________________
સમ્યકત્વદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[ગ્રંથીનો અર્થ-૨૫૧ पावंति खवेऊणं, कम्माइं अहापवत्तकरणेणं । उवलन्नाएण कहमवि, अभिन्नपुव्वं तओ गंठिं ॥ ९२॥
મિથ્યાત્વથી મોહિત મતિવાળા જીવો સંસારરૂપ જંગલમાં અનંતા લાખો પુદ્ગલ પરાવર્તી સુધી ભમીને પથ્થરના દાંતથી યથાપ્રવૃત્તકરણ વડે કર્મોને ખપાવીને પછી કોઇ પણ રીતે જેનો પૂર્વે જ્યારે ભેદ કર્યો નથી તેવી ગ્રંથિને પામે છે=ગ્રંથિની પાસે આવે છે.
વિશેષાર્થ- અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– તીર્થંકર, ગણધર, ચક્રવર્તી વગેરે પણ સર્વ જીવો પહેલાં તો અવ્યવહાર રાશિમાં રહેલી નિગોદોમાં અનાદિકાળથી આરંભી કેવળ મિથ્યાત્વને જ વેદતા અનંતપુદ્ગલ પરાવર્તી સુધી રહે છે. ત્યારબાદ કોઈપણ રીતે તથાભવ્યત્વના કારણે તેમાંથી (=અવ્યવહાર રાશિમાં રહેલી નિગોદોમાંથી) નીકળીને પૃથ્વી આદિમાં વારંવાર ભમે છે. આ વિગત પહેલાં જ જણાવી છે. કેવલ મિથ્યાત્વથી મોહિત મતિવાળા જીવો આ પ્રમાણે અનંત પુદ્ગલ પરાવર્તા સુધી સંસારરૂપ જંગલમાં પરિભ્રમણ કર્યા પછી કોઈપણ રીતે મનુષ્ય આદિમાં આવે છે. મનુષ્ય આદિમાં આવેલા તે જીવોમાંથી કેટલાક જીવો પથ્થરના દાંતથી યથાપ્રવૃત્તકરણ વડે ગ્રંથિદેશે આવવા માટે રોકનારાં કર્મોને ખપાવીને પૂર્વે ક્યારેય જેનો ભેદ કર્યો નથી તેવી ગ્રંથિને કોઈપણ રીતે પામે છે.
અહીં અર્થ આ છે- કરણ અધ્યવસાયવિશેષ રૂપ છે. વિશિષ્ટ જ્ઞાનાદિગુણ વિના કોઇપણ રીતે સ્વયં જ પ્રવૃત્ત=પ્રવર્તેલો તે અધ્યવસાયવિશેષ યથાપ્રવૃત્ત કહેવાય છે. યથાપ્રવૃત્ત (=પોતાની મેળે જ પ્રવર્તેલું) કરણ તે યથાપ્રવૃત્તકરણ. તથા પર્વતની પાસે આવેલી નદીનો કોઈક પથ્થર આમ-તેમ જવાથી અથડાવાના કારણે સ્વયં ઘસાઈને ત્રિકોણ વગેરે આકારને પામે છે. એ પ્રમાણે જીવો પણ યથાપ્રવૃત્તકરણ વડે સ્વયં જ કર્મને ખપાવે છે. [૯૧-૯૨]
ગ્રંથિ એ શો પદાર્થ છે એ વિષયને કહે છેगंठिं भणंति मुणिणो, घणरागद्दोषपरिणइसरूवं । जम्मि अभिन्ने जीवा, न लहंति कयाइ सम्मत्तं ॥ ९३॥
ગ્રંથિ રાગ-દ્વેષના ગાઢ પરિણામરૂપ છે એમ મુનિઓ કહે છે. તેને ભેદ્યા વિના જીવો ક્યારેય સમ્યકત્વને પામતા નથી.
વિશેષાર્થ– ગાઢ એટલે સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર. સમ્યકત્વની
૧. વન એટલે જવું પોતના એટલે અથડાવું.