________________
૩૧૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પિૌષધવ્રત આનયનપ્રયોગ- સાધુનો ઉપાશ્રય વગેરે નિયતદેશમાં રહેલ શ્રાવક કે જેણે દિશા પરિમાણનો પૂર્વ કરતાં અધિક સંક્ષેપ કર્યો છે, તે શ્રાવક જ્યારે પોતાના વ્રતના ભંગના ભયથી વિવક્ષિત વસ્તુને લેવા માટે પોતે ન જાય, પણ સંદેશો આદિથી બીજાની પાસેથી મંગાવે ત્યારે તેને આનયનપ્રયોગ અતિચાર થાય.
પ્રેષ્યપ્રયોગ- વિવક્ષિતક્ષેત્રની બહાર કોઇક કામ આવી પડતાં શ્રેષ્યને=આદેશ કરવા યોગ્યને મોકલે ત્યારે પ્રેગ્યપ્રયોગ અતિચાર થાય.
શબ્દાનુપાત વગેરે ત્રણ અતિચારોની ઘટના આ પ્રમાણે છે- વિક્ષિતક્ષેત્રની બહાર રહેલા કોઈને જોઈને વ્રતભંગના ભયથી સાક્ષાત્ તેને નહિ બોલાવી શકતો શ્રાવક બહાનાથી તેને બોલાવવા માટે ખાંસી વગેરે પોતાનો શબ્દ કરે, અથવા પોતાનું રૂપ-આકાર બતાવે, અથવા તેડું વગેરે ફેંકે, ત્યારે અનુક્રમે શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિપુદ્ગલપ્રક્ષેપ અતિચાર થાય.
જવા-આવવામાં જીવહિંસા વગેરે સમારંભ ન થાય તે માટે દેશાવકાશિક વ્રત કરાય છે. તે સમારંભ સ્વયં કર્યો હોય કે બીજાની પાસે કરાવ્યો હોય તેમાં તત્ત્વથી કોઇ વિશેષતા નથી. બલ્ક સ્વયં જાય તેમાં લાભ છે. કારણ કે સ્વયં 'ઇર્યાસમિતિપૂર્વક જાય,
જ્યારે બીજો નિપુણ ન હોવાથી ઈર્યાસમિતિપૂર્વક કેવી રીતે જાય? દેશાવકાશિક વ્રતમાં દિશા પરિમાણવ્રતનું જ સંક્ષેપ કરવાનું જે બતાવ્યું છે તે માત્ર ઉપલક્ષણ છે. તેથી બીજા પણ ધૂલપ્રાણાતિપાત વગેરે વ્રતોનો સંક્ષેપ દેશાવકાશિક વ્રતમાં જ જાણવો. અન્યથા(=અન્યવ્રતોનો સંક્ષેપ દેશાવકાશિકમાં ન ગણવામાં આવે તો) અન્ય વ્રતોનો સંક્ષેપ દિવસ કે મહિના વગેરેમાં અવશ્ય કરવાનો હોવાથી વ્રતો વધી જાય એથી વ્રતોની બાર સંખ્યા ન રહે.
પૌષધવ્રત હવે પૌષધરૂપ ત્રીજું શિક્ષાવ્રત કહેવાય છે. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. તે આઠમ-ચૌદશ-અમાસ-પૂનમ એ પર્વદિવસોમાં કરવા યોગ્ય વ્રતવિશેષ છે. પૌષધના આહાર, શરીરસત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર એમ ચાર ભેદ છે. વળી પણ તે પ્રત્યેક પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. પૌષધનો સ્વીકાર કરવામાં આહાર અને શરીરસત્કારનો દેશથી કે સર્વથી ત્યાગ કરવો, બ્રહ્મચર્ય અને અવ્યાપારનું દેશથી કે સર્વથી ૧. ર્ચાપથવિશુદ્ધિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- જવાના માર્ગની વિશુદ્ધિ, ઇર્યાસમિતિપૂર્વક જવાથી જ જવાના
માર્ગની વિશુદ્ધિ થાય.