________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરતિને અયોગ્ય કોણ? ૩૨૩ (=વેશ્યા), મોર અને કુકડા આદિને પોષનારા, વાંસના આધારે દોરડા ઉપર ચઢવું ( નાચવું), નખ ધોવા, કસાઈનો ધંધો, શિકાર વગેરે નિંદિત કર્મ કરનારાઓ કર્મજુંગિત છે. પગ, હાથ, કાન વગેરેથી રહિત અને પાંગળા, કૂબડા, ઠીંગણા,
કાણા વગેરે શરીરજંગિત છે. (૧૬) અવબદ્ધક ધન લીધું હોય એથી, અથવા વિદ્યા વગેરે લેવા માટે “આટલા
દિવસો સુધી હું તારો છું” એ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા કરી હોય=
સ્વીકારી હોય તે અવબદ્ધક છે. (૧૭) ભૂતક- એક રૂપિયો આદિ પરિમાણવાળા વેતનથી ધનવાનોના ઘરે દિવસ આદિના
ક્રમથી નક્કી કરેલા સમય સુધી ધનવાનોની આજ્ઞા કરવા માટે જે પ્રવૃત્ત થયો
હોય તે ભૂતક(-ચાકર) છે. (૧૮) શૈક્ષનિષ્ફટિકા- શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની છે તે. નિષ્ફટિકા એટલે
અપહરણ. જેને દીક્ષા આપવાની છે તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા. શૈક્ષનિષ્ફટિકાના યોગથી જેને માતા-પિતા વગેરેની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવાની હોય તે પણ શૈક્ષનિષ્ફટિકા કહેવાય.
આ પ્રમાણે પુરુષના પુરુષાકારવાળાના આ અઢાર ભેદો દીક્ષા આપવાને માટે અયોગ્ય છે. આ બાળ વગેરેને દીક્ષા આપવાથી શાસન-મલિનતા, સંયમવિરાધના અને આત્મવિરાધના વગેરે દોષો સુખપૂર્વક જ જાણી શકાય છે માટે કહ્યા નથી. શ્રીવજસ્વામી વગેરેને દીક્ષા આપવામાં અપવાદ નિશીથથી જાણી લેવો. આ પ્રમાણે સાધિક બે ગાથાનો અર્થ છે. [૧૨૪-૧૨૫]
હવે કહેલા જ વ્રતને અયોગ્ય પુરુષભેદોનો ઉપસંહાર કરતા અને નહિ કહેલા સ્ત્રીભેદોને બતાવતા ગ્રંથકાર કહે છે
इय अट्ठारस भेया, पुरिसस्स तहित्थियाएँ ते चेव । गुव्विणि सबालवच्छा, दुन्नि इमे हुंति अन्नेऽवि ॥ १२६॥
પુરુષના જે અઢાર ભેદી દક્ષાને અયોગ્ય કહ્યા તે પ્રમાણે તે જ અઢાર ભેદો સ્ત્રીના= સ્ત્રીજન આકારવાળાના પણ જાણવા. તથા બીજા પણ સગર્ભા અને સબાલવત્સા એ બે દીક્ષાને અયોગ્ય છે.
૧. ૧૨૩મી ગાથાના મઠ્ઠારસ પુરિનું ઇત્યાદિ પદોનો આ બે ગાથા સાથે સંબંધ હોવાથી સાધિક બે ગાથા થાય.
એ અપેક્ષાએ અહીં “સાધિક બે ગાથાનો અર્થ છે.” એમ કહ્યું છે. ઉ. ૨૨ ભા.૧