________________
૨૯૬-ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[અતિચારનો અર્થ વિશેષ કહેવાથી શું? જે રીતે મૂલગુણ પ્રાણાતિપાત વિરમણ મલિન ન બને તે રીતે પ્રયત્ન કરવો.
પ્રશ્ન- વ્રત લેનારે પ્રાણનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ. તેથી બંધ આદિ કરવામાં પણ એને શો દોષ લાગે? કારણ કે વિરતિ જેવી રીતે લીધી છે તેવી રીતે અખંડિત રહે છે. હવે જો એમ કહેવામાં આવે કે તેણે પ્રાણનાશના પ્રત્યાખ્યાનની સાથે બંધ આદિનું પણ પ્રત્યાખ્યાન કર્યું છે, તો બંધ વગેરે કરવામાં વ્રતભંગ જ થાય. કેમકે વિરતિ ખંડિત થાય છે. તેથી અતિચાર કેવી રીતે હોય? વળી– બંધ વગેરેનું પણ પ્રત્યાખ્યાન કરવું જોઇએ એમ સ્વીકારવામાં આવે તો પ્રસ્તુત વ્રતોની ચોક્કસ સંખ્યા પણ ન રહે. કારણ કે બંધ વગેરે જુદાં વ્રતો છે.
ઉત્તર- વ્રત લેનારે મુખ્યપણે પ્રાણનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ વગેરેનું નહિ. પણ પ્રાણનાશનું પ્રત્યાખ્યાન કરવામાં પરમાર્થથી બંધ વગેરેનું પ્રત્યાખ્યાન કરેલું જ જાણવું. કારણ કે બંધ વગેરે પ્રાણવિનાશનું કારણ છે. (કાર્યના પ્રત્યાખ્યાનમાં કારણનું પ્રત્યાખ્યાન આવી જાય.).
પ્રશ્ન- બંધ આદિનું પણ પ્રત્યાખ્યાન કર્યું છે તો બંધ આદિનું પ્રત્યાખ્યાન ભલે થાઓ, પણ બંધ આદિ કરવામાં વ્રતભંગ થાય, અતિચાર નહિ.
ઉત્તર- વ્રતભંગ ન થાય. વ્રત અંતવૃત્તિથી અને બાહ્યવૃત્તિથી એમ બે પ્રકારે છે. હું મારું એ પ્રમાણે મારવાના સંકલ્પથી રહિત પણ વતી જ્યારે ક્રોધ આદિ આવેશથી “આ મરી ન જાય” એવી દરકાર રાખ્યા વિના બંધ આદિ કરે ત્યારે પોતાનું આયુષ્ય બલવાન હોય ઇત્યાદિ કારણથી જેનો બંધ વગેરે કરવામાં આવે તે જીવનું મૃત્યુ ન થાય તો પણ દયાના પરિણામથી રહિત બની જવાના કારણે વિરતિ નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાથી અંતવૃર્તિથી વ્રત ભાંગ્યું છે. મૃત્યુ ન થવાથી બહિવૃત્તિથી વ્રત પાળ્યું છે. તેથી અંશનો ભંગ થવાથી અને અંશનું પાલન થવાથી અતિચારનો વ્યવહાર થાય છે. કહ્યું છે કે
न मारयामीति कृतव्रतस्य, विनैव मृत्युं क इहातिचारः? ।। निगद्यते य: कुपितो वधादीन्, करोत्यसौ स्यानियमेऽनपेक्षः ॥१॥ मृत्योरभावानियमोऽस्ति तस्य, कोपाद् दयाहीनतया तु भग्नः ।
देशस्य भङ्गादनुपालनाच्च, पूज्या अतीचारमुदाहरन्ति ॥२॥
પ્રશ્ન-“મારે પ્રાણનાશ ન કરવો” એવો નિયમ કરનારને મૃત્યુ વિના જ (માત્ર બંધ, વધ આધિથી) અતિચાર કેવી રીતે લાગે? (નિરાતે )