________________
૨૬૪-સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દેણંત બંને અતિશય પ્રીતિથી પૂર્ણ બનીને ત્યાં ઘણા દિવસો સુધી રહ્યા. પછી માતા-પિતાના પત્રથી તેણીની સાથે પોતાના ઘરે ગયો.
વિમલયશા ઉપર ખોટો આરોપ મૂકાયો. વિમલયશા પણ સદાય શ્વસુરપક્ષનો વિનય કરે છે. પણ તે જિનધર્મમાં અનુરાગવાળી હોવાના કારણે સઘળો શ્વસુરપક્ષ તેના ઉપર વૈષવાળો થયો. શ્વસુરપક્ષે પુત્રને કહ્યું: હે વત્સ! બહુમાયાવાળી આણે તને પણ ભોળવીને ખોટા ધર્મમાં લઈ આવી છે. અમરદત્ત પૂર્વોક્તયુક્તિ વગેરેથી નિપુણવચનો વડે તેમને જેમ જેમ સમજાવે છે તેમ તેમ તેઓ મહાદ્વૈષવાળા થયા. દરરોજ નિપુણતાથી વિમલયશાના છિદ્રો શોધવા લાગ્યા. અમરદત્તને તેના અસબૂત દોષોને કહેવા લાગ્યા. સ્ત્રીના પ્રભાવને (=સ્વભાવને) જાણનાર અમરદત્ત તેમના ઉપર કોઇપણ રીતે વિશ્વાસ મૂકતો નથી. તેથી તેઓ દરરોજ વધારે દ્વેષને પામવા લાગ્યા. પતિ-પત્નીને ધર્મમાં વિઘ્ન કરે છે. તેમની સાથે ઘણો કલહ કરે છે. તો પણ તેમનું મન મેરુશિખરની જેમ ધર્મથી ચલિત થતું નથી. તેથી અતિશય વિલખા ચિત્તવાળા અને દુષ્ટ એવા સાસુ-સસરાએ (ખાનગી) મંત્રણા કરીને, રાત્રીના પ્રથમ પહોરમાં અમરદત્ત બહારથી પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે એમ જાણીને, વિમલયશા મહેલની ઉપરના વાસઘરમાં સુતી હતી ત્યારે, ઘણું ધન આપીને સંકેત કરીને એક પુરુષને ઉપરના માળ ઉપર મોકલ્યો, અને સ્વયં ઘણો પોકાર કર્યો. તેથી ભય પામેલો અમરદત્ત દોડીને ઉપર ચડ્યો. વાસઘરમાં પ્રવેશ કરાયેલ તે પુરુષ જલદી દીવાને બુઝાવીને બહાર નીકળીને કુદકો મારીને પલાયન થઇ ગયો. માતા-પિતાએ અમરદત્તને તે પુરુષ પ્રત્યક્ષ બતાવ્યો. હવે વિસ્મય પામેલો તે ખેદપૂર્વક વિચારવા લાગ્યો કે યુગ બદલાઈ જાય તો પણ પ્રિયાનું શીલખંડિત ન કરી શકાય. આ કંઇપણ અયુક્ત જેવું દેખાય છે. તેથી શું થશે તે હું જાણતો નથી. હણાયેલ કૃતાંત અહીં દુર્વિલાસ (=અનુચિતચેષ્ટા) કર્યો છે. ઇત્યાદિ વિચારતા તેને માતા-પિતાએ કહ્યું કે હે મૂઢ! જેના શીલથી તું ગર્વ ધારણ કરે છે તેનું આ માહાભ્ય છે, આ તેનો ધર્મ છે, આ મુનિઓનો અને સાધ્વીઓનો ઉપદેશ છે. જિનધર્મમાં શ્રાવિકાઓ આવી જ હોય છે. બીજું- આટલો અપરાધ હોવા છતાં જો તું એનો ત્યાગ ન કરે તો ચોક્કસ સ્ત્રી સહિત તારું પણ અમારે કામ નથી. ઈત્યાદિ મોટા શબ્દોથી આ લોકો કલહ કરી રહ્યા હતા ત્યારે સહસા વિમલયશાની ઊંઘ ઊડી ગઈ, અને તેણે તે સાંભળ્યું. તેથી તે જાણે વજથી હણાઈ હોય, જાણે ઘરનું સારભૂત હરાઈ ગયું હોય, તેમ વિચારવા લાગી કે, આ શું થયું? હે ભાગ્ય! તું મારા સુખને હરી લે. મારું અનિષ્ટ પણ કર, પણ પ્રિયજનોએ મારા પણ શીલમાં જે