે તેમની પાસે મેં અઢાર પાપસ્થાનકોનું પચ્ચકખાણ કર્યું છે. હમણાં પણ તે અઢાર પાપસ્થાનકોનું તેમની પાસે ફરી પણ પચ્ચકખાણ કરું છું. તથા સઘળાય ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરું છું. છેલ્લા શ્વાસોશ્વાસમાં આ શરીરનો પણ ત્યાગ કરીશ. આ પ્રમાણે પ્રણિધાન કરીને અને સિદ્ધોની સમક્ષ આલોચના કરીને તે મહાનુભાવે અતિશય દુષ્કર પાદપોપગમનનો સ્વીકાર કર્યો. જેમ શરીરમાં વેદના વધે છે તેમ આત્મામાં શુભ પરિણામ પણ વધે છે. કારણ કે મુનિ જીવરક્ષાથી પોતાને કૃતકૃત્ય માને છે. વેદનામાં મુનિ વિચારવા લાગ્યા કે, આ વેદનાથી લાખો જીવો જોડાયા હોત. તેના બદલે મારે એકલાને આ વેદના થઇ. વિવેકના કારણે તે વેદના પણ ચિંતાથી રહિત છે. તેથી એક અંશ જેટલો પરોપકાર કરનારા મારું મરણ પણ શુભ કરનારું છે. કેવળ પરોપકારથી શૂન્ય તે જીવનથી શું? મેં જિનેન્દ્રનો ધર્મ જામ્યો છે, નિષ્કલંક ચારિત્ર પાળ્યું છે. હમણાં પરપીડારક્ષણ માટે મરણ પણ શું અયુક્ત છે? આ પ્રમાણે ભાવના ભાવીને અને નિરંતર વેદના સહન કરીને શુભભાવવાળા તે મુનિ સર્વાર્થસિદ્ધમાં દેવ થયા.
ધર્મરુચિ મુનિ ગયા તેને ઘણો સમય થઈ ગયો છે એમ જાણીને ધર્મઘોષ સ્થવિરે તેમને શોધવા માટે નિપુણ સાધુઓને મોકલ્યા. સાધુઓએ આવીને ધર્મચિ મુનિ કાલધર્મ પામ્યા છે એમ ગુરુને કહ્યું. તેથી સંભ્રાન્ત થયેલા ગુરુ પણ પૂર્વગતશ્રુતમાં ઉપયોગ મૂકે છે. સાધુઓને અને સાધ્વીઓને પણ બોલાવીને તે બધું કહે છે, નાગશ્રીએ કડવું તુંબડું વહોરાવ્યું ત્યારથી આરંભી અંત સુધીની તે ધીરમુનિની બધી વિગત અને અનુત્તરદેવોમાં ઉત્પત્તિ થઈ તે કહે છે. તેથી સઘળો સાધુવર્ગ પાપિણી નાગશ્રીની નિંદા કરે છે અને ધર્મરુચિ મુનિના ચરિત્રની પ્રશંસા કરે છે.
સકલલોકમાં આ વૃત્તાંત જણાયો. તેથી પાપિણી એવો તેનો સર્વત્ર ધિક્કાર ફેલાયો. તેનો આ વૃત્તાંત તેના દિયરોએ અને પતિએ જાણ્યો. તેથી ઘણું અપમાન કરીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. હવે તે સર્વ સ્થળે ધિક્કારાય છે અને બહાર કઢાય છે. માખીઓ તેના શરીર ઉપર બણબણાટ કરે છે. બાળકોનું ટોળું તેને મારે છે. સર્વ સ્થળે ધુત્કારાય છે. કયાંય કોઇપણ રીતે આશ્રયને પામતી નથી. અતિશય દુઃખથી દુઃખી બનેલી તે સંપૂર્ણ નગરીમાં ભિક્ષા માટે ભમે છે. હવે તે આ જ જન્મમાં સોળ રોગોથી પીડિત થઇ. તીવ્ર દુઃખને અનુભવીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઇ. આંતરે આંતરે મત્સ્ય
૧. તે રીતે એટલે માનસિક કલ્પનાથી સામે રહેલા છે તેમ કલ્પીને.