________________
૨૬૨-સમ્યક્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત મેળવ્યો હોય તે “સ્નાત’ કહેવાય છે. બહારથી અને અંદરથી જે પવિત્ર હોય તે “શુચિ' કહેવાય છે. જેવી રીતે સેંકડો વાર પણ પાણીથી ધોયેલું અશુચિ મદિરાપાત્ર શુદ્ધ થતું નથી તેવી રીતે અંદર રહેલ દુષ્ટ ચિત્ત તીર્થમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. આત્મા એ નદી છે. તે નદી સંયમરૂપ પાણીથી પૂર્ણ છે. તેમાં સત્યરૂપ પાણી રહેલું છે. તેનો શીલરૂપ કિનારો છે. તેમાં દયારૂપ ઊર્મિઓ છે. હે યુધિષ્ઠિર! તેમાં તું સ્નાન કર. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી. હે યુધિષ્ઠિર! જીવઘાત વગેરે પ્રવૃત્તિઓથી આરંભમાં વર્તનાર અને મૈથુન સેવનારને શૌચ ક્યાંથી હોય? હે ભરતપુત્ર! જે દયાળુ છે, સાચું બોલે છે, બીજાએ નહિ આપેલું લેતો નથી, બ્રહ્મચારી અને સંગરહિત છે તે સદાય શુચિ છે. જેનું ચિત્ત રાગાદિથી ફિલષ્ટ છે, અસત્ય વચનોથી મુખ અપવિત્ર છે, જીવહિંસા વગેરેથી કાયા અપવિત્ર છે, તેના માટે ગંગાનદી પણ વિમુખ છે. જેનું ચિત્ત શમ આદિથી શુદ્ધ છે, મુખ સત્ય વચનોથી શુદ્ધ છે, કાયા બ્રહ્મચર્ય આદિથી શુદ્ધ છે, તે ગંગા વિના પણ શુદ્ધ છે.
દાન પણ મુનિઓએ આવા પ્રકારનું જણાવ્યું છે. જેનાથી પોતે પણ દુઃખી ન થાય, અને પરના દુઃખમાં નિમિત્ત પણ ન બને, કેવલ ધર્મ માટે મદદ કરનાર હોય, તે આપવું જોઈએ. તેથી ધર્મ શિવ, બુદ્ધ કે અરિહંત એ કોઇએ પણ રચ્યો હોય, પણ જે ધર્મમાં પૂર્વોક્ત જીવદયા વગેરે છે તે ધર્મ નિર્દોષ છે. જેમણે પરમાર્થને જામ્યો છે તે પુરુષો ધર્મવિચારમાં ઉત્તમ છે. વૈભવ, રૂપ અને યૌવનમાં ઉન્મત્ત બનેલા પુરુષો ઉત્તમ નથી. (૭૫) તેથી જે બહુજીવવધ વગેરેમાં પણ સુવર્ણથી (=સુવર્ણદાનથી) શુદ્ધિ થાય ઇત્યાદિ અનુકૂલ કહે છે, તેનું જ કહેલું સુખની ઇચ્છાવાળા રાજા વગેરે સ્વીકારે છે, તેથી તેમની પ્રામાણિકતા કેવી રીતે હોય? અર્થાત્ તેમણે સ્વીકારેલો ધર્મ પ્રમાણરૂપ કેવી રીતે થાય? તેમાં પણ જેઓ વિદ્વાન છે તેઓ જિનદીક્ષાને પણ પામ્યા છે.
અમરદત્ત-વિમલયશાના લગ્ન. ઈત્યાદિ યુક્તિવાળા વચનોથી વિમલયશાએ અમરદત્તને નિરુત્તર કર્યો. તેણે વિચાર્યું અહો! આ ગૃહસ્થ હોવા છતાં જિનેશ્વરના ધર્મમાં અતિશય નિપુણ છે. તેથી (સાધુઓની પાસે) જઈને જૈનધર્મનો જ અભ્યાસ કરું. પછી મારે તેના એક એક પદને પણ તે રીતે દૂષિત કરવા કે જેથી આ ઉત્તર ન આપે. આ પ્રમાણે વિચાર્યા પછી સાધુઓની પાસે જઈને પહેલાં કપટ ભરેલા વિનયથી ભણવાનું શરૂ કર્યું. કોઈ પણ રીતે જિનેશ્વરનો શ્રેષ્ઠધર્મ તેને તેવી રીતે નિશ્ચલ પરિણમ્યો કે જેથી દેવો પણ તેને ક્યારેય જૈનધર્મથી ચલિત ન કરી શકે. હવે ક્યારેક વિમલયશાએ સૂક્ષ્મપદાર્થોની વિચારણામાં