________________
ભાવધર્મ)
ઉપદેશમલા (પુષ્પમાલા) [ભાવની ઉત્પત્તિના કારણો-૨૪૯
ભાવધર્મ હવે ભાવનાધારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
दाणं सीलं च तवो, उच्छुपुष्पं व निप्फलं होज्जा । जइ न हिययम्मि भावो, होइ सुहो तस्सिमे हेऊ ॥ ८६॥
જો હૃદયમાં શુભ ભાવ ન હોય તો દાન, શીલ અને તપ એ ત્રણેય ઇસુના પુષ્પની જેમ નિષ્ફલ થાય. શુભભાવની ઉત્પત્તિના આ =હવે પછી તુરત કહેવાશે તે) કારણો છે.
વિશેષાર્થ- જો હૃદયમાં જેમાં સંસારનિર્વેદ અને મોક્ષસંવેગ હોય તેવા શુભભાવ ન હોય તો દાન, શીલ અને તપ એ ત્રણે શેરડીના ફૂલની જેમ નિષ્ફલ થાય.
અહીં ભાવાર્થ આ છે– દાન આદિમાં પ્રવૃત્ત થયેલા પણ જીવે આદરથી શુભ ભાવમાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે શુભ ભાવ વિના દાનાદિ ત્રણ કાર્ય સાધન બનતા નથી. આથી દાનાદિ ધર્મોને કહીને હવે ભાવધર્મ કહેવાય છે. તે ભાવની ઉત્પત્તિનાં હવે પછી તુરત કહેવાશે તે કારણો છે. [૬]
ભાવની ઉત્પત્તિનાં કારણોને જ કહે છેसम्मत्त १ चरणसुद्धी २, करणजओ ३ निग्गहो कसायाणं ४ । गुरुकुलवासो ६ दोसाण, वियडणा ६ भवविरागो ७ य ॥ ८७॥ विणओ ८ वेयावच्चं ९, सज्झायरई १० अणाययणचाओ ११ । परपरिवायनिवित्ती १२, थिरया धम्मे १३ परिण्णा १४ य ॥ ८८॥
ભાવની ઉત્પત્તિના ચૌદ કારણો સમ્યકત્વ, ચરણશુદ્ધિ, ઇન્દ્રિયજય, કષાયનિગ્રહ, ગુરુકુલવાસ, દોષોની આલોચના, ભવવિરાગ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયરતિ, અનાયતનત્યાગ, પરંપરિવાદનિવૃત્તિ, ધર્મમાં સ્થિરતા, પરિજ્ઞા- આ શુભભાવની ઉત્પત્તિનાં કારણો છે.
વિશેષાર્થ-દોષોની આલોચના એટલે પ્રમાદ આદિથી આચરેલા દોષોની આલોચના. અનાયતન એટલે જ્ઞાનાદિને દૂષિત કરનાર વસ્તુ. પરિજ્ઞા એટલે જીવનના અંતે અનશન કરવું. શુભભાવની ઉત્પત્તિનાં સમ્યકત્વશુદ્ધિ વગેરે ચૌદ કારણો છે. બીજાં કારણો હોવા છતાં તે કારણોનો આમાં જ સમાવેશ થઈ જવાથી ચૌદ કારણો કહ્યાં છે. આ પ્રમાણે દ્વારગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તો સૂત્રકાર જાતે જ દરેક દ્વારમાં કહેશે. [૮૭-૮૮]