________________
૨૮૬-સમ્યકત્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યકત્વના લિંગ તીર્થકરોએ તેની અનુજ્ઞા આપી નથી. હવન સાવદ્ય હોવાથી તીર્થકરોએ જ તેનો નિષેધ કર્યો છે. ચંદ્ર-સૂર્યના ગ્રહણનું તો ભગવતીસૂત્ર બારમા શતકના છઠ્ઠા ઉદેશામાં વિસ્તારથી નિવારણ કર્યું છેaખંડન કર્યું છે. કેમ કે તે યુક્તિથી રહિત છે. તે આ પ્રમાણે- રાહુ ચંદ્રને ગળી જાય છે એ વિષે પૂછવાનું કે શું દેવ દેવને ગળે છે? કે વિમાન વિમાનને ગળે છે? તેમાં પહેલો પક્ષ અસંગત જ છે. કારણ કે તે દેવો આપણી દૃષ્ટિના વિષય નથી= આપણે તેમને જોઈ શકતા નથી. ઘર ઘરને ગળી જાય એવું ક્યાંય જોવામાં આવ્યું નથી અને ઈષ્ટ પણ નથી. હવે જો તું કહે કે લોકમાં “આ ઘર ઘરને ગળી ગયું” એવો પ્રવાદ દેખાય જ છે, તો આ વિષે જણાવવાનું કે તું આ સારું પ્રતિપાદન કરે છે. કેવળ એક ઘર બીજા ઘરથી અંતર્ધાન થયેલું અદૃશ્ય થઈ ગયેલું જોઇને લોકમાં આ પ્રમાણે બોલતા હોય છે. પણ ગળી જવા રૂપ બીજું કોઈ ભક્ષણ નથી. આ (=અંતર્ધાન થવું એ) તો અહીં અમે પણ માનીએ છીએ. કારણ કે અમોએ સૂર્ય-ચંદ્ર વિમાનો રાહુ વિમાનથી અંતર્ધાન થઈ જાય છે એમ સ્વીકાર્યું છે. વિસ્તારથી સર્યું. એ પ્રમાણે બીજા પણ લોકહેરીથી પ્રવૃત્ત થયેલા કર્તવ્યો છોડી દેવા. કારણ કે એ કર્તવ્યોમાં કેટલાંક જીવઘાતનું કારણ હોવાથી અને બીજા કેટલાંક કર્તવ્યો નિષ્ફલ હોવાથી સર્વજ્ઞોએ ઉપદેશેલા નથી.
હવે અતિચાર દ્વારમાં મિથ્યાધર્મીના સંગ વગેરેનો લગભગ નિષેધ કરી દીધો હોવા છતાં લોકમાં તે ઘણું પ્રવૃત્ત થયેલું હોવાથી ફરી પણ તેનો નિષેધ કરતા ગ્રંથકાર કહે છે– બૌદ્ધધર્મી વગેરે મિથ્યાધર્મીઓની સાથે બોલવું વગેરે સ્વરૂપ સંગનો અને લૌકિક ધર્મસ્થાનોમાં જવાનો ત્યાગ કરવો જોઇએ. [૧૦૮].
આ પ્રમાણે મિથ્યાધર્મીસંગ આદિના ત્યાગનો વારંવાર ઉપદેશ કેમ આપવામાં આવે છે એ વિષે ગ્રંથકાર કહે છે
मिच्छत्तभावओच्चिय, जीवो भवसायरे अणाइम्मि । दढचित्तोवि छलिजइ, तेण इमो नणु कुसंगेहिं ॥ १०९॥
અનાદિ સંસારસાગરમાં દઢ ચિત્તવાળો પણ જીવ કુસંગો વડે મિથ્યાત્વભાવથી જ છેતરાય છે માટે કુસંગ ત્યાગનો વારંવાર ઉપદેશ આપવામાં આવે છે. [૧૯].
સમ્યકત્વના પાંચ લિંગ અતિચાર દ્વાર કહ્યું. હવે લિંગદ્વારના નિર્ણય માટે કહે છેजस्स भवे संवेओ, निव्वेओ उवसमो य अणुकंपा । अस्थिक्कं जीवाइसु, नजइ तस्सऽस्थि सम्मत्तं ॥ ११०॥