________________
૩૧૬- બારવ્રતોના ત્રણ વિભાગ ઉપદેશમાલા (પુષ્પમાલા) [સર્વચારિત્રમાં મૂલગુણો
સચિત્તનિક્ષેપ- (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકવી.
સચિત્તપિધાન (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુને સચિત્ત કોળા આદિ ફલથી ઢાંકવી. "
કાલાતિક્રમ- નહિ આપવાની બુદ્ધિથી સાધુઓને ઉચિત ભિક્ષા સમયનું ઉલ્લંઘન કરવું, અર્થાત્ ભિક્ષાસમય વીતી ગયા પછી કે ભિક્ષા સમય થયા પહેલાં નિમંત્રણ કરવું.
પરવ્યપદેશ– પર એટલે પોતાના સિવાય અન્ય. વ્યપદેશ એટલે કહેવું. સાધુને પ્રાયોગ્ય વસ્તુ પોતાની હોવા છતાં સાધુને નહિ આપવાની ઇચ્છાથી જ આ વસ્તુ બીજાની છે, મારી નથી, એમ સાધુની સમક્ષ કહેનારને આ દોષ થાય.
માત્સર્ય- મત્સર જેને હોય તે મત્સરિક કહેવાય. મત્સરનો ભાવ તે માત્સર્ય. માત્સર્ય એટલે સહન ન કરવું, અર્થાત્ સાધુઓ કોઈ વસ્તુ માગે ત્યારે ગુસ્સો કરે. અથવા માત્સર્ય એટલે અહંકાર. તે કોઈ રકમાત્ર પણ આપે છે તો શું હું તેનાથી પણ હીન છું? ઇત્યાદિ અહંકારથી સાધુને આપવું.
આ પ્રમાણે સંક્ષેપથી બારેય શ્રાવક વ્રતો કહ્યાં. વિસ્તારથી તો આવશ્યક વગેરે સૂત્રોથી જાણી લેવા. બારવ્રતો કહેવામાં દેશચારિત્રના મૂલગુણો અને ઉત્તરગુણોનું વ્યાખ્યાન કર્યું. [૧૧૫]
પ્રશ્ન- મૂલગુણો અને ઉત્તરગુણો મળીને દેશચારિત્રની કેટલી સંખ્યા છે? ઉત્તર- બાર ભેદો છે. બાર ભેદો કેવી રીતે છે? એ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર કહે છેपंच य अणुव्वयाई, गुणव्वयाइं च हुंति तिन्नेव । सिक्खावयाई चउरो, सव्वं चिय होइ बारसहा ॥ ११६॥
દેશચારિત્રના પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો એમ સર્વ બાર ભેદો છે. [૧૧૬] ભેદ-પ્રભેદ સહિત દેશચારિત્ર કહ્યું. હવે સર્વચારિત્રનું નિરૂપણ કરતા સૂત્રકાર કહે છે
मूलुत्तरगुण भेएण, सव्वचरणंपि वन्नियं दुविहं । मूले पंच महव्वय, राईभोयणविरमणं च ॥ ११७॥
સર્વચારિત્ર પણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. પાંચમહાવ્રતો અને રાત્રિભોજનવિરમણ એ મૂલગુણો છે.