________________
સમ્યદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વના લિંગ-૨૮૭ જેને સંવેગ, નિર્વેદ, ઉપશમ, અનુકંપા અને જીવાદિમાં આસ્તિક્ય છે તે જીવમાં સમ્યકત્વ છે એમ જણાય છે.
વિશેષાર્થ – સંવેગ- મનુષ્ય-દેવના સુખોને છોડીને મુક્તિસુખનો અભિલાષ એ સંવેગ છે. કહ્યું છે કે-“સમ્યગ્દષ્ટિ જીવ સંવેગના કારણે ચક્રવર્તીના અને ઇંદ્રના સુખને પરમાર્થથી દુ:ખ જ માને છે. કારણ કે તે સુખ અસ્વાભાવિક, કર્યજનિત અને નાશ પામનારું છે. તથા સ્વાભાવિક જીવસ્વરૂપ, કર્મથી નહિ થનારા અને નાગરહિત મોક્ષને છોડીને બીજું કંઈ ઇચ્છતો નથી.”
નિર્વેદ– નારક અને તિર્યંચ આદિ (ગતિના) સાંસારિક દુઃખોથી કંટાળો તે નિર્વેદ છે. કહ્યું છે કે “પરલોકનો માર્ગ કર્યો નથી, અર્થાત્ સદનુષ્ઠાન કર્યા નથી (=કરી શકતો નથી), તો પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એવો સમ્યગ્દષ્ટિ જીવ નિર્વેદગુણના કારણે નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ પસાર કરે, અર્થાત્ “ક્યારે હું સંસારથી મુક્ત બને” એવી ઝંખનાપૂર્વક રહે.” ' ઉપશમ- અપરાધી પ્રત્યે પણ ક્રોધ ન કરવો તે ઉપશમ. કહ્યું છે કે- “જીવના તેવો (=ઉપશમનો) સ્વભાવ થઈ જવાથી અથવા તો કર્મોના અશુભ વિપાકને (ત્રકટુ ફળને) જાણીને કષાયોનો ઉપશમ થાય છે. આ ઉપશમથી સમ્યગ્દષ્ટિ જીવ સદાય (=જ્યાં સુધી સમ્યકત્વના પરિણામ હોય ત્યાં સુધી) અપરાધી ઉપર પણ ક્રોધ કરતો નથી.'
અનુકંપા- કોઈ જાતના ભેદભાવ વિના દુઃખી જીવો ઉપર કરુણા કરવી તે અનુકંપા. કહ્યું છે કે– “સમ્યગ્દષ્ટિ જીવ ભયંકર સંસારસાગરમાં શારીરિક-માનસિક દુઃખથી પીડાતા પ્રાણીઓને જોઈને યથાશક્તિ દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારની અનુકંપા કરે.”
આસ્તિકય- શંકા- કાંક્ષા વગેરે દોષથી રહિત જીવ જિનોક્ત તત્ત્વોનો સ્વીકાર કરે તે જીવાદિમાં આસ્તિક્ય છે. કહ્યું છે કે-“શ્રી જિનેશ્વરોએ જે કહ્યું છે તે જ નિઃશંકપણે સત્ય છે એવી માન્યતાવાળો અને અન્ય (દર્શન આદિ)ની આકાંક્ષા વગેરે વિસોતસિકા વિનાનો આત્માનો શુભપરિણામ તે સમ્યકત્વ છે.”
(વિસ્રોતસિકા એટલે સમ્યકત્વથી પ્રતિકૂલ હોય તેવા માનસિક ભાવો.)
૧. કષાયના આવેશવાળો જીવ એક અંતમુહૂર્તમાં જે અશુભ કર્મ બાંધે છે તેને અનેક કોટાકોટિસાગરોપમ કાળ
સુધી દુઃખથી ભોગવે છે એવા અશુભ વિપાકને જાણીને. ૨. “આ અમારો છે આ અમારો નથી” એવા વિચાર વિના.