________________
૨૫૦- સમ્યકત્વદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સમ્યકત્વનું સ્વરૂપ સમ્યકત્વ અહીં સમ્યકત્વ સર્વગુણોનું મૂલ છે. આથી શુભભાવના અર્થી જીવે પહેલાં જ સમ્યકત્વની શુદ્ધિ કરવી જોઈએ, એમ અહીં સૂચન કર્યું છે. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ શું છે? ઈત્યાદિ દ્વારોથી સમ્યકત્વનું જ નિરૂપણ કરતા ગ્રંથકાર દ્વાર-ગાથાને કહે છે
किं सम्मत्तं १ तं होज किह णु २ कस्स व ३ गुणा य के तस्स ४ । कइभेयं ५ अइयारा ६, लिंगं वा किं भवे तस्स ७ ॥ ८९॥
સમ્યકત્વનું સ્વરૂપ શું છે? જીવોને કેવી રીતે સમ્યકત્વ થાય? કોને(=ક્યા જીવોને) સમ્યકત્વ હોય? સમ્યકત્વના કયા ગુણો છે? સમ્યકત્વના કેટલા પ્રકારો છે? સમ્યકત્વના અતિચારો કયા છે? સમ્યકત્વનું લિંગ શું છે? આ સમ્યત્વનાં દ્વાર છે. [૪૯] તેમાં (સમ્યકત્વનું સ્વરૂપ શું છે- એ) પ્રથમદ્વારના નિર્ણય માટે ગ્રંથકાર કહે છે
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं । इच्चाइ सुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥ ९०॥
અરિહંત જ મારા દેવ છે, સુસાધુઓ જ મારા ગુરુઓ છે, જિનમત જ મારે પ્રમાણ છે, ઈત્યાદિ શુભભાવ સમ્યકત્વ છે, એમ તીર્થંકરો અને ગણધરો કહે છે.
વિશેષાર્થ – અરિહંત જ મારા દેવ છે, બુદ્ધ વગેરે મારા દેવ નથી. સુસાધુઓ જ મારા ગુરુઓ છે, બૌદ્ધ સાધુઓ વગેરે મારા ગુરુઓ નથી. જિનમત જ મારે પ્રમાણ છે, કુતીર્થિકોના મતો મારે પ્રમાણ નથી. ઇત્યાદિ જે આત્માનો શુભ પરિણામ તે સમ્યકત્વ છે. એમ તીર્થકરો અને ગણધરો કહે છે. તેમણે કહ્યું છે કે-“તે સમ્યકત્વ પ્રશસ્ત સમ્યકત્વ મોહનીયકર્મના અણુઓના વેદનથી (=hયોપશમથી), ઉપશમથી કે ક્ષયથી ઉત્પન્ન થયેલ અને પ્રશમ-સંવેગ વગેરે લિંગોથી જાણી શકાય તેવા શુભ આત્મપરિણામરૂપ કહ્યું છે.”
ગાથામાં “ઇત્યાદિ શુભ ભાવ” એ સ્થળે રહેલ આદિ શબ્દ તે જ સમ્યકત્વના પોતાનામાં રહેલા ક્ષાયિક, પથમિક વગેરે ભેદોનું સૂચન કરે છે. [૯૦]
“સમ્યકત્વનું સ્વરૂપ શું છે” એ દ્વાર પૂર્ણ થયું. અહીંથી કેવી રીતે સમ્યકત્વ થાય” એ બીજા દ્વારનું પ્રતિપાદન કરવા માટે ગ્રંથકાર કહે છે
भमिऊण अणंताई, पोग्गलपरियट्टसयसहस्साई । मिच्छत्तमोहियमई, जीवा संसारकंतारे ॥ ९१॥