________________
સમ્યકત્વધાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૬૩ તત્પર તેને સમતભદ્રસૂરિની પાસે બેઠેલો જોયો. તેને તે પ્રમાણે સંવેગથી ભાવિત અને વિનય-જ્ઞાનથી યુક્ત જોઇને હર્ષિત મનવાળી વિમલયશાએ આ પ્રમાણે કહ્યું છે મહાયશસ્વી! આજે પણ તારી ધર્મ વિચારમાં શું ઇચ્છા છે? એટલામાં વિશકશેઠ પણ ત્યાં જ આવ્યા. પછી અમરદને કહ્યું: હે ભદ્ર! જેમ નિશ્ચિતરૂપે પુટપાક આદિથી વિશુદ્ધ સુવર્ણ વિષે (શુદ્ધાશુદ્ધની) વિચારણા નિરર્થક છે તેમ, શુદ્ધ આચારથી ઉત્પન્ન થયેલા મતમાં કદાગ્રહથી યુક્ત બુદ્ધિવાળાઓ જે ફરી (શુદ્ધાશુદ્ધની) વિચારણા કરે તે મનુષ્યોની જડતાને છોડીને બીજું શું સિદ્ધ કરે છે? અર્થાત તેમની જડતા જ સિદ્ધ થાય છે. વસ્તુના પરમાર્થથી અજ્ઞાત, અસત્યને સ્વીકારનારા મિથ્યાત્વમોહથી મૂઢ બનેલા અને અનુચિત બોલનાર જેઓ આ પ્રમાણે પાંચ મહાવ્રતોથી નિર્મલ, રાગાદિ દોષોથી રહિત, ઉપશમ, માર્દવ, સરળતા અને અભય આદિ ગુણોથી સમૃદ્ધ, શત્રુ-મિત્રના પક્ષમાં સમભાવવાળા, સ્વાધ્યાય, ધ્યાન, શીલ અને તપથી યુક્ત, ઇન્દ્રિયજયથી અદ્વિતીય શ્રેષ્ઠ, સદા તપથી વિભૂષિત, જેમાં જ્ઞાનનો અભ્યાસ બહુ સંમત છે તેવા, વિશુદ્ધ ગુરુ-વિનય અને દાનથી સારભૂત, પૂર્વાપર વિરોધથી રહિત, સઘળા પ્રમાણોથી સિદ્ધ અને સર્વજ્ઞભાષિત એવા પણ ધર્મમાં જે (શુદ્ધાશુદ્ધની) વિચારણા કરે છે તે વિચારણા તેમના દુર્ગતિમાં ગમનને છોડીને બીજા કયા ફળને સિદ્ધ કરે છે? અર્થાત્ તેમને દુર્ગતિમાં ગમન સિવાય બીજું ફળ મળતું નથી. વિકસિત સંવેગવાળા તેણે ઇત્યાદિ યુક્તિથી સારભૂત કહ્યું ત્યારે વિમલયશાના મનમાં હર્ષ પ્રગટ થયો. તેણીએ વિચાર્યું. આ પ્રમાણે સંવેગથી વિશુદ્ધ વચનોથી જણાય છે કે એના મનમાં જિનધર્મ પરિણમ્યો છે. બીજું- મારા ઉપર પણ થોડો રાગ થયેલો જણાય છે. અમૃતરસથી ભાવિત થયેલાઓની અન્ય રસની તૃષ્ણા નિવૃત્ત થાય છે. તેથી જો આ ઈચ્છે અને જો કોઈપણ રીતે મારા પિતા પણ સ્વીકાર કરે તો એનાથી પરણાયેલી હું એને ધર્મમાં સ્થિર કરું. પિતાએ દૃષ્ટિભાવથી જ તેણીનો અભિપ્રાય જાણી લીધો. તેથી તેણે હૃદયમાં વિચાર્યું. અહીં શું અયુક્ત છે? અમરદત્તની રૂપ વગેરે ગુણસમૃદ્ધિ પૂર્વે પણ હતી. હમણાં જિનધર્મ પણ સારી રીતે પરિણમેલો જણાય છે. તેથી આ યુક્ત છે. તે આમ વિચારીને અને ક્ષણવાર ધર્મને સાંભળીને આદરથી અમરદત્તને બોલાવીને ઘરે લઈ ગયો. ત્યાં સન્માન કરીને અમરદત્તને કહ્યું: હે મહાયશસ્વી! તું ધન્ય છે કે હમણાં વિશ્વમાં અદ્વિતીય સારભૂત જિનેન્દ્રના ધર્મમાં તુ આસક્ત બન્યો છે. તેથી મારી સાથે મારો સઘળો ય ઘરનો સાર પણ સામાન્ય છે, તો પછી માત્ર પુત્રી માટે શું કહેવું? તેથી અનુગ્રહ કરીને એને તું પરણ. (૧૦૦) અસગ્રહથી રહિત તેણે વિશ્વાસપૂર્વક શેઠને કહ્યું. અહીં તમે જે જાણો તે કરો. હું શું કહું? પછી હર્ષ પામેલા શેઠે શ્રેષ્ઠ લગ્ન વખતે ઘણી ધામધૂમથી અને અતિશય હર્ષથી તે બેનાં લગ્ન કરાવ્યાં.