________________
૨૨૪-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વ્યુત્સર્ગતપ અનિવૃત્તિ એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસોશ્વાસ રૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ પ્લાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણઠાણાના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમા ગુણઠાણાના અંતે હોય છે.
(૪) સમુચ્છિન્નક્રિય-અપ્રતિપાતી–જેમાં ક્રિયાનો સર્વથા ઉચ્છેદ થઈ ગયો છે સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સમુચ્છિન્ન ક્રિય. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન સમુચ્છિન્નક્રિય-અપ્રતિપાતી. આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. શુક્લધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે- ક્ષમા, સંતોષ, સરળતા અને નમ્રતા.
શુક્લધ્યાનના ચાર આલંબનો કહ્યાં છે. તે આ પ્રમાણે– (૧) અવ્યથ– (=દેવાદિના ઉપસર્ગથી થયેલ ભય કે ચલનરૂપ વ્યથાનો અભાવ). (૨) અસંમોહ– ( દેવાદિએ કરેલી માયાથી થયેલ સંમોહનો (=મૂઢતાનો) અથવા
સૂક્ષ્મપદાર્થ સંબંધી સંમોહનો અભાવ. (૩) વિવેક-(=દેહથી આત્માનો અથવા આત્માથી સર્વ સંયોગોનું બુદ્ધિથી પૃથક્કરણ.) (૪) વ્યુત્સર્ગ- (=નિઃસંગપણે દેહ-ઉપધિનો ત્યાગ, અર્થાત્ દેહ-ઉપાધિ ઉપર મૂછ ન કરવી.)
શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. તે આ પ્રમાણે (૧) અનંતવૃત્તિતા– (=ભવ-પરંપરા અનંત છે એવું ચિંતન.) (૨) વિપરિણામ- (=વસ્તુઓ પ્રતિક્ષણ વિવિધ પરિણામને પામે છે એવું ચિંતન.) (૩) અશુભ(=સંસારની અશુભતાનું ચિંતન.). (૪) અપાય- (=પ્રાણાતિપાત આદિ આસવોથી થનારા અનર્થોનું ચિંતન.) (૬) વ્યુત્સર્ગ–બુત્સર્ગના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. (બુત્સર્ગ એટલે ત્યાગ.) દ્રવ્ય
વ્યુત્સર્ગના ગણ, શરીર, ઉપાધિ અને ભક્તપાન એમ ચાર ભેદ છે. ભાવવ્યુત્સર્ગના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે–(૧)કષાય-(=કષાયનો ત્યાગ કરવો.) (ર) સંસાર-( નરકાયુષ્ય વગેરેના હેતુ મિથ્યાત્વ આદિનો ત્યાગ કરવો.) (૩) કર્મ(=જ્ઞાનાવરણ આદિ કર્મોના જ્ઞાનદ્દેષ વગેરે જે હેતુઓ છે તે હેતુઓનો ત્યાગ કરવો.)