________________
૩૦૮- ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાતમા વ્રતના અતિચારો
આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ અનંતકાય, બહુબીજવાળી વસ્તુઓ અને માંસ વગેરેનો શ્રાવક ત્યાગ કરે. પાનમાં માંસનો રસ વગેરેનો ત્યાગ કરે. ખાદિમમાં વડ, પીપળો, ઉદુંબર, પ્લક્ષ અને કાલંબર વૃક્ષનાં ફળો કે જે શાસ્ત્રમાં પાંચ ઉદુંબરી એવા નામથી પ્રસિદ્ધ છે, તેમનો નિયમ કરે. સ્વાદિમમાં મધ આદિનો નિયમ કરે. બીજા પણ અલ્પસાવદ્ય ભાત આદિમાં પણ અચિત્તનું ભોજન કરવું વગેરે નિયત પરિમાણ કરવું. ચિત્તમાં અત્યંત આસક્તિ પેદા કરે અને લોકમાં નિંદા વગેરે કરાવે તેવાં વસ્ત્ર, વાહન અને અલંકાર વગેરેનો ત્યાગ કરે. બીજી વસ્તુઓમાં પણ નિયત પરિમાણ કરવું.
કર્મને (=વેપાર-ધંધાને) આશ્રયીને પણ શ્રાવકે (ઉત્સર્ગથી) કોઇ કર્મ ન કરવું જોઇએ, આરંભરહિત રહેવું જોઇએ. હવે જો એ પ્રમાણે નિર્વાહ ન થાય તો નિર્દય લોકોને ઉચિત અને બહુ સાવદ્ય, એવાં કોટવાળ-જેલરક્ષક આદિના કઠોર કર્યો, તથા હળ, સાંબેલું, ખાંડણિયું, શસ્ત્ર અને લોઢા આદિને વેચવાનો વેપાર વગેરે બહુ સાવદ્ય કર્મો છોડીને અલ્પ સાવદ્યવાળું જ કર્મ કરે.
અહીં પણ ભોજનને આશ્રયીને પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો
આ પ્રમાણે છે– સચિત્ત-આહાર, સચિત્ત-પ્રતિબદ્ધ આહાર, અપક્ષ-ઔષધિભક્ષણ, દુષ્પઔષધિભક્ષણ અને તુચ્છ ઔષધિભક્ષણ. આ અતિચારો સચિત્તનું પચ્ચક્ખાણ કર્યું હોવાથી અચિત્તનું ભોજન કરનારાને આશ્રયીને જાણવા.
સચિત્ત-આહાર– અનાભોગ અને અતિક્રમ આદિથી સચિત્ત કંદ આદિનું ભક્ષણ કરનારા અચિત્ત ત્યાગીને આ અતિચાર હોય.
સચિત્ત-પ્રતિબદ્ધ-આહાર- ગોટલીની સાથે રહેલી અને પાકેલી છાલવાળી કેરીને મુખમાં નાખીને હું પાકેલી છાલ વગેરે અચિત્તનું ભક્ષણ કરીશ અને સચિત્ત ગોટલીનો ત્યાગ કરીશ એવી બુદ્ધિથી સચિત્તપ્રતિબદ્ધ (=સચિત્તમાં સંબંધવાળા) આહારનું ભક્ષણ કરનારને વ્રતનું સાપેક્ષપણું હોવાથી આ અતિચાર લાગે.
અપક્ષ-ઔષિધ-ભક્ષણ- અપક્વ એટલે અગ્નિથી સંસ્કારિત નહિ કરેલું=નહિ પકાવેલું. ઔષધ એટલે ઘઉં વગેરે ધાન્ય. અપક્વ ધાન્યનું ભક્ષણ કરવું તે અપક્વ-ઔષિધભક્ષણ. ભાવાર્થ આ પ્રમાણે છે– પીસાઇ ગયું હોવાથી (કે ખંડાઇ ગયું હોવાથી) આ અચિત્ત છે એવી સંભાવના કરીને અગ્નિથી નહિ પકાવેલ અને એથી જ જેમાં ચિત્ત અવયવનો સંભવ છે એવી કણિક વગેરે ધાન્યનું ભક્ષણ કરનારને આ અતિચાર હોય.
દુષ્પ-ઔષધ-ભક્ષણ- અગ્નિથી બરોબર પકાવેલા ન હોવાથી જેમાં સચિત્ત અવયવનો સંભવ છે તેવા પોંક વગેરે ધાન્યનું ભક્ષણ કરવું તે અતિચાર રૂપ છે.