________________
૨૫૬-સમ્યક્તદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યક્ત પ્રાપ્તિનો ક્રમ તિર્યચોમાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો પૂર્વ પ્રતિપન્ન હોય છે. તે આ પ્રમાણે સાસ્વાદન સમ્યગ્દષ્ટિજીવ મરીને બેઈન્દ્રિય આદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે જીવ અપર્યાપ્ત અવસ્થામાં કેટલાક કાળ સુધી સાસ્વાદનસમ્યગ્દષ્ટિ તરીકે રહે છે. ત્યારબાદ નિયમા મિથ્યાત્વને પામે છે. આ વિગત પૂર્વે લગભગ કહી દીધી છે. આ જીવને આશ્રયીને બેઇન્દ્રિય આદિમાં પૂર્વ પ્રતિપન્ન જીવો હોય છે, બીજી રીતે નહિ. પંચેન્દ્રિયોમાં તો સામાન્ય પણ સમ્યકત્વને આશ્રયીને પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. [૯]
બેઇન્દ્રિય વગેરેમાં પૂર્વપ્રતિપન્ન કહ્યા. બેઇન્દ્રિય વગેરેમાં પ્રતિપદ્યમાનક હોય કે ન હોય? એ પ્રશ્નનો ઉત્તર કહે છે
पडिवज्जमाणयावि हु, विगलिंदियअमणवजिया हुंति । उभयाभावो एगिदिएसु, सम्मत्तलद्धीओ ॥ १००॥
તિર્યંચોમાં વિકલેન્દ્રિય અને મનરહિત જીવોને છોડીને પ્રતિપદ્યમાનક પણ હોય છે. એકેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક એ બન્ને ન હોય. કારણકે એકેન્દ્રિયોમાં સમ્યકત્વની લબ્ધિ હોતી નથી.
વિશેષાર્થ– જેમને વિકલ=અપૂર્ણ ઇન્દ્રિયો છે તે વિકસેન્દ્રિય. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો વિકલેન્દ્રિય છે. અહીં મનરહિત જીવો એટલે સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો. આ જીવોમાં તેવા પ્રકારના અધ્યવસાયની શુદ્ધિનો સંભવ ન હોવાથી કોઈપણ જીવ સમ્યકત્વ પામતો નથી. આથી તિર્યંચોમાં આ જીવોને છોડીને બાકીના જીવોમાં પ્રતિપદ્યમાનક પણ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય જીવો જ બાકી રહેતા હોવાથી અહીં બાકીના જીવો એટલે ગર્ભજ પંચેન્દ્રિય જીવો જ જાણવા.
એકેન્દ્રિયોમાં સમ્યકત્વલબ્ધિ ન હોવાથી પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક એ બંને ન હોય. એકેન્દ્રિયોમાં સમ્યકત્વના પ્રતિપદ્યમાનક ન સંભવે. કારણ કે તેમનામાં તેવા પ્રકારના અધ્યવસાયની વિશુદ્ધિ હોતી નથી. આ વિષે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંને વચ્ચે કોઇ વિવાદ નથી. પૂર્વપ્રતિપત્રને આશ્રયીને એ બેમાં વિવાદ છે. કાર્મગ્રંથિકો બેઇન્દ્રિયાદિની જેમ પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણ એકેન્દ્રિયોમાં પણ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ જીવો ઉત્પન્ન થતા હોવાથી પૂર્વપ્રતિપત્રોને માટે જ છે. સૈદ્ધાંતિકો તો સમ્યગ્દષ્ટિ જીવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા ન હોવાથી અથવા અલ્પજીવો ઉત્પન્ન થતા હોવાથી કોઈ કારણથી તેની અહીં વિવક્ષા ન કરી હોવાથી એકેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્નનો પણ અભાવ માને છે. આ મત અહીં લખ્યો છે. તત્ત્વ તો કેવલીઓ જાણે. [૧૦૦].
હવે “સમ્યકત્વના કયા ગુણો છે” એ ચોથા દ્વારને કહેવાની ઇચ્છાવાળા