________________
૨૭૦-સમ્યત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા
કેવલી ભગવંતનું આગમન. આ તરફ તે નગરમાં ધનંજય નામનો શ્રેષ્ઠ યક્ષ છે. તે પૂજા કરવાથી સહાયતા કરે છે. સઘળું ય નગર તેની પાસે જાય છે. તેથી તીવ્ર વેદનાના ઉદયમાં પડેલા કુમારે માનતા કરી કે જ્યારે રોગ દૂર થશે ત્યારે સો પાડા આપીશ, દરરોજ તમને પ્રણામ કર્યા પછી ભોજન કરીશ. આ દરમિયાન ઘણા સાધુઓથી પરિવરેલા અને ત્રણ જગતને પ્રગટ કરવા માટે અદ્વિતીય સૂર્ય એવા વિમલકીર્તિ નામના કેવલી ત્યાં પધાર્યા. મહેલ ઉપર રહેલા રાજાએ સર્વ નગરજનોને સર્વ આડંબરથી અને ઉત્કૃષ્ટ ભક્તિથી કેવળીને વંદન કરવા માટે જતા જોયા. તેથી અતિશય વિસ્મય પામેલા તેણે ઘણા વિકલ્પો=વિચારો કરીને પોતાના એક પુરુષને પૂછ્યું. તે પુરુષે પૂર્વે કેવલીના આગમનનો વૃત્તાંત જાણી લીધો હતો. તેથી તેણે રાજાને સઘળું કહ્યું. તે સાંભળીને રાજા ત્યાંથી જલદી ઉઠ્યો. પછી શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને મંત્રીઓ અને માંડલિક રાજાઓની સાથે કેવળીની પાસે જવા માટે રાજા જેટલામાં ચાલ્યો તેટલામાં કુમારે તે સાંભળ્યું. તેથી તેણે વિચાર્યું. જેવી રીતે સૂર્યકિરણોના સ્પર્શથી અંધકારસમૂહ નાશ પામે છે તેવી રીતે આવા પુરુષોના દર્શન માત્રથી પણ ચોક્કસ સર્વરોગો નાશ પામે છે. હવે જો પાપી એવા મારા રોગો નાશ નહિ પામે તો પણ પાપો નાશ પામશે. પોતાને વ્યાધિ થવાનું શું કારણ છે? વગેરે સંશયોને પૂછીશ. ઇત્યાદિ હૃદયમાં રાખીને તેણે રાજાને કહેવડાવ્યું કે કૃપા કરીને કષ્ટથી પણ મને ત્યાં લઈ જાઓ. આંસુઓના પાણીથી ભરેલા નેત્રોવાળા રાજાએ પણ કોઈપણ રીતે તે સ્વીકાર્યું. પછી શિબિકામાં બેસાડીને તેને પણ કોઈપણ રીતે
ત્યાં લઈ ગયા. પછી રાજા અને કુમારે સુવર્ણકમલ ઉપર બિરાજમાન અને દેવો, મનુષ્યો, વિદ્યાધરોને ઉત્તમધર્મની દેશના આપતા તે મુનીશ્વરના જલદી દર્શન કર્યા. દર્શન કરતાં અતિશય હર્ષ પ્રગટ થવા લાગ્યો. પછી વિનયથી નમીને ઉચિત સ્થાને બેઠા. પછી કેવળીએ; રાજા વગેરે સઘળી પર્ષદાને ધર્મ કહ્યો. ધર્મ સાંભળીને અવસરે પુત્રથી પ્રાર્થના કરાયેલા રાજાએ
સ્કૂલના પામતી ગદ્ગદ્ વાણીથી મુનીશ્વરને પૂછ્યું: હે ભગવંત! મારા આ પુત્રે અન્ય ભવમાં કયું કર્મ કર્યું છે કે જેથી મહારોગરૂપ અગ્નિથી બળી રહ્યો છે, દુખસાગરમાં ડૂબેલો છે, ક્ષણવાર પણ સુખને પામતો નથી, વૈદ્યોએ તેને છોડી દીધો છે. તેથી મુનિપતિએ કહ્યું છે રાજ! સાવધાન થઈને સાંભળ.
નૃપવિક્રમના પૂર્વભવો પશ્ચિમ મહાવિદેહમાં રત્નસ્થલ નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં અસત્યનો અદ્વિતીય મંદિર, ધર્મનો શત્રુ, નાસ્તિકવાદી અને મહાપાપી પદ્માક્ષ નામનો રાજા હતો. હવે એકવાર
૧. સંનિદિન=સહાય કરવા માટે નજીકમાં રહેલ. પરિ =પૂજા વિશેષ.