________________
૨૯૨- ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચારિત્રનું સ્વરૂપ
આ પ્રમાણે ચારિત્રથી યુક્ત જ સમ્યક્ત્વ મોક્ષસાધક છે, કેવળ સમ્યક્ત્વ નહિ. આથી સમ્યક્ત્વશુદ્ધિ દ્વાર પછી ચરણશુદ્ધિ દ્વાર કહેવાય છે. આ પ્રમાણે અહીં પૂર્વદ્વારની સાથે આ દ્વા૨ના સંબંધનું પ્રતિપાદન કરાયેલું જાણવું. [૧૧૨]
હવે ચારિત્રના સ્વરૂપને જ કંઇક વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર દ્વારગાથાને કહે છે—
किं चरणं १ कइभेयं, २ तदरिह ३ पडिवत्तिविहिपरूवणया ४ । उस्सग्गववाएहि य तं, कस्स ५ फलं च किं तस्स ६ ॥११३॥
ચારિત્ર શું છે? અર્થાત્ ચારિત્રનું સ્વરૂપ કેવું છે? ચારિત્ર કેટલા પ્રકારનું છે? કેવા જીવો ચારિત્રને યોગ્ય છે? ચારિત્ર સ્વીકારની વિધિની પ્રરૂપણા, કેવા સાધુને ઉત્સર્ગ-અપવાદોથી ચારિત્ર શુદ્ધ થાય? ચારિત્રનું ફલ શું છે? આ છ દ્વારો છે. [૧૧૩] વિસ્તારથી અર્થ તો સ્વયમેવ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–
सावज्जजोगविरई, चरणं ओहेण देसियं समए ।
भेण उ दुवियप्पं, देसे सव्वे य नायव्वं ॥११४॥
શાસ્ત્રમાં સામાન્યથી સાવદ્યયોગ વિરતિને ચારિત્ર કહ્યું છે. ભેદથી તો દેશથી અને સર્વથી એમ બે પ્રકારનું જાણવું.
વિશેષાર્થઃ– સામાન્યથી એટલે દેશથી અને સર્વથી ઇત્યાદિ વિશેષ વિચારણાની અપેક્ષા વિના.
સાવધયોગ વિરતિ– સાવદ્ય શબ્દમાં અવદ્ય અને સ એમ બે શબ્દો છે. અવદ્ય એટલે પાપ. સ એટલે સહિત. જે પાપથી સહિત હોય તે સાવદ્ય. સાવદ્યયોગ એટલે જીવઘાત વગેરેનું કારણ બને તેવી આરંભવાળી પ્રવૃત્તિ વગેરે. વિરતિ એટલે નિવૃત્તિ. સાવદ્યયોગોથી નિવૃત્તિ (=અટકવું) તે સાવદ્યયોગવિરતિ, અર્થાત્ પાપવાળા વ્યાપારનો (=પ્રવૃત્તિનો) ત્યાગ કરવો તે સાવદ્યયોગવિરતિ.
ચારિત્ર શું છે એ દ્વાર પૂર્ણ થયું. હવે ચારિત્ર કેટલા પ્રકારનું છે એનો નિર્ણય ક૨વા માટે કહે છે ભેદથી (=વિશેષથી) વિચારવામાં આવે તો ચારિત્ર દેશથી અને સર્વથી એમ બે પ્રકારનું છે. સ્થૂલપ્રાણાતિપાત આદિથી વિરતિ તે દેશથી ચારિત્ર છે. સ્થૂલ-સૂક્ષ્મ જીવથાત આદિથી વિરતિ તે સર્વથી ચારિત્ર જાણવું. દેશથી ચારિત્રને દેશચારિત્ર અને સર્વથી ચારિત્રને સર્વચારિત્ર કહેવામાં આવે છે. [૧૧૪]