________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સર્વચારિત્રને યોગ્ય કોણ?-૩૧૯ આવા પ્રકારના ગુણવાળા પણ જે જીવે સમિતિ-ગુણિમાં ઉપયોગ, તીવ્ર તપશ્ચર્યા, પરીષહ સહન, પ્રતિમા સ્વીકાર, જિનકલ્પ સ્વીકાર ઇત્યાદિ સાધુધર્મનું સ્વરૂપ સારી રીતે સાંભળ્યું ન હોય, તેને આ માત્ર દેશવિરતિ પણ દુષ્કર લાગે. અતિદુષ્કર સાધુધર્મ સારી રીતે સાંભળવામાં આવતાં તે માત્ર દેશવિરતિને કરે. આથી આદિધર્મની (=સાધુધર્મની) અપેક્ષાએ “સાધુધર્મમાં કુશળ” એવું વિશેષણ છે. કહ્યું છે કે-“સાધુધર્મ જાણે છતે શ્રાવકધર્મમાં યોગ્ય થાય.”
આવો પણ જીવ નિપુણબુદ્ધિવાળો ન હોય તો તીર્થાન્તરીયો(=અન્ય દર્શનીઓ) વગેરેથી લોભ પામે. તેથી “બુદ્ધિમાન” એવું વિશેષણ છે.
આવો પણ જીવ પૂર્વાવસ્થામાં શુષ્કતાર્કિક એવા બૌદ્ધો વગેરેથી ભાવિત થયેલો હોય, એથી સૂક્ષ્મનિગોદમાં જીવની સત્તા વગેરે સ્વીકારવા છતાં કેવળ યુક્તિને જ શોધે. કેવળ યુક્તિને જ શોધવી એ અસત્ પક્ષ જ છે. કારણ કે પરમગુરુઓએ કહ્યું છે કે-“જે અર્થ આગમથી નિશ્ચિત કરી શકાય તે અર્થ આગમથી જ કહેવો, દૃષ્ટાંતથી ન કહેવો. જે અર્થ દૃષ્ટાંતથી નિશ્ચિત કરી શકાય તે અર્થ દૃષ્ટાંતથી કહેવો. અર્થને કહેવાનો આ વિધિ છે. બીજી રીતે અર્થને કહેવામાં વિરાધના છે. કારણ કે બીજી રીતે અર્થ કહેવાથી શ્રોતા અધિક મુંઝવણમાં પડે અને એથી અર્થનો સ્વીકાર ન કરે= અર્થની શ્રદ્ધા ન કરે.” (આવશ્યકસૂત્ર ૧૬૧૯)
આ પ્રમાણે વિચારીને અહીં “આજ્ઞારુચિ” એવું વિશેષણ છે.
બ્રહ્મચર્ય વગેરેમાં સદાચારી જીવ સુખપૂર્વક જ દેશવિરતિનો નિર્વાહ કરે. આથી “સુશીલ” એવું વિશેષણ છે.
આવો પણ જીવ (દેશવિરતિને સમજવા માટે) તેવા પ્રકારનો ઉદ્યમ ન કરવાથી અથવા અતિશય ઉતાવળથી પ્રવૃત્ત થયેલો તે બરોબર વિચાર્યા વિના જ દેશવિરતિને સ્વીકારે. આ યુક્ત નથી. કારણ કે–“પહેલાં જ્ઞાન અને પછી દયા” એવું વચન છે. માટે “દેશવિરતિના સ્વરૂપનો જાણકાર” એવું વિશેષણ છે.
આ ગુણો ઉપલક્ષણ છે. આથી બીજા પણ વિનય અને માર્ગાનુસારિતા વગેરે ગુણો યથાસંભવ ગ્રહણ કરવા. આવા ગુણોથી વિશિષ્ટ જીવ દેશવિરતિના સ્વીકારમાં અધિકારી કરાય છે. [૧૨૦-૧૨૧]
હવે સર્વચારિત્રને યોગ્ય જીવોનું નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છેपाएण हुँति जोग्गा, पव्वजाएवि तेच्चिय मणुस्सा । देसकुलजाइसुद्धा, बहुखीणप्पायकम्मंसा ॥ १२२॥