________________
ચરણશુદ્ધિકાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પહેલા અણુવ્રતના અતિચારો-૨૯૫ ન થાય. આવું બંધન જ્યારે બાંધે ત્યારે સાપેક્ષબંધન છે. અહીં જિનેશ્વરનો ઉપદેશ આ છે– શ્રાવકે ગાય વગેરે પ્રાણીઓ તેવા જ રાખવા જોઇએ કે જે પ્રાણીઓ બાંધ્યા વિના પણ જે પ્રમાણે રાખવામાં આવે તે પ્રમાણે જ રહે. શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઇએ, કે જેથી બંધ વગેરે વિના પણ દૃષ્ટિ પડવા માત્રથી ભય પામેલ દાસ વગેરે સારી રીતે વર્તે. હવે જ્યારે કોઈક સારી રીતે ન વર્તે ત્યારે યથોક્ત સ્વરૂપવાળા સાપેક્ષ બંધને પણ કરનારો શ્રાવક વ્રતને મલિન કરતો નથી. નિરપેક્ષપણે બંધ કરવામાં તો વ્રતમાં અતિચાર થાય.
વધ- વધ એટલે લાકડી કે સોટી આદિથી મારવું. અહીં પણ અર્થ- અનર્થ વગેરે ભાવના બંધની જેમ કરવી. માત્ર આ વિશેષ છે કે નિર્દયપણે મારવું એ નિરપેક્ષ વધ છે. શ્રાવક ભીતપર્ષદ્ હોય તો પણ કોઈક ભય ન પામે અને એથી અનુચિત કંઈક આચરે તો મર્મસ્થાનોને છોડીને દયાપૂર્વક તેને લાતથી કે દોરીથી એક કે બે વાર મારે તો પણ મારનારનો સાપેક્ષ વધે છે.
છવિચ્છેદ- છવિ એટલે ચામડી. ચામડીના યોગથી શરીર પણ છવિ કહેવાય. તેનો (=શરીરનો) છરી આદિથી છેદ કરવો તે છવિચ્છેદ. અહીં પણ ભાવના કહ્યા પ્રમાણે જ કરવી. માત્ર આ વિશેષ છે કે- હાથ, પગ, કાન, નાક, ગળું અને પૂછડું વગેરે અંગોને નિર્દયપણે છેદનારનો નિરપેક્ષ છવિચ્છેદ છે. રાગાદિથી અદૂષિત મતિવાળો જીવ દયાપૂર્વક મર્મસ્થાન, ફોલ્લો અને મસા વગેરેને છેદે તો તેનો સાપેક્ષ છવિચ્છેદ છે.
અતિભારારોપણ- અતિભાર એટલે ઘણો ભાર. આરોપણ એટલે મૂકવું. ગાડીમાં કે બળદની પીઠ આદિ ઉપર ધાન્ય કે સોપારી વગેરેનો ઘણો ભાર મૂકવો તે અતિભારારોપણ. અહીં પૂર્વમુનિઓએ કહેલી યતના આ પ્રમાણે છે- શ્રાવકે બે પગા કે ચારપગા પ્રાણીઓ ઉપર ભાર ઊંચકાવીને થતી આજીવિકાનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ. હવે જો કોઇપણ પ્રકારે બીજી રીતે આજીવિકા ન ચાલે તો જે મનુષ્ય સ્વયં જેટલો ભાર ઉપર ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર તેની પાસે ઊંચકાવવો જોઈએ. પશુ તો જેટલો ભાર વહન કરી શકે તેનાથી કંઈક પણ ઓછો ભાર વહન કરાવવો જોઇએ. હલ અને ગાડા આદિમાં જોડેલા પશુઓને ઉચિતસમયે છોડી દેવા જોઈએ.
ભક્તપાનવ્યવચ્છેદ– આહાર-પાણીનો અંતરાય કરવો તે ભક્તપાન વ્યવચ્છેદ. અહીં પણ અર્થ-અનર્થ આદિ વિચારણા તે પ્રમાણે જ કરવી. માત્ર આ વિશેષ છેરોગની ચિકિત્સા માટે કરાતો ભાત પાણીનો અંતરાય સાપેક્ષ છે. અને અપરાધ કરનારને વાણીથી જ કહે કે તને ભોજન વગેરે નહિ આપું. શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવે.