________________
૨૮૨- સમ્યકત્વદ્યાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યકત્વના પ્રકાર વિશેષાર્થ – ગાથાનો અર્થ સુગમ છે. સમ્યકત્વ જે રીતે દુર્લભ છે તે રીતે પહેલાં જ કહી દીધું છે. [૧૦૫]
સમ્યકત્વના પાંચ પ્રકાર ગુણદ્વાર કહ્યું: હવે સમ્યકત્વ કેટલા પ્રકારનું છે તે દ્વારના નિર્ણય માટે કહે છે
खइयं खओवसमियं, वेयय उवसामियं च सासणयं । पंचविहं पण्णत्तं, सम्मत्तं वीयराएहिं ॥ १०६॥
વીતરાગોએ ક્ષાયિક, લાયોપથમિક, વેદક, ઔપથમિક અને સાસ્વાદન એમ પાંચ પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે.
વિશેષાર્થ – સમ્યકત્વના ક્ષાયોપથમિક, ઔપથમિક અને સાસ્વાદન એ ત્રણ ભેદો પહેલાં જ બતાવી દીધા છે. અનંતાનુબંધી ચાર કષાયોનો તથા મિથ્યાત્વ-સમ્યકત્વ-મિશ્ર એ ત્રણ પુંજનો ક્ષય થઈ જતાં ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ અનંતાનુબંધી આદિ સાત કર્મોમાંથી અનંતાનુબંધી વગેરે છ કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ જતાં અને સમ્યકત્વ પુંજનો ઘણો ક્ષય થઈ જતાં છેલ્લો ગ્રાસ(=ભાગ) બાકી હોય ત્યારે હજી પણ કેટલાક સમ્યકત્વ પુદ્ગલો વેદાતા હોવાથી આ સમ્યકત્વ વેદક કહેવાય છે.
પ્રશ્ન- જે વેદાય(=અનુભવાય) તે વેદક સમ્યકત્વ એ અર્થના આધારે ક્ષાયોપથમિક સમ્યકત્વના છેલ્લા ભાગના પુદ્ગલો વેદાય ત્યારે જો વેદક સમ્યકત્વ કહેવાય છે તો ક્ષાયોપથમિક સમ્યકત્વમાં પણ સમ્યકત્વપુદ્ગલો વેદાતા હોવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ પણ વેદકને પામે, અર્થાત્ ક્ષાયોપથમિક સમ્યકત્વને પણ વેદક સમ્યકત્વ કહેવાની આપત્તિ આવે.
ઉત્તર- આ પ્રશ્ન કરવો યોગ્ય નથી. શાસ્ત્રીય પરિભાષાથી સમ્યકત્વપુંજનો છેલ્લો ગ્રાસ બાકી હોય ત્યારે જ વેદક સમ્યકત્વ કહેવાય છે. કારણ કે તેવી રૂઢિ થઈ ગઈ છે. [૧૦૬]
સમ્યકત્વ કેટલા પ્રકારનું એ કાર પૂર્ણ થયું. હવે અતિચાર દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
संका कंख विगिंछा, पासंडीणं च संथवपसंसा । तस्स य पंचऽइयारा, वजेयव्वा पयत्तेणं ॥ १०७॥
સમ્યકત્વના શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પાખંડી સંસ્તવ અને પાખંડી પ્રશંસા એ પાંચ અતિચારનો પ્રયત્નથી ત્યાગ કરવો.