________________
૨૫૮-સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત - નિશ્ચલ સમ્યકત્વવાળા જીવોની આજ્ઞાને દેવો પણ ભક્તિથી કરે છે. (ત્રપાળે છે.) આ વિષે અમરદત્તની પત્ની અને નૃપવિક્રમરાજા વગેરેનાં દષ્ટાંતો છે.
વિશેષાર્થ– ગાથાનો અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ કહેવા માટે તો અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત કહેવાય છે.
અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં સૌરાષ્ટ્રદેશમાં સુવર્ણ અને રત્નોથી પરિપૂર્ણ રત્નાવતી નામની વિખ્યાત નગરી હતી. ત્યાં મણિકિરણોથી રચાયેલા ઈન્દ્રધનુષથી વ્યાપ્ત આકાશને જોઈને મોરસમૂહ નવા વાદળાઓની શંકાથી સદા નૃત્ય કરે છે. ત્યાં પદ્મ નામનો શ્રેષ્ઠી હતો. જેવી રીતે વિષ્ણુએ સમુદ્રનું મંથન કરીને રત્નો ગ્રહણ ક્ય તે રીતે પદ્મશેઠે વહાણ રૂપ મંથનદંડથી સમુદ્રનું મંથન કરીને રત્નો ગ્રહણ કર્યા હતાં. તેનો અમરદત્ત નામનો વિખ્યાત પુત્ર હતો. તેણે ત્યાં પોતાના રૂપ વગેરે ગુણોથી લોકને વિસ્મય પમાડ્યો હતો. હવે એકવાર પિતાથી રજા અપાયેલો અને ઘણા વૈભવવાળો તે વહાણથી કુશદ્વીપમાં સુવર્ણપુર નગરમાં વેપાર કરવા માટે ગયો. તે નગરમાં વિશંક નામનો શેઠ રહેતો હતો. લક્ષ્મીએ જાણે કે સ્વયંવરની જેમ તેનો સ્વીકાર કર્યો હતો, અર્થાત્ તેની પાસે લક્ષ્મી ઘણી હતી. તે કેવળ જિનેશ્વરના ધર્મમાં જ રસવાળો હતો. અમરદત્ત કાર્ય માટે કોઈ પણ રીતે તેના જ ઘરે ગયો. ત્યાં તેણે દેવીની જેવી રમતી એક બાલિકાને જોઈ. જાણે તે અનુપમ લાવણ્યરૂપ મહાસાગરમાં અવશ્ય ડૂબી ગયો હોય તેમ તેની બે આંખો લાંબા કાળ સુધી તેના જ શરીર ઉપર રહી. કાર્ય પૂર્ણ થઈ જતાં ઘરમાંથી કોઇપણ રીતે નીકળતા તેણે કોઈને પૂછ્યું કે આ કોણ છે અને તેનું નામ શું છે? તેણે કહ્યું: આ પુત્રી આ શેઠની જ છે. તેનું નામ વિમલયશા છે. તે કળામાં કુશળ છે અને કુમારી છે. તેથી અમરદત્તે તેને પરણવા માટે શેઠની પાસે તેની માગણી કરાવી. શેઠે કહ્યું. હું તેને આપું છું. પણ તેણે મોટી પ્રતિજ્ઞા કરી છે.
વાદમાં અમરદત્તે મૂકેલો પૂર્વપક્ષ ધર્મના વાદમાં મને જે જીતશે તે જ મને પરણશે. જો મને કોઈ નહિ જીતે તો હું ચોક્કસ જિનેશ્વરની દીક્ષાને લઈશ. આ સાંભળીને વિજ્ઞાઈથી ભરેલા અમરદત્તે અતિશય મિથ્યાષ્ટિ હોવાના કારણે વાદમાં કન્યાને આ પ્રમાણે કહ્યું: હે મુગ્ધા! જેના કારણે તું દુઃખી થાય છે તે ધર્મ જ નથી. લોભી પાખંડીઓ લોકને કેવળ ભરમાવે છે. કારણ કે જેવી રીતે ઇન્દ્રધનુષ આદિમાં વર્ણ આદિનો ભેદ સ્વભાવથી જ થાય છે તે રીતે જગતમાં સુખ-દુઃખ આદિની વિચિત્રતા સ્વભાવથી જ રચાય છે. વળી બીજું