________________
૩૦૨ - ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચોથાઅણુવ્રતના અતિચારો સ્વસ્ત્રી સિવાયની સઘળીય સ્ત્રીનું પ્રત્યાખ્યાન કર્યું છે. આથી તેની સાથે વિષયસેવન કરવામાં વ્રતભંગ જ થાય.
અનંગક્રીડા- અનંગ એટલે કામ. કામની પ્રધાનતાવાળી ક્રીડા તે કામક્રીડા. હોઠે ચુંબન કરવું, દાંતોથી પ્રહાર કરવો, શરીરે આલિંગન કરવું, સ્તનોનું મર્દન કરવું વગેરે અનંગક્રીડા છે. મારે મૈથુન સેવનનો જ નિયમ છે, અનંગક્રીડાનો નહિ, આવી ભાવનાથી પરસ્ત્રીમાં અનંગક્રીડા કરનાર પરસ્ત્રી ત્યાગીને અતિચાર લાગે. એ પ્રમાણે- પરસ્ત્રી આદિમાં આ પ્રમાણે કરનાર સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને પણ અતિચાર લાગે. આ જ ભાવનાથી પુરુષમાં આલિંગન આદિ કરનાર સ્ત્રીને પણ અતિચાર લાગે.
પરવિવાહકરણ- પોતાના સંતાન સિવાયના સંતાનોનો કન્યાફળ મેળવવાની ઇચ્છાથી કે સ્નેહસંબંધ આદિથી વિવાહ કરવો તે પરવિવાહકરણ. પરસ્ત્રીત્યાગી, સ્વસ્ત્રીસંતોષી અને સ્ત્રી એ ત્રણેને આ અતિચાર સંભવે છે. જ્યારે પરસ્ત્રી આદિમાં અમે મૈથુન ન કરીએ અને ન કરાવીએ એવો નિયમ હોય ત્યારે પરવિવાહ કરવામાં પરમાર્થથી તેમનામાં મૈથુન કરાવેલું થાય છે. આથી વ્રતભંગ છે. હું વિવાહ જ કરું છું, પરસ્ત્રી આદિમાં મૈથુન કરતો નથી એવી ભાવનાથી તો વ્રતસાપેક્ષ હોવાથી અભંગ છે. આ પ્રમાણે પરવિવાહિકરણ અતિચાર છે.
કામમાં તીવ્રાભિલાષ- કામ એટલે કામના ઉદયથી થતું મૈથુન. અથવા સૂચન કરે તે સૂત્ર. એ ન્યાયથી કામ એટલે કામ-ભોગ. તેમાં શાસ્ત્રની પરિભાષાથી શબ્દ અને રૂપ કામ છે. ગંધ-રસ-સ્પર્શ ભોગ છે. તીવ્ર અભિલાષ એટલે અતિશય કામનો અધ્યવસાય. અત્યંત કામ-ભોગના અધ્યવસાયવાળા બની જવું તે કામમાં તીવ્ર અભિલાષા છે. આ અતિચાર પણ પરસ્ત્રીત્યાગી, સ્વસ્ત્રીસંતોષી અને સ્ત્રી એ ત્રણેને ઘટે જ છે.
જો કે તેમણે સ્વસ્ત્રી આદિમાં તીવ્ર પણ કામાભિલાષાનું સાક્ષાત્ પ્રત્યાખ્યાન કર્યું નથી, તીવ્ર કામાભિલાષ છૂટો જ રાખેલો છે, આથી તીવ્રકામાભિલાષ કરવામાં પણ અતિચાર કયાંથી સંભવે? અર્થાત્ ન સંભવે. તો પણ તીવ્ર કામાભિલાષ ન કરવો જોઈએ. કારણ કે જિનવચનના જાણકાર શ્રાવક કે શ્રાવિકા અત્યંત પાપભીરુ હોવાના કારણે બ્રહ્મચર્યનું પાલન કરવાની ઇચ્છાવાળા હોય છે. આમ છતાં જ્યારે વેદોદયને (કામ-પીડાને) સહન ન કરી શકવાના કારણે બ્રહ્મચર્યનું પાલન કરવા સમર્થ થતા નથી ત્યારે માત્ર વેદોદયને
૧. કન્યાફળ એટલે કન્યાદાનનું ફળ. જેમ ધન આદિના દાનનું શુભ ફળ મળે છે, તેમ કન્યાના દાનનું શુભ
ફળ મળે છે એમ અજ્ઞાન લોકો માનતા હોય છે. આથી અજ્ઞાન લોકો કન્યાદાનનું ફળ મેળવવા માટે અન્યના
સંતાનોનો વિવાહ કરવામાં ભાગ લેતા હોય છે. ૨. આનો અર્થ એ થયો કે શ્રાવક કે શ્રાવિકા જો અબ્રહ્મને સેવે તો આનંદ માણવા માટે અબ્રહ્મ ન સેવે, કિંતુ
વેદોદયને ઉપશમાવવા માટે અબ્રાહ્મને સેવે..