________________
૩૩૦- ચરણશુદ્ધિ દ્વાર] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચારિત્રની ત્રણ ભૂમિ
શિક્ષકની વ્રતોમાં ઉપસ્થાપના કરવામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભૂમિ છે. તેમાં જઘન્ય સાત અહોરાત્રની છે, મધ્યમ ચાર માસની છે, અને ઉત્કૃષ્ટ છ માસની છે.
વિશેષાર્થ– જઘન્યથી સાત અહોરાત્ર, મધ્યમથી ચાર માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પસાર થયે છતે શૈક્ષક વ્રતોમાં ઉપસ્થાપના કરવાને યોગ્ય થાય છે. શૈક્ષક એટલે નૂતનદીક્ષિત. ભૂમિ એટલે યોગ્ય સ્થાન વિશેષ. (અર્થાત્ ઉપસ્થાપના કરવાના કાળની મર્યાદા). [૧૩૯].
તેમાં કોને કઈ ભૂમિ હોય તે કહે છે– पुव्वोवट्ठपुराणे, करणजयट्ठा जहनिया भूमी । उक्कोसा उ दुमेहं, पडुच्च अस्सद्दहाणं च ॥ १४०॥
પૂર્વોપસ્થાપિત પુરાણની ઇન્દ્રિયજય માટે જઘન્યભૂમિ છે. મંદબુદ્ધિવાળાને અને અશ્રદ્ધાળુને આશ્રયીને ઉત્કૃષ્ટ ભૂમિ છે.
વિશેષાર્થ- પૂર્વે જેની વ્રતોમાં ઉપસ્થાપના કરવામાં આવી હોય તે પૂર્વોપસ્થાપિત. પુરાણ એટલે વ્રતથી ભ્રષ્ટ થયેલ. અર્થાત્ પૂર્વે દીક્ષા લઈને છોડી દીધી હોય તેવો જીવ કર્મક્ષયોપશમથી ફરી પણ કોઈ રીતે દીક્ષિત થયો હોય તો સાત અહોરાત્ર પસાર થયે છતે તેની વ્રતોમાં ઉપસ્થાપના કરાય.
પ્રશ્ન- તેણે પૂર્વે સૂત્ર ભણેલું જ છે. તેથી સાત અહોરાત્ર સુધી વિલંબ કેમ કરાય છે?
ઉત્તરઇન્દ્રિયજય માટે વિલંબ કરાય છે. આટલા પણ કાળ વિના તેણે ઇન્દ્રિયજય કર્યો છે કે નહિ તે બરોબર જાણી શકાતું નથી.
મંદબુદ્ધિમંદબુદ્ધિવાળાને આશ્રયીને છ માસની ઉત્કૃષ્ટભૂમિ છે. તે યથોક્તસૂત્રને જલદી ભણી શકતો નથી.
અશ્રદ્ધાળુ- અથવા અશ્રદ્ધાળુને આશ્રયીને ઉત્કૃષ્ટભૂમિ છે. જે જલદી સૂત્ર ભણી લીધું હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયથી એકેન્દ્રિયજીવ આદિની શ્રદ્ધા ન કરે, બોધ પમાડાતા તેની પણ ઉત્કૃષ્ટ છ માસની ભૂમિ છે. [૧૪]
તે મધ્યમભૂમિ કોને હોય તે કહે છેएमेव य मज्झिमिया, अणहिजते असद्दहते य ।। भावियमेहाविस्सवि, करणजयट्ठा य मज्झिमिया ॥ १४१॥
એ જ પ્રમાણે મંદબુદ્ધિના કારણે સૂત્રને જલદી નહિ ભણનારને અને મોહોદયથી શ્રદ્ધા ન કરનારને મધ્યમભૂમિ છે, અર્થાત્ પૂર્વોક્ત ઉત્કૃષ્ટ ભૂમિવાળાથી વિશિષ્ટ