________________
૩૦૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચમા અણુવ્રતના અતિચારો પ્રમાણાતિક્રમ, હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ, દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ, અને કુખ્યપ્રમાણાતિક્રમ. કહ્યું છે કે “પાંચમું અણુવ્રત સ્વીકારનાર શ્રાવક યોજન, પ્રદાન, બંધન, કરણ અને ભાવથી અનુક્રમે ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ અને કુષ્ય એ પાંચના પરિમાણનો અતિક્રમ (=ઉલ્લંઘન) કરતો નથી, અર્થાત્ ધારેલા પરિમાણથી વધારે રાખતો નથી.”
(યોજન એટલે જોડવું. પ્રદાન એટલે આપવું. બંધન એટલે બાંધવું. કારણ એટલે પેટમાં રહેલ ગર્ભ. ભાવ એટલે મૂળ વસ્તુમાં ફેરફાર કરવો. આ પાંચ શબ્દોનો ભાવાર્થ અતિચારોની ઘટનાથી ખ્યાલમાં આવી જશે.)
ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ- જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રમા સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં અરઘટ્ટ આદિથી પાણીનું સિંચન થાય તે સેતુ. જેમાં આકાશના (=વર્ષાદના) પાણીથી અનાજ વગેરે થાય તે કેતુ. જે ક્ષેત્ર સેતુ પણ હોય અને કેતુ પણ હોય, અર્થાત્ જેમાં ઉક્ત બંને પ્રકારે અનાજ વગેરે થાય, તે સેતુ-કેતુ. વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે (વસવા લાયક) પ્રદેશ. ઘરના ખાત, ઉચ્છિત અને ખાતોચ્છિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભોંયરું વગેરે ખાત છે. જે ભૂમિની ઉપર ઊંચાઇથી કર્યું હોય તે ઘર, દુકાન, મહેલ વગેરે ઉચ્છિત છે. ભોંયરાની ઉપર રાજમહેલ વગેરે ખાતોચ્છિત છે. આ ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણનો યોજનથી= અન્યક્ષેત્ર આદિની સાથે જોડવાથી અતિક્રમ (=ઉલ્લંઘન) કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે- મારે એકથી વધારે ક્ષેત્ર કે ઘર ન રાખવું એવો અભિગ્રહ લેનાર શ્રાવક બીજા ક્ષેત્રની કે ઘરની ઇચ્છા થતાં વ્રતભંગના ભયથી પૂર્વના ક્ષેત્રની કે ઘરની બાજુમાં જ નવું ક્ષેત્ર કે ઘર લે. પછી પૂર્વની સાથે એક કરવા માટે વાડ વગેરે દૂર કરે. આમ નવા ક્ષેત્ર આદિને પૂર્વના ક્ષેત્ર આદિની સાથે જોડનારને વ્રત સાપેક્ષ હોવાથી અને કથંચિત્ વ્રતવિરાધના થવાથી અતિચાર લાગે.
હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ– હિરણ્ય એટલે ચાંદી. સુવર્ણ પ્રસિદ્ધ છે. હિરણ્ય-સુવર્ણના પ્રમાણનો પ્રદાનથી બીજાને આપવાથી અતિક્રમ કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે- કોઇએ ચાર માસ વગેરે અવધિથી હિરણ્ય આદિનું પરિમાણ કર્યું. પછી તેને ખુશ થયેલા રાજા વગેરે પાસેથી કોઈ પણ રીતે પરિણામથી વધારે હિરણ્ય વગેરે મળ્યું. વ્રતભંગના ભયથી વ્રતની અવધિ પૂર્ણ થશે ત્યારે લઈશ એમ વિચારીને તે વસ્તુ અન્યના હાથમાં આપીને મૂકે, અર્થાત્ બીજાની પાસે મૂકી રાખે. આ પ્રમાણે વ્રત સાપેક્ષ હોવાથી અતિચાર થાય.
ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ- ધનના ગણિમ, ધરિમ, મેય અને પરિછે એમ ચાર પ્રકાર છે. ગણીને લેવડ-દેવડ થાય તે સોપારી વગેરે ગણિમ છે. જોખીને લેવડ-દેવડ થાય