________________
સમ્યત્વકાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વના અતિચારો-૨૮૩
સમ્યકત્વના અતિચારો વિશેષાર્થ – જીવ જે દોષોથી સમ્યકત્વમાં મલિનતા ઉત્પન્ન કરવા દ્વારા સમ્યકત્વની મર્યાદાને ઓળંગી જાય તે દોષો અતિચાર છે. અર્થાત્ અતિચારો મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી થતા આત્માના અશુભ પરિણામ વિશેષ છે.
(૧) શંકા- શંકા કરવી તે શંકા. અર્થાત્ અરિહંત ભગવંતે પ્રરૂપેલા અત્યંત ગહન જીવાદિ પદાર્થો મતિની દુર્બળતાથી બરોબર ન સમજાય ત્યારે તે પદાર્થોમાં “આ આ પ્રમાણે હશે કે નહિ” તેવો સંશય કરવો તે શંકા અતિચાર છે. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. તેમાં “આ જીવ નિત્ય છે કે અનિત્ય છે”? વગેરે એક દેશની શંકા તે દેશથી શંકા છે. મૂળથી જ “જીવ છે કે નહિ?” ઇત્યાદિ સર્વની શંકા તે સર્વથી શંકા છે. આ બંને પ્રકારની શંકા સમ્યકત્વને મલિન કરે છે. જો કે આગમમાં કહેલું ક્યાંક મતિની દુર્બલતા આદિથી ન સમજાય તો પણ તે બધું ય તે પ્રમાણે છે” એમ સ્વીકારવું જોઇએ. કારણ કે તે બધું અન્ય પદાર્થની જેમ સર્વશે કહેલું છે, અર્થાત્ જે પદાર્થો સમજાય છે તે પદાર્થો જેમ સર્વજ્ઞ કહેલા છે તેમ જે પદાર્થો નથી સમજાતા તે પદાર્થો પણ સર્વજ્ઞ જ કહેલા છે. આ વિષે કહ્યું છે કે-“બુદ્ધિની ન્યૂનતા, તેવા પ્રકારના (સમજાવનારા) આચાર્યનો અભાવ, જીવાદિ ષેય પદાર્થોનું સ્વરૂપ ગહન હોય, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, હેતુ અને દૃષ્ટાંત ન હોય, આટલા કારણોથી જો કોઈ વિષય યથાર્થ ન સમજાય, તો પણ બુદ્ધિમાન જીવ સર્વજ્ઞનો મત સત્ય છે એમ વિચારે-માને. કારણ કે શ્રી જિનેશ્વરો ઉપકાર નહિ કરનારા ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર, રાગ-દ્વેષ-મોહને જિતનારા અને જગતમાં શ્રેષ્ઠ છે. તેથી તેઓ અસત્યવાદી હોતા નથી.”
(ર) કાંક્ષા- કાંક્ષા એટલે બીજા બીજા દર્શનનો સ્વીકાર. બૌદ્ધ આદિ દર્શનો પણ સર્વજ્ઞના દર્શન તુલ્ય છે એવો વિચાર કરવો તે કાંક્ષા છે. કાંક્ષાના પણ દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. જેવી રીતે સર્વજ્ઞના આગમમાં છે તે રીતે અન્ય પણ કોઇક બૌદ્ધ આદિ દર્શનમાં ચિત્તનિગ્રહ વગેરે કોઈક ધર્મનું થતું પ્રતિપાદન સાંભળીને વિચારે કે, આ પણ એક દર્શન સર્વજ્ઞદર્શનની સમાન જ છે. કારણ કે આમાં પણ ચિત્તનિગ્રહ આદિ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આવું જ્યારે વિચારે ત્યારે દેશથી કાંક્ષા છે. જૈમિની, કણાદ અને ગૌતમ મુનિ આદિ ઘણાઓનાં દર્શનોમાં જીવદયા વગેરે કોઈક ધર્મનું કરાતું પ્રતિપાદન સાંભળીને વિચારે કે બધાંય દર્શનો સર્વજ્ઞદર્શન તુલ્ય જ છે. કારણ કે જીવદયા વગેરે બધાંય દર્શનોમાં સમાન છે. આવું વિચારે ત્યારે સર્વથી કાંક્ષા છે. બંને પ્રકારની આ કાંક્ષા પણ સમ્યકત્વને દૂષિત કરે છે. કારણ કે ઘણાક્ષર ન્યાયથી ચિત્તનિગ્રહ અને જીવદયા વગેરે ધર્મની સમાનતા હોવા છતાં બીજા ઘણા ધર્મોની સાથે અન્ય દર્શનોની