________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શુક્લધ્યાનના ભેદો-૨૨૩ પૂર્વગતશ્રુતનાં આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદાદિ અનેક પર્યાયોનું એકાગ્રતાપૂર્વક ભેદપ્રધાન (દ્રવ્ય-પર્યાયના ભેદની પ્રધાનતાવાળું) ચિંતન થાય અને સાથે દ્રવ્યપર્યાય આદિનું પરાવર્તન થાય, તે પૃથકત્વવિતર્ક-સવિચાર ધ્યાન.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- પૂર્વધર મહાત્મા પૂર્વગતશ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસાર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, મૂર્તિત્વ-અમૂર્તત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી (–ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને
અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વચનયોગ કે મનોયોગનું f" અવલંબન લે છે, અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગ કે મનોયોગનું અવલંબન લે છે. અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગ કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગીનું પરાવર્તન કરે છે.
(૨) એકત્વ-વિતર્ક-અવિચાર– એકત્વ એટલે અભેદ. શુકલધ્યાનના આ ભેદમાં દ્રવ્યપર્યાયનું અભેદરૂપે ચિંતન હોય છે. વિતર્કનો અને વિચારનો અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં, પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું, અભેદથી-અભેદ પ્રધાન (દ્રવ્ય-પર્યાયના અભેદની પ્રધાનતાવાળું) ચિંતન થાય, અને અર્થ-વ્યંજન-યોગના પરાવર્તનનો અભાવ હોય, તે " એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ ધ્યાન વિચાર રહિત હોવાથી પવનરહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્પકંપ-સ્થિર હોય છે.
(૩) સૂક્ષ્મક્રિય-અનિવૃત્તિ- સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ-અતિઅલ્પ હોય તે.
૧. આ અર્થ વિતર્ક શબ્દથી નીકળે છે. ૨. આ અર્થ પૃથકત્વ શબ્દથી નીકળે છે. ૩. આ અર્થ સવિચાર શબ્દથી નીકળે છે. ४. पृथक्त्वेन-एकद्रव्याश्रितानामुत्पादादिपर्यायाणां भेदेन पृथुत्वेन वा, विस्तीर्णभावेनेत्यन्ये, वितर्को-विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु (श्रीमदुमास्वातिवाचकैः) वितर्कः श्रुतालम्बनतया श्रुतमित्युपचारादधीतः तथा विचरणम्-अर्थाद् व्यञ्जने व्यञ्जनादर्थे तथा मनःप्रभृतिना.....
| (સ્થાનાંગસૂત્ર ચોથું પદ) ५. एकत्वेन-अभेदेनोत्पादादिपर्यायाणामन्यतमैकपर्यायालम्बनतयेत्यर्थः । वितर्क: पूर्वगतश्रुताश्रयो व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तदेकत्ववितर्कम् ।
(સ્થાનાંગસૂત્ર ચોથું પદ)