________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચોથા અણુવ્રતનું સ્વરૂપ-૩૦૧
પરદારવિરમણ સ્વદારસંતોષવ્રત અતિચાર સહિત ત્રીજું અણુવ્રત કહ્યું. હવે પરદારવિરમણ સ્વદારસંતોષરૂપ ચોથું અણુવ્રત કહેવાય છે
પર એટલે પોતાના સિવાયના પુરુષો, તથા મનુષ્યજાતિની અપેક્ષાએ પર એટલે દેવો અને તિર્યંચો. દાર એટલે પરણેલી કે સંગ્રહ કરેલી (=સ્ત્રી તરીકે રાખેલી) મનુષ્ય સ્ત્રીઓ, તથા દેવીઓ અને પશુજાતિની સ્ત્રીઓ. પરની સ્ત્રીઓનું વિરમણ ત્યાગ તે પરદારવિરમણ. જો કે અપરિગૃહીત દેવીઓ અને કોઈક પશુસ્ત્રીઓ સંગ્રહ કરનાર કે પરણનાર કોઈની ન હોવાથી વેશ્યાસમાન જ છે, તો પણ પ્રાયઃ પરજાતિને (પોતાના સિવાય બીજાને) ભોગવવા યોગ્ય હોવાથી તે સ્ત્રીઓ પરસ્ત્રીઓ જ છે. આથી તેમનો પણ ત્યાગ કરવો. તથા પોતાની સ્ત્રીથી સંતોષ તે સ્વદારસંતોષ. કોઈક પરસ્ત્રીની જેમ વેશ્યાને પણ છોડીને સ્વસ્ત્રથી જ સંતોષ પામે છે. ઉપલક્ષણથી સ્ત્રીઓ માટે સ્વપતિ સિવાયના સામાન્યથી પુરુષમાત્રનો ત્યાગ એમ પણ અહીં જાણવું. અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. તે આ પ્રમાણે- ઈતર પરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહ કરણ અને કામમાં તીવ્રાભિલાષ. આ પાંચ અતિચારોનો 'વિષયવિભાગ આ છે– પરસ્ત્રીનો ત્યાગ કરનારને પાંચ, સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને ત્રણ, સ્ત્રીને ભાંગાના વિકલ્પોથી અપેક્ષાએ ત્રણ અને અપેક્ષાએ પાંચ અતિચારો હોય છે. તે આ પ્રમાણે
ઇવરપરિગૃહતાગમન- ઇવર એટલે થોડો કાળ. પરિગૃહીતા એટલે (પૈસા આપીને) કોઈ વડે સ્વીકારાયેલી વેશ્યા. ગમન એટલે વિષયસેવન. બીજાએ સ્વીકારેલી વેશ્યા સાથે વિષયસેવન કરવું તે ઇત્વપરિગૃહીતાગમન. આ અતિચાર પરસ્ત્રીનો ત્યાગ કરનારને હોય. કારણ કે તેટલો કાળ ધન આપીને બીજાએ તેનો સ્વીકાર કર્યો હોવાથી પરસ્ત્રી છે. પણ હું વેશ્યાગમન જ કરું છું, પરસ્ત્રીગમન કરતો નથી, એ પ્રમાણે સ્વકલ્પનામાત્રથી તો તે પરસ્ત્રી નથી. કેમ કે વેશ્યારૂપ છે.
અપરિગૃહીતાગમન- અપરિગૃહીતા એટલે અનાથ એવી કુલવાન સ્ત્રી. પરસ્ત્રી ત્યાગીને અનાથ કુલીન સ્ત્રીની સાથે પણ વિષયસેવન કરવાથી અતિચાર લાગે. કારણ કે લોકમાં તેની પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ છે. પણ કામુક પુરુષની કલ્પનાથી તો સ્વપતિ આદિ ન હોવાથી પરસ્ત્રી નથી.
આ બંને સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને અતિચારરૂપે ન હોય. કારણ કે તેણે ૧. આ વ્રતના બે પ્રકાર હોવાથી કયા વ્રતવાળાને કયા અતિચારો હોય એવો જે વિભાગ તે વિષયવિભાગ.