________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૂલ-ઉત્તરગુણનો અર્થ-૩૦૫ તે ગોળ વગેરે ધરમ છે. માપીને લેવડ-દેવડ થાય તે ઘી વગેરે મેય છે. પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન વગેરે પરિચ્છેદ્ય છે. ચોખા વગેરે ધાન્ય છે. બંધનથી ધન-ધાન્ય આદિના પરિમાણનો અતિક્રમ કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે- કોઇકે ધન આદિનું પરિમાણ કર્યું. પછી પૂર્વે જે મેળવવાનું હોય તે કે બીજું ધન વગેરે કોઇની પાસેથી મેળવે છે. વ્રતભંગ થવાના ભયથી ચાર માસ વગેરે કાળ પછી ઘરે રહેલું ધાન્ય વગેરે વેચાઇ જશે ત્યારે લઇશ એમ આપનાર વગેરેને કહે. આવા પ્રકારના વચનના નિયંત્રણ રૂપ બંધથી સ્વીકારીને અથવા મૂઢક આદિ બંધરૂપે સ્વીકારીને આપનાર આદિના ઘરમાં જ તેને રાખી મૂકે ત્યારે અતિચાર થાય.
દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ– પુત્ર, સ્ત્રી, દાસી, દાસ, નોકર, પોપટ અને મેના વગેરે બે પગવાળા જીવો દ્વિપદ છે. ગાય અને ઘોડો વગેરે ચાર પગવાળા પ્રાણીઓ ચતુષ્પદ છે. આ બેના પ્રમાણનો કારણથી=ગર્ભાધાન કરાવવાથી અતિક્રમ કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે કોઇક વર્ષે આદિ અવધિથી દ્વિપદ-ચતુષ્પદ જીવોનું પરિમાણ કર્યું. વર્ષ આદિની અંદર જ પ્રસૂતિ થાય તો દ્વિપદ વગેરે વધી જવાથી વ્રતભંગ થાય. આથી વ્રતભંગના ભયથી કેટલોક કાળ વીતાવીને ગર્ભાધાન કરાવનારને અતિચાર લાગે. કારણ કે ગર્ભમાં રહેલા દ્વિપદ વગેરે ધારેલા પ્રમાણથી અધિક હોવાથી વ્રતભંગ છે. પણ બહાર ન નીકળ્યા હોવાથી તેના અભાવની કલ્પનાથી વ્રતનો ભંગ નથી.
કુષ્યપ્રમાણાતિક્રમ- કુષ્ય એટલે ઘરમાં ઉપયોગી શય્યા, આસન, છરી, ચાકુ, પાત્ર-વાસણ અને કચોળો વગેરે સામગ્રી. કુષ્યના પ્રમાણનો અતિક્રમ અતિચાર છે. તે આ પ્રમાણે– કોઇકે દશ કચોળા જેટલું કુષ્ય પ્રમાણ કર્યું. કોઇપણ રીતે દશથી અધિક કચોળાનું પ્રમાણ થતાં વ્રતભંગના ભયથી ભંગાવીને ઘણા પણ કચોળાઓના અન્યપર્યાયથી દશ જ કરનારને સંખ્યા પૂરી થવાથી(=દશથી વધારે ન થવાથી) અને સ્વાભાવિક સંખ્યાનો બાધ થવાથી અતિચાર લાગે.
દિવ્રત(=દિશાપરિમાણવ્રત)
આ પ્રમાણે પાંચ અણુવ્રતો કહ્યાં. આ વ્રતો મૂલગુણ કહેવાય છે. કારણ કે શ્રાવકધર્મરૂપ વૃક્ષના મૂળરૂપે છે. દિવ્રત(=દિશાપરિમાણવ્રત) વગેરે તો મૂલગુણોની પુષ્ટિ કરવા રૂપ ગુણનું કારણ હોવાથી જ પોતાની સત્તાને ધારણ કરે છે, અર્થાત્ દિવ્રત વગેરે વ્રતો મૂલગુણોની પુષ્ટિ કરનારા હોવાથી તેમનો વ્રતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી તે વ્રતો શ્રાવકધર્મરૂપ વૃક્ષના શાખા-પ્રશાખા સમાન છે અને તેમને ઉત્તરગુણ કહેવામાં આવે છે,
૧. મૂઢક એ પૂર્વનું માપ છે. મૂઢક આદિ પ્રમાણવાળા ધાન્યને કોથળા વગેરેમાં નાખીને દોરી વગેરેથી બાંધીને આપનારના ઘરમાં રાખી મૂકે.
: