________________
શાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૪૭ નગર સ્ત્રીઓએ કરેલી સાગરચંદ્રની પ્રશંસા પછી ક્રમશઃ વધતા એવા તેના પુણ્યથી રાજાના ઘરમાં પણ લક્ષ્મી, સુખ, સૈન્ય અને દેશ આ વસ્તુઓ વધે છે. પછી પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ મંડલવાળા ચંદ્રની જેમ કુમારે અલ્પકાળમાં જ સઘળી કળાઓ ગ્રહણ કરી લીધી. જેમાં મંજરીઓ વિકસિત થઈ રહી છે એવો આમ્રવૃક્ષ ભમરાઓથી વૃદ્ધિ પામે તેવી રીતે યૌવન પ્રગટ થતાં તે વિલાસોથી વૃદ્ધિ પામ્યો, અર્થાત્ વિલાસો વધ્યા. તારાગણથી પરિવરેલા ચંદ્રની જેમ સેંકડો કુમારોથી સહિત તે ઉદ્યાનોમાં ક્રીડા કરે છે. ચતુષ્ક, ચત્ર અને ત્રિકમાં પરિભ્રમણ કરે છે. (રપ) તે રીતે ભમતા તેના શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રનો તિરસ્કાર કરે તેવા મુખકમલને નગરની શ્રેષ્ઠ સ્ત્રીઓની આંખોની શ્રેણિઓ તૃષ્ણાપૂર્વક પીએ છે. તેના રેખાવલયથી અંકિત ગોળાકારવાળા કંઠને જોઇને કામથી દુઃખી બનેલી કોઈ સ્ત્રી કહે છે કે તે સ્ત્રી ધન્ય છે કે જે લાંબા કાળ સુધી આના કંઠને લાગશેકવળગશે. અન્ય સ્ત્રી કહે છે કે આ જગતમાં તે સ્ત્રી પણ કૃતાર્થ છે કે જે સ્ત્રી આની શ્રેષ્ઠ નગરના કમાડ જેવી પહોળી છાતીમાં સાચા નિદ્રાસુખને મેળવશે. બીજી સ્ત્રી કહે છે કે જગતમાં તે સ્ત્રીએ જ વિજય મેળવ્યો છે કે જે સ્ત્રી આના નગરના દરવાજાના આગળિયા જેવી લાંબી ભુજા રૂપ પાંજરામાં રહેલી રતિસુખને અનુભવશે. વિશેષ કહેવાથી શું? એનું સંપૂર્ણ જ શરીર અમૃતવડે નિર્માણ કરાયું છે. એના આલિંગન રસને જાણનારી સ્ત્રીના જન્મની પણ અમે પ્રશંસા કરીએ છીએ. આ પ્રમાણે બોલતી સ્ત્રીઓમાં જેના ઉપર તે કોઈપણ રીતે કમળની પાંખડી જેવી લાંબી દષ્ટિ ફેંકે છે તે સ્ત્રી પોતાને પુણ્યરૂપ માને છે.
સાગરચંદ્ર સારઅર્થવાળી ગાથા ખરીદી. એકવાર પરિવાર સહિત રાજમાર્ગમાં જતા તે કુમારે લોકથી વીંટળાયેલા અને લખેલા તાડપત્રને હાથમાં ધારણ કરનાર પુરુષને જોયો. તેને જોઈને કુતૂહલથી તેને બોલાવીને પૂછ્યું: તારા તાડપત્રમાં શું રહેલું છે? તેણે કહ્યું: એક ગાથા છે. પછી કુમારે કહ્યુંઃ આપ, જેથી અમે વાંચીએ. તેણે કહ્યું: પાંચસો સોનામહોર આપ, પછી લે. પછી કુમારે વિચાર્યું ગાથાનું સ્વરૂપ જણાતું નથી. આ ધન માગે છે. અથવા મારે અન્ય ધન શું છે? ગાથા પણ ક્યારેક સારઅર્થવાળી હોય, એમ વિચારીને ધન અપાવીને ગાથાને વાંચે છે. તે ગાથા આ છે– જીવોને જેવી રીતે નહિ ઇચ્છેલું પણ દુઃખ આવે છે તે રીતે સુખ પણ નહિ ઇચ્છેલું આવે છે. તેથી મોહને છોડીને ધર્મમાં જ રાગ કરો. પછી કુમારે વિચાર્યું: ૧. ચતુષ્ક = જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તેવું સ્થાન. ચત્વર=ચોરો. ત્રિક=જ્યાં ત્રણ માર્ગો ભેગા થતા
હોય તેવું સ્થાન. ૨. વિયા(વિસ્તૃM)=તૃષ્ણારહિત. વિયળ(ગવિતૃળા) તૃષ્ણાપૂર્વક. ઉ. ૧૧ ભા.૧