________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્યત-૨૬૭ દાવાનલ પણ કયો છે? અહીં આ મને કહે. પછી વિમલયશાએ કહ્યું: હે રાજન! તમે સાવધાન થઈને સાંભળો. ભવારણ્યપુરમાં વિશ્વપ્રસિદ્ધ મોહરાજા રહે છે. તેનો તીવ્ર પ્રયત્નવાળો રાગગજેન્દ્ર (?રાગકેશરી) નામનો પુત્ર છે. હે રાજન! તેનો જ્ઞાનને રોકનારો અવિવેક નામનો બીજો પુત્ર છે. મોહરાજાએ તે બંનેને શ્વસુરપક્ષ વગેરેની પાસે મોકલ્યા. મિથ્યાત્વ મંત્રી (વગેરે) પોતાના સૈન્યની સાથે પોતે પણ તેમની પાસે આવ્યો. પછી ગુપ્ત રીતે મોહરાજાથી અને પ્રગટપણે રાગગજેન્દ્ર અને અવિવેક એ બેથી અધિષ્ઠિત થયેલા શ્વસુરપક્ષ વગેરે લોકો આ (ખોટો આરોપ મૂકવો વગેરે) કરે છે. પોતે તો શુદ્ધ છે. મોહના રાગાદિ 'સ્વજનને જ મારો શત્રુ જાણ. હે રાજન! અવિરતિને જ મારી વૈરિણી જાણ. હે રાજન્! જન્મ-મરણરૂપ અગ્નિથી સંસારરૂપ દાવાનલ સળગી રહ્યો છે. તેમાં રાજસ ભાવ એ જ્વાળાઓ છે. તામસ ભાવ ધૂમશિખા (=ધૂમાડાના અગ્રભાગો) છે. વાંસની શ્રેણિઓમાંથી શબ્દ પ્રગટે છે એ દરેક ઘરમાં લોકનો કલહ છે. વિષયોની ઈચ્છારૂપ પવનથી પ્રેરાયેલો અને એથી સતત ફેલાતો એ દાવાનલ જીવોરૂપ વનને નરકાદિના દુઃખરૂપ દાહવડે બાળે છે. હે રાજન્! તેમણે (=મોહ આદિએ) મને પણ ઊંચકીને દાવાનલમાં નાખી. હે રાજ! એક જિનોપદેશરૂપ પાણીથી જ તે દાવાનલ બુઝાય છે. તે તો તે મુનિવરોની પાસે જ છે. તેથી તમે તે રીતે બંધુતા (=બંધુ તરીકેનો સંબંધ) કરો કે જેથી મને તેમની પાસે લઈ જાઓ. હવે ઘરવાસમાં તો એક ક્ષણવાર પણ હું અનુરાગને પામતી નથી. અધિક હર્ષને પામેલા રાજાએ કહ્યું: હે ભદ્ર! તેમની પાસે જવાનું તારું આ સુંદર નિમિત્ત છે. સંસારરૂપ દાવાનલના દાહની શાંતિના ઉપચારનું જ્ઞાન અમારી પાસે ક્યાંથી હોય? કારણ કે તે દાહનું દુઃખ સમાન કે અધિક અમને પણ છે. અમરદત્ત વગેરે લોક રોકી રહ્યો હોવા છતાં સંવેગને પામેલી તે સૂરિ તરફ ચાલી. આ વખતે રાજા, દેવો અને અન્યલોક તેની સ્તુતિ કરી રહ્યો હતો. તેની આગળ ઘણા વાજિંત્રોના મધુરધ્વનિ ફેલાઈ રહ્યા હતા. આકાશમાંથી દેવોએ કરેલી પુષ્પવૃષ્ટિ તેના ઉપર પડી રહી હતી. ક્રમે કરીને તે સૂરિની પાસે આવી. વિધિપૂર્વક ભક્તિથી આચાર્યને નમીને રાજા વગેરે લોકની સાથે ઉચિત સ્થાનમાં તે બેઠી.
વિમલયશા ઉપર મૂકાયેલા અસત્ય દોષારોપણનું કારણ.
ત્યાં ધર્મ સાંભળ્યા પછી અવસર મેળવીને તેણે પૂછ્યું: હે ભગવંત! મને અસત્ય દોષારોપ કેમ પ્રાપ્ત થયો? (૧૭૫) તેથી સૂરિએ વિશેષ રીતે શ્રુતના ઉપયોગથી જાણીને કહ્યું- હે ભદ્ર! તે પૂર્વભવમાં ઇર્ષ્યાથી શોક્ય ઉપર ખોટો દોષારોપ મૂક્યો હતો. તે આ પ્રમાણે–
૧. નન્નુ શબ્દને જ્ઞાતિ અર્થ પણ થાય છે. જ્ઞાતિ શબ્દનો માતા-પિતા વગેરે સ્વજન એવો અર્થ પણ થાય છે.