________________
સમ્યક્ત્વ દ્વારા
ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા-૨૭૭ ચક્રવર્તીના પણ સોળ હજાર દેવો પલાયન થઈ જાય, રત્નોનો સમૂહ પણ નિષ્ફલ થાય. આથી આમાં શો આગ્રહ કરવો? પરંતુ દીનતાને પામેલા શત્રુઓ ઉપર પણ હું પ્રહાર કરતો નથી. આથી તને મૂકી દીધો છે. તે જે શિખામણ લીધી તેને ફરી પણ અમલમાં મૂકજે. સુવર્ણ અને અશ્વ વગેરે કંઈક આપીને સન્માન કરીને તેને નૃપવિક્રમ છોડી દીધો. નૃપવિક્રમ પણ પાછો વળીને પોતાની રાજધાનીમાં આવ્યો.
નૃપવિક્રમ રાજાએ વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવો પ્રસંગ જોયો. નૃપવિક્રમ સુખપૂર્વક પૃથ્વીનું પાલન કરે છે. ઘણા દેવોથી યુક્ત અને આજ્ઞાકારક તે યક્ષ વિષમ કાર્યોમાં તેનું સાંનિધ્ય કરે છે. એકવાર શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠેલો અને ક્રોડ રાજસુભટોથી પરિવરેલો તે રાજા નગરમાંથી બહાર જઇ રહ્યો હતો ત્યારે તે ધનદનામના શ્રીમંત નગરશેઠના ઘરને જુએ છે. તે ઘર આવું છે- ઊંચે તોરણની માળાઓ બાંધી છે. ઘટ્ટ કેશર અને ચંદનના રસથી સિંચાયેલું છે. હર્ષિત ચિત્તવાળો અને શરીરે શણગાર કર્યો છે એવો નગરલોક પૂજાનું પાત્ર, શ્રેષ્ઠ વસ્ત્રો અને સુવર્ણ-મણિથી બનાવેલાં આભૂષણોને લઈને ઘરમાં પ્રવેશ કરે છે. અતિ હર્ષના કારણે ડોલતી અને સ્તનરૂપ પટ્ટ ઉપર પડતી હારરૂપલતા જેની તૂટી ગઈ છે એવો રમણીજન પણ નૃત્ય કરે છે. નૃત્યમાં ઊંચા કરેલા હાથમાં પહેરેલી મણિની ચૂડીઓ અવાજ કરે છે.
કોયલના સ્વરને જેમણે જીતી લીધો છે એવી સૌભાગ્યવતી સ્ત્રીઓ મનોહર ગાય છે. જેમણે સુખકર નૃત્ય અને ગાયન કર્યા છે એવા હલકા કુળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘરમાં પ્રવેશ કરે છે. આંગણમાં મૂકેલા સુવર્ણના પૂર્ણ કળશોથી સંચાર રોકાઈ ગયો છે. હર્ષ પામેલો અને દ્વાર પાસે રહેલો બંદિજન કાનને સુખ કરે તેવું બોલે છે. ત્યાં મોટા દાનો અપાય છે. વિવિધ ખાદ્યો ખવાય છે. પીણાં પીવાય છે. વૃદ્ધજનોનું સન્માન કરાયા છે. (૧૦૦) મણિની અને સુવર્ણની પીચકારીઓથી સર્વલોક ઉપર કુંકુમ છંટાય છે. પુષ્પો, વિલેપન, તંબોલ અને ઘણાં વસ્ત્રો અપાય છે. તથા હર્ષથી ઉન્મત્ત બનેલો સઘળો લોક તેના ઘરમાં તેવી રીતે ભમે છે, કે જેથી પરાધીન બનેલો લોક પોતાને પણ યાદ કરતો નથી. તેવા પ્રકારના ઘરને જોઇને રાજાએ પૂછ્યું: અહીં હર્ષનું કારણ શું છે? કોઇએ કહ્યું છે દેવ! આ ઘરમાં ગઈ કાલે પુત્રનો જન્મ થયો છે. આ પ્રમાણે સાંભળીને, નગરની બહાર *અશ્વવાહનિકા કરીને, નગરના ઉદ્યાનની શોભાને જોઈને જેટલામાં પાછો ફર્યો તેટલામાં જુએ છે તો તે ઘરની અંદર તે જ લોક મોટા શબ્દથી કરુણ સ્વરે હા હા! આ શું? ૧. ૩ખીત= અતિ, ઘણું. ૨. પોતિર= ડોલતું-હાલતું. ૩. ખાદ્યઃખાવા યોગ્ય વસ્તુ. ૪. અશ્વોને ખેલાવવા=ચલાવવા તેને અશ્વવાહનિકા કહેવામાં આવે છે.