________________
૩૦૦ચરણશુદ્ધિધાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) ત્રિીજાઅણુવ્રતના અતિચારો આ પ્રમાણે તેનાહત લેવામાં ચોરી કરવાથી વ્રતભંગ છે. પણ હું તો વેપાર જ કરું છું, ચોરી નહિ, એવા અધ્યવસાયથી વ્રતનિરપેક્ષ ન હોવાના કારણે વ્રતભંગ નથી. આ પ્રમાણે ભંગાભંગરૂપ હોવાથી તેનાહત અતિચાર છે.
તસ્કરપ્રયોગ– તસ્કર એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા. ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી તે તસ્કરમયોગ. હમણાં તમે નવરા કેમ બેઠા છો? જો તમારી પાસે ભોજન વગેરે ન હોય તો હું આપું. તમારી ચોરી લાવેલી વસ્તુ કોઈ વેચનાર ન હોય તો હું વેચીશ. તમે ચોરી કરવા માટે જાવ. ઇત્યાદિ વચનોથી ચોરોને ચોરી કરવામાં પ્રવર્તાવવા તે તસ્કરપ્રયોગ. અહીં પણ વ્રતભંગમાં સાપેક્ષતાથી અને નિરપેક્ષતાથી અતિચારની ભાવના કરવી.
વિરુદ્ધરાજ્યાતિક્રમ– વિરુદ્ધ એટલે સ્વદેશના રાજાનો શત્રુ. રાજ્ય એટલે સૈન્ય કે દેશ. ક્રમ એટલે જવું. પોતાના રાજાના નિષેધ વચનનું ઉલ્લંઘન કરીને શત્રુરાજાના સૈન્યમાં કે દેશમાં જવું તે વિરુદ્ધરાજ્યાતિક્રમ. સ્વામીથી નહિ અપાયેલું, જીવથી નહિ અપાયેલું, તીર્થંકરથી નહિ અપાયેલું, અને ગુરુથી નહિ અપાયેલું એમ અદત્ત ચાર પ્રકારનું છે. ચાર પ્રકારના અદત્તની જે વિરતિ તે અદત્તાદાનની વિરતિ છે. અદત્તાદાનનું આ લક્ષણ પોતાના સ્વામીએ નિષેધ કરેલા પરસૈન્ય આદિમાં પ્રવેશ કરવામાં ઘટતું હોવાથી અને વિરુદ્ધરાજ્યાતિક્રમ કરનારાઓ ચોરીના દંડને પાગ્ય બનતા હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અદત્તાદાન (ચોરી) રૂપ હોવાથી વ્રતભંગ જ છે, આમ છતાં મેં આ વેપાર જ કર્યો છે, ચોરી નથી કરી, એવી ભાવનાથી વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં “આ ચોર છે” એવો વ્યવહાર નહિ થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે.
કૂટતુલાકૂટમાનકરણ- કૂટ એટલે ખોટું. તુલા એટલે જોખવાના (કિલો વગેરે) તોલાં. માન એટલે તેલ વગેરે માપવાનાં માપાં. વસ્તુ લેવા-દેવામાં તોલ-માપની જે હું વ્યવસ્થા નિયત હોય તેની અપેક્ષાએ ન્યૂન-અધિક કરવું તે કૂટતુલાકૂટમાનકરણ.
તત્પતિરૂપવ્યવહાર- તત્ એટલે અસલી વસ્તુ. પ્રતિરૂપ એટલે સમાન વ્યવહાર એટલે વેચવું વગેરે. જે વ્યવહારમાં કેશર વગેરે અસલી વસ્તુમાં તેના જેવી કસુંબો વગેરે વસ્તુ ભેળવવામાં આવે તે ત–તિરૂપવ્યવહાર. અથવા અસલી કપૂર આદિના જેવા નકલી કપૂર આદિથી વ્યવહાર કરવો, અર્થાત્ અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી તે તત્પતિરૂપવ્યવહાર છે.
આ કૂટતુલાકૂટમાન અને તત્પતિરૂપવ્યવહાર એ બે જો કે છેતરવાના પરિણામથી અન્ય ધન ગ્રહણરૂપ હોવાથી વ્રતભંગરૂપ છે, તો પણ ખાતર પાડવું વગેરે જ ચોરી છે, આ તો વણિકકલાનો આશ્રય(=ઉપયોગ) જ છે એ પ્રમાણે સ્વમતિકલ્પનામાત્રની અપેક્ષાથી આ બંને અતિચાર કહ્યા છે.