________________
૨૯૮-ચરણશુદ્ધિાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બીજાઅણુવ્રતના અતિચારો પ્રશ્ન- તો પણ વાસાપહારનો વિષય અદત્તાદાન હોવાથી અહીં તેનું ગ્રહણ અસંગત છે.
ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ અ૫લાપવચનનો વિષય મૃષાવાદ હોવાથી દોષ નથી. (આમાં પારકી વસ્તુ પાછી ન આપવી=લઈ લેવી એ ચોરી છે. તેમાં જે જુઠું બોલવામાં આવે તે અસત્ય છે. આથી ન્યાસાપહારનો વિષય અસત્ય પણ છે. માટે તેને મૃષાવાદનો અતિચાર ગણવામાં દોષ નથી.)
અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. તે આ પ્રમાણે- સહસાવ્યાખ્યાન, રહસાવ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, મૃષોપદેશ અને કૂટલેખકરણ.
સહસાવ્યાખ્યાન- સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દોષનો આરોપ મૂકવો. જેમ કે- તું ચોર છે, અથવા તું પરસ્ત્રીગમન કરનાર છે વગેરે.
રહસાવ્યાખ્યાન- રહસા એટલે એકાંતથી. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતને નિમિત્ત બનાવીને જે જે કહેવું તે રહસાવ્યાખ્યાન. અહીં તાત્પર્ય આ પ્રમાણે છેકોઇને એકાંતમાં મંત્રણા કરતા જોઈને બીજાઓને કહે કે આ મંત્રણા મેં જાણી લીધી છે, અહીં અમુક અમુક રાજ્યવિરુદ્ધ વગેરે મંત્રણા કરે છે.
પ્રશ્ન- અભ્યાખ્યાન ખોટા દોષો બોલવા રૂપ હોવાથી મૃષાવાદ જ છે. આથી ખોટા દોષો બોલવામાં વ્રતભંગ જ થાય, અતિચારપણું કયાંથી ગણાય?
ઉત્તર- તમારું કથન બરોબર છે. પણ પરને આઘાત પહોંચાડનારું વચન અનુપયોગ આદિથી કહે ત્યારે માનસિક સંકુલેશ ન હોવાથી વ્રતસાપેક્ષ હોવાના કારણે વ્રતનો ભંગ ન થાય. પણ બીજાના ઉપઘાતનું કારણ હોવાથી વ્રતભંગ થાય. આમ ભંગાભંગરૂપ હોવાથી અતિચાર ગણાય. પણ જો તેવું વચન ઇરાદાપૂર્વક તીવ્રઅંકલેશથી કહે તો વ્રતભંગ જ થાય. કારણ કે તે વ્રતનિરપેક્ષ છે. કહ્યું છે કે “સહસાવ્યાખ્યાન વગેરે જો જાણીને કરે તો વ્રતભંગ થાય. પણ જો અનુપયોગ આદિથી કરે તો અતિચાર લાગે.”
સ્વદારમંત્રભેદ– સ્વદાર એટલે પોતાની પત્ની. મંત્ર એટલે વિશ્વાસથી કહેલું. ભેદ એટલે કહેવું. અહીં દારનું ગ્રહણ મિત્ર વગેરેનું ઉપલક્ષણ છે. આથી સ્વદારમંત્રભેદ એટલે મિત્ર આદિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્તવાત બીજાને કહેવી.
જો કે આ અનુવાદરૂપ હોવાથી (=જેવું કહ્યું હોય તેવું જ કહેવાતું હોવાથી) સત્ય હોવાના કારણે અતિચાર ઘટતો નથી, તો પણ વિશ્વાસથી કહેલી ગુપ્ત વાતનું પ્રકાશન કરવામાં થયેલી લજા વગેરે ભાવના કારણે સ્વપત્ની આદિના મરણ આદિનો સંભવ હોવાથી પરમાર્થથી તે અસત્ય છે. કારણ કે “તે સત્ય વચન પણ સત્ય નથી કે જે વચન બીજાને